Abtak Media Google News

ઓસ્ટ્રેલિયા સામેની ટી-20 શ્રેણી દરમિયાન કેપ્ટન સૂર્યકુમાર યાદવે મેદાન પર ઉતરતાની સાથે જ ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ક્રિકેટરોની યાદીમાં પોતાનું નામ નોંધાવી દીધું છે. રોહિત શર્મા અને હાર્દિક પંડયાની ગેરહાજરીમાં સૂર્યકુમાર યાદવને કાંગારુ ટીમ સામેની આ ટી-20 શ્રેણી માટે ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ટી-20 ફોર્મેટમાં ભારતની કેપ્ટનશિપ કરનારો 13મો ખેલાડી બન્યો છે. વિશાખાપટનમ ખાતે રમાયેલા પ્રથમ મેચમાં ભારતે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

યુવા બ્રિગેડે હાઈસ્કોરિંગ મેચમાં કાંગારુને 2 વિકેટે મહાત આપી : જોશ ઇંગ્લિશની સદી પર પાણી ફરીવડ્યું

આ 5 ટી20 મેચોની સિરીઝમાં ભારતીય ટીમ તરફથી દિગજ ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. અને નવોદિત ખેલાડીઓને તક આપવામાં આવી છે. સૂર્યકુમાર યાદવ (80)અને ઇશાન કિશનની અડધી સદીની(58) મદદથી ભારતે પ્રથમ ટી-20માં ઓસ્ટ્રેલિયા સામે 2 વિકેટે રોમાંચક વિજય મેળવ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ 20 ઓવરમાં 3 વિકેટે 208 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 20 ઓવરમાં 8 વિકેટે 209 રન બનાવી લીધા હતા. ઓસ્ટ્રેલિયા માટે જોશ ઇંગ્લિશે સદી સાથે સૌથી વધુ 110 રનની ધમાકેદાર ઈનિંગ રમી. આ સિવાય સ્ટીવ સ્મિથે પણ શાનદાર અડધી સદી ફટકારી.

બીજી ઈનિંગમાં બેટિંગ માટે ઉતરેલી ટીમ ઈન્ડિયા માટે શરૂઆત નબળી રહી. યશસ્વી જયસ્વાલની ઝડપી શરૂઆત બાદ 12 રનના સ્કોરે ઋતુરાજ ગાયકવાડ રનઆઉટ થતા ભારતને પહેલો ઝટકો લાગ્યો. આ પછી 22 રનના સ્કોર પર યશસ્વી જયસ્વાલે પણ પોતાની વિકેટ ગુમાવી. જો કે આ પછી ભારતે પાછુ વળીને ન જોયુ અને ટીમ માટે ફરીથી સુર્યકુમાર યાદવ અને ઈશાન કિશન તોફાન બનીને આવ્યા. બન્નેએ ત્રીજી વિકેટે 112 રનની શાનદાર પાર્ટનરશિપ કરીને બાજી પલ્ટી દીધી. ભારત માટે સુર્યકુમાર યાદવે શાનદાર 80 રન અને ઈશાન કિશને 58 રનની ઈનિંગ રમી. આ પછી અંતિમ ઓવરોમાં ફરીથી રિંકુ સિંહે શાનદાર પ્રદર્શન કરતા ભારતને મેચ જીતાડી દીધી. એક સમયે ભારતના પક્ષમાં લાગતી ગેમ અંતિમ ઓવરોમાં ભારતની ત્રણ વિકેટ પડી જતા રોમાંચક બની અને અંતિમ બોલ સુધી પહોંચી. જો કે અંતિમ બોલે રિંકુ સિંહે શાનદાર સિક્સર સાથે ભારતને મેચ જીતાડી દીધી. રિંકુ સિંહે અંતિમ સિક્સર સાથે 14 બોલમાં શાનદાર 28 રનની ઈનિંગ રમી.

ઇન્ડીયન પ્રીમિયર લીગનો સ્ટાર ખેલાડી રીન્કુ સિંહે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક અલગ અને આગવી છાપ છોડી છે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં સંકટ સમયમાં પણ પોતાની ટીમને ઉગારી લેતા રીન્કુએ ભારતને પણ ઓસ્ટ્રેલિયા સામેના પ્રથમ ટી ટ્વેન્ટી મેચમાં ઉગારી લઈશ તેમને વિજય અપાવવામાં સીફાળો નોંધાવ્યો છે. છેલ્લા ઓવરમાં માત્ર સાત રણની જરૂર હતી જેમાં પ્રથમ બોલે છે બાઉન્ડ્રી ફટકારી વિજય સુનિશ્ચિત કરી દીધો હતો પરંતુ ક્રિકેટ અનિશ્ચિતતા ની ગેમ છે એ વાત ખરા અર્થમાં સાબિત થઈ અને બાકીના ત્રણ બોલમાં ત્રણ વિકેટ પડી જતા ચિત્ર બદલાય તેવું પણ સામે આવ્યું હતું. પરંતુ રીન્કુએ પોતાની આગવી ઓળખ ને ફરી સુનિશ્ચિત કરી છેલ્લા બોલ ઉપર છગો ફટકારી ટીમને વિજય અપાવ્યો હતો અને પાંચ મેચની શ્રેણીમાં પ્રથમ વિજય મેળવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.