Abtak Media Google News

ઘરેલુ એલપીજી કે પીએનજી ગેસના ભાવમાં કોઈ ઘટાડો નહીં

મોંઘવારીના હિટવેવમાં થોડી ટાઢક આપતા સમાચારો પ્રાપ્ત  થઈ રહ્યા છે ગેસ એજન્સીઓ દ્વારા આજે 19 કિલોના એલપીજી ગેસ સીલીન્ડરનાં ભાવમાં રૂ. 171.50 નો ઘટાડો કર્યો છે. જોકે ઘરેલુ રાંધણગેસના ભાવમાં કોઈ રાહત આપવામાં આવી નથી.

ગેસ કંપનીઓ દ્વારા 12 મહિનાની  પહેલી તારીખે ગેસની કિંમતોમાં વધારો   તથા  ઘટાડાની જાહેરાત કરવામાં આવે છે. આજે સવારે  ગેસ એજન્સી દ્વારા 19કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં રૂ. 171.50નોં ઘટાડો  કરવામાં આવ્યો છે. જોકે ગૃહિણીઓને કોઈજ  રાહત આપવામાં આવી નથી એલપીજી ગેસ સીલીન્ડર અને પીએનજીનાં ભાવમાં  કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી.

આજે દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ રૂ. 1856.50, કોલકતાના રૂ. 1960.50 મુંબઈના  રૂ. 1808.50, ચેન્નાઈમાં  રૂ. 2021.50 થઈ ગયા છે.અત્રે ઉલ્લેખનીય છે કે ગત 1  એપ્રીલના રોજ પણ કોમર્શિયલ ગેસ સીલીન્ડરના ભાવમાં 91 રૂપીયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. બે મહિનામાં કોમર્શિયલ ગેસ સીલીન્ડરના  ભાવમાં  260 રૂપીયાનો ઘટાડો નોંધાયો હતો. જેના કારણે વેપારીઓને ફાયદો થયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.