Abtak Media Google News

વિશ્વભરની હાઉસિંગ કંપનીઓને ભારતના લો-કોસ્ટ પ્રોજેક્ટમાં રસ પડયો

લોન ભરવા મુદ્દે રીયલ એસ્ટેટ પ્રોજેકટસોને વન ટાઈમ રોલઓવરની સુવિધા અપાઈ તેવી શકયતા: વિદેશી કંપનીઓ પણ આકર્ષાય

હાઉસીંગ સેકટરને વિકસાવવા સરકારે વધુ એક પ્રયત્ન કર્યો છે. જેના અનુસંધાને એનબીએફસી દ્વારા ધિરાણ કરવામાં આવેલા પ્રોજેકટો ખરીદવા માટે સરકાર એક અલગથી સ્કીમ લાવી રહી છે. જે પ્રોજેકટ આર્થિક રીતે ઘોંચમાં ફસાયા હોય તેની માટે એનબીએફસી સાથે મળી એક ફંડ તૈયાર કરવામાં આવશે. આ ફંડના માધ્યમીથી પ્રોજેકટોને શ્વાશ ફૂંકાશે. જેનાથી એનપીએ ઘટશે અને રિયલ એસ્ટેટ સેકટરની તકલીફો દૂર થશે.

આ ઉપરાંત રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને નાણા મંત્રાલય અને વડાપ્રધાન કાર્યાલય તરફથી મળેલી દરખાસ્ત મુદ્દે પણ ચર્ચા ચાલી રહી છે. આ દરખાસ્ત મુજબ જે પ્રોજેકટ આર્થિક રીતે ઘોચમાં મુકાયા હોય અવા લોન ઉપર ચાલી રહ્યાં હોય તેને ડિફોલ્ટ કે એસએમએ જાહેર કરવા કે નહીં તેનો નિર્ણય બેંકોને કરવાનો રહેશે. બેંકો આ બાબતે પોતાની રીતે ફેંસલો લઈ શકશે. રીયાલીટી સેકટરમાં વન-ટાઈમ રોલઓવર માટેની ચર્ચાએ પણ જોર પકડયું છે.

આ ઉપરાંત રીયલ એસ્ટેટ ડેવલોપર્સ માટેની લોનના રિકાસ્ટમાં પણ ફેરફાર કરાયો છે. એક વખતનું રિકાસ્ટ એટલે કે વન-ટાઈમ રોલઓવર મળશે. જેનાથી પ્રોજેકટમાં એનપીએ કે એસએમએ ગણવામાં આવશે નહીં. આ નિર્ણયના કારણે ડેવલોપર્સની પ્રોફાઈલ ઉપર અસર થશે નહીં જેનાી તેને માર્કેટમાંથી ફંડ મેળવવું સરળ થઈ જશે. વર્તમાન સમયમાં ભારતમાં ૪.૫૮ લાખ પ્રોજેકટના બાંધકામમાં અડચણ આવી છે. જેના અનુસંધાને સરકારે રીયલ એસ્ટેટ સેકટરને રાહત મળી રહે તે માટે રૂ.૨૫૦૦૦ કરોડનું વધારાનું ઈન્વેસ્ટમેન્ટ ફંડ ઉભુ કર્યું છે.

7537D2F3 4

બીજી તરફ વિશ્ર્વભરની હાઉસીંગ કંપનીઓને ભારતના લો-કોસ્ટ પ્રોજેકટસમાં રસ પડવા લાગ્યો છે. યુકેની એક કંપની દ્વારા બેંગ્લોરના જનાધાર ઈન્ડિયા ડેવલોપર્સના પ્રોજેકટમાં ઈન્વેસ્ટમેન્ટ કરવાની ઈચ્છા દાખવવામાં આવી હોવાનું સુત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. આ પ્રકારની પાર્ટનરશીપ ભારતમાં પ્રથમ વખત થઈ રહી છે. ગત જુલાઈ મહિનામાં વિશ્ર્વ બેંકની ઈન્ટરનેશનલ ફાયનાન્સ કોર્પોરેશન દ્વારા પંજાબ નેશનલ બેંક હાઉસીંગ ફાયનાન્સના લો-કોસ્ટ હાઉસીંગ સેગમેન્ટમાં ૧૦૦ મીલીયન ડોલર એટલે કે, અંદાજે ૭૦,૦૦૦ કરોડ રૂપિયા કરવાનું રોકાણ કરવાની ઈચ્છા વ્યકત થઈ હતી.

મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક અને દિલ્હીના હાઉસીંગ ડેવલોપર્સ પાસે વિદેશી મુડી રોકાણકારો જઈ રહ્યાં છે. લો-કોસ્ટ પ્રોજેકટ મોટાભાગે સરેરાશ રૂ.૧૨૦ કરોડની આસપાસ પડે છે. જેમાં ૬૦૦ થી ૮૦૦ યુનિટનું બાંધકામ થાય છે.

ભારતમાં હાલ અર્થતંત્ર મંદગતિએ વિકાસ કરી રહ્યું છે. જેના કારણે અનેક ક્ષેત્રોને માઠી અસર પહોંચી છે. બીજી તરફ રીયલ એસ્ટેટ ક્ષેત્ર એકમાત્ર એવું ક્ષેત્ર છે જ્યાં ધીમી ગતિએ સતત વિકાસ થઈ રહ્યો છે.

આવા સંજોગોમાં રીયલ એસ્ટેટ સેકટરને વધુ આગળ વધારવા સરકાર વિવિધ પગલા લઈ રહી છે. અર્થીક રીતે ઘોચમાં પડેલા પ્રોજેકટને સહારો આપવાની તૈયારી સરકારે એનબીએફસીના માધ્યમથી કરી છે. આ ઉપરાંત વિદેશી મુડી રોકાણકારો પણ ભારતના લો-કોસ્ટ પ્રોજેકટ તરફ આકર્ષાયા છે. જેનાથી રીયલ એસ્ટેટ ક્ષેત્રને બુમ મળે તેવી ધારણા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.