Abtak Media Google News

મણિપુરનું લેઈસંગ ગામ વિજળી પુરવઠો મેળવવામાં જોડાનાર અંતિમ ગામ બન્યું

આજનાં આધુનિક ટેકનોલોજીવાળા યુગમાં પણ ભારતનાં ગામડાઓમાં વિજપૂરવઠો મળતો ન હોવાથી વાત સાંભળી જરા અજુગતુ લાગે ! જી હા મણિપુરનાં લેઈસંગ નામના ગામમાં આઝાદીનાં આટઆટલા વર્ષો બાદ પણ વિજ સુવિધા નહતી ગત શનિવારે દેશનાં વિજપૂરવઠો નહિ મેળવતા છેલ્લા એવા લેઈસંગ ગામમાં વિજ સપ્લાય શ‚ કરવામાં આવી હતી. એ સાથે જ દેશનાં ગામડાઓ અંધકારમુકત બની ગયા છે. અને વડાપ્રધાન મોદીની યશ કલગીમાં એક ઔર પીછું ઉમેરાયું છે.

Advertisement

રવિવારે વડાપ્રધાન મોદીએ ટવીટ કરી જણાવ્યું હતુ કે હવે દેશનાં તમામ ગામડાઓમાં વિજ પુરવઠો મળવા લાગ્યો છે. અને મણીપુરનું લેઈસંગ ગામ પાવરગ્રીડ સાથે જોડાનાર અંતિમ ગામ છે. ૨૮ એપ્રિલનાં દિવસને દેશ માટે ઐતિહાસીક દિવસ ગણાવતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતુ કે લેઈસંગ સહિત એવા તમામ ગામોમાં વિજળી પહોચી ગઈ છે.

જયા આજદિન સુધી વિજળી પહોચી ન હતી.વડાપ્રધાન મોદીએ સતાસંભાળી ત્યારે દેશના ૫,૯૭,૪૬૪ ગામડાઓ પૈકી ૧૮૪૫૨ ગામો સુધી વિજળી પહોચતી ન હતી આ સંજોગોમાં ૧૫ ઓગષ્ટ ૨૦૧૫ના રોજ લાલ કિલ્લાપરથી વડાપ્રધાન મોદીએ દેશનાં અંધારામાં ડુબેલા ગામોમાં ૧૦૦૦ દિવસમાં વિજળી પહોચાડવાની જાહેરાત કરી. દિનદયાળ ઉપાધ્યાય ગ્રામ જયોતી યોજના શ‚ કરી હતી. જે ૨૮ એપ્રીલના રોજ લેઈસંગ ગામમાં છેલ્લે પાવરગ્રીડ પહોચાડી ૯૮૭ દિવસમાં આ યોજનાને પૂર્ણ કરી હતી.

ઉલ્લેખનીય છે કે મણીપુરનાં લેઈસંગ ગામનાં ૧૯ પરિવારના ૬૫ લોકો વસવાટ કરે છે. જેમાં ૩૧ પુ‚ષો અને ૩૪ મહિલાઓ છે અને આવા દુર્ગમ ગામોમાં વિજળી પહોચાડવા પાવર સપ્લાય વિભાગે ખાસી જહેમત ઉઠાવતા વડાપ્રધાન મોદીએ થાકયા વગર કામ કરનાર કર્મચારીઓને પણ અભિનંદન પાઠવ્યા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.