Abtak Media Google News

દિન પ્રતિદિન સાયબર ગઠીયાઓ નાણાકીય છેતરપિંડી આચરવા નવા નવા કિમીયા અજમાવી રહ્યા છે. ત્યારે વધુ એક નવી મોડસ ઓપરેન્ડી સામે આવી છે. હવે સાયબર ગઠીયાઓ પાર્સલ સ્કેમનો ઉપયોગ કરી રહ્યા છે. પાર્સલ સ્કેમ એ એક નવી પદ્ધતિ છે જેનો ઉપયોગ સાયબર ક્રોક્સ ભારતીયોને લક્ષ્ય બનાવવા માટે કરે છે. હાલ આ પ્રકારના અનેકવિધ કેસો નોંધાઈ રહ્યા છે પણ આ તમામ નોંધાયેલા કેસોમાં એક સમાનતા છે એ છે કે, કાલ્પનિક પાર્સલનું નામનું નામ ઝાંગ લિન નામના ચાઈનીઝ શખ્સ સાથે જોડાયેલું હોય છે.

પાર્સલ સ્કેમ મારફત અઢળક લોકોને લાખો રૂપિયાનો ચૂનો ચોપડી દેવાયાની રાવ

ચાઈનામાં બે ઝાંગ લિન નામની વ્યક્તિ પ્રખ્યાત છે. એક 2008 બેઇજિંગ ઓલિમ્પિકનો સિલ્વર મેડલ વિજેતા અને બેઇજિંગમાં રહેતા 800 મીટર ફ્રી સ્ટાઇલ રેકોર્ડ ધારક છે. અન્ય લોકપ્રિય ઝાંગ લિન એક ચીની અભિનેતા છે, જેને 2015 માં ડ્રગ યુઝર્સને આશ્રય આપવા બદલ સજા કરવામાં આવી હતી.

આ વ્યક્તિઓને કદાચ એ વાતનો કોઈ અંદાજ નથી કે તેમના નામનો ગુના માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

છેલ્લા બે વર્ષમાં દેશભરમાંથી પાર્સલ કૌભાંડના છૂટાછવાયા કેસો નોંધાયા છે. અમદાવાદમાં તાજેતરમાં એક સોફ્ટવેર ડેવલપમેન્ટ ફર્મના એક્ઝિક્યુટિવને આવી મોડસ ઓપરેન્ડીમાં 38 લાખ રૂપિયાનું નુકસાન થયું હતું.

સાયબર ખંડણીખોરો પોલીસ અધિકારી તરીકે ઓળખ આપીને લોકો કહે છે કે તમે ઝાંગ લિનને જે પાર્સલ મોકલ્યા છે તેમાં ડ્રગ્સ, ક્રેડિટ કાર્ડ અને એક્સપાયર થયેલા પાસપોર્ટ મળી આવ્યા છે. લક્ષ્યાંકિત લોકો આ બાબત સાંભળીને મૂંઝવણમાં આવી જાય છે કારણ કે તેઓએ આ રીસીવરને ક્યારેય કોઈ પાર્સલ મોકલ્યું હોતું નથી. ત્યારબાદ પીડિતોને તેમના બેંક એકાઉન્ટનો ઉપયોગ મની લોન્ડરર્સ દ્વારા કરવામાં આવ્યો હોઈ શકે છે અને કાયદા અમલીકરણ એજન્સીઓ દ્વારા કાર્યવાહીની ધમકી આપવામાં આવે છે.

પછી પીડિતોની મૂંઝવણ, ડર અને લાચારી પર રમતાનો ફાયદો ઉઠાવી છેતરપિંડી કરનારાઓ તેમની બેંક વિગતો, ઓળખપત્ર અને ઓળખ દસ્તાવેજો શેર કરવા મજબૂર કરે છે અને પીડિતોને ખબર પડે તે પહેલા તેમના ખાતામાંથી પૈસા કાઢી લેવામાં આવે છે.

સાયબર ક્રાઈમ પોલીસના જણાવ્યા મુજબ ડ્રગ પાર્સલની છેતરપિંડી શરૂઆતમાં કોન કોલ સેન્ટર ઓપરેટરો દ્વારા યુએસ અને કેનેડિયન નાગરિકોને છેતરવા માટે શરૂ કરવામાં આવી હતી. બાદમાં રાજસ્થાનના ભરતપુર, ઝારખંડના જામતારા, પશ્ચિમ બંગાળના કોલકાતા અને મહારાષ્ટ્રના વિવિધ સ્થળોએથી સ્કેમર્સે આ મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરીને દેશભરમાં લોકોને છેતરવાનું શરૂ કરી દીધું છે. આવા જ એક કેસની તપાસ કરી રહેલા એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, સાયબર છેતરપિંડી કરનારાઓ એવા નામોનો ઉપયોગ કરે છે જે એકદમ સામાન્ય છે, તેમને સોશિયલ મીડિયામાંથી પસંદ કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.