Abtak Media Google News

નોકરી ગુમાવવાથી કે આર્થિક મંદીના કારણે લોન ભરપાઈ ન કરી શકનારા લોકો પ્રત્યે સરકારનું નરમ વલણ

નાના બાકીદારોને નાણાકીય ભીંસથી બહાર લાવી નાદારી સામે કવચ આપવા માટે સરકાર દ્વારા કમર કસવામાં આવી છે. જેમાં નાદાર થવાના આરે પહોંચેલા નાના બાકીદારો માટે નિયમોનું માળખુ ઘડીને તેઓ ‚પિયા ભરી શકે તેવી રણનીતિ ગોઠવવામાં આવશે. જેથી બેંકોના નાણા ડુબતા બચશે અને બાકીદારોને પણ રાહત મળી શકશે.

સરકારના આ નિર્ણયનો મુખ્ય હેતુ ખેડૂતો, કરીયાણાના દુકાનદારો, પગારદાર મધ્યમ વર્ગના પરિવારો વગેરેને નાદારી સામે કવચ આપવાનો છે. ઘણી વખત ધંધામાં મંદી કે નોકરી છોડવાનો સમય આવતા મધ્યમ વર્ગના પરિવારો લોન ભરપાઈ કરી શકતા નથી. આ પરિસ્થિતિમાં સરકાર દ્વારા એક માળખુ ઘડવામાં આવશે અને લોન ભરપાઈ ન કરી શકતા લોકો માટે સુલેહપૂર્વકનો રસ્તો શોધવામાં આવશે. એક તરફ આર્થિક સંકળામણના કારણે લોક ધારક મુશ્કેલીનો સામનો કરી રહ્યાં હોય છે. તેવામાં બેંકની કાર્યવાહીના કારણે જીવન પણ મુશ્કેલ બની જાય છે. આ પરિસ્થિતિમાં સરકાર લોકોને રાહત મળે તેવો નિર્ણય કરીને નાદારી સામે કવચ આપશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.