Abtak Media Google News

કર્માડેક ટાપુ પર એક ભૂકંપની 20 મિનિટ પછી 5.4ની તિવ્રતાનો બીજો ભૂકંપ

ન્યૂઝીલેન્ડમાં ફરી એકવાર 7.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હોવાના અહેવાલ આવ્યા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જાહેર કર્યું છે કે વહેલી સવારે કર્માડેક ટાપુ પર 6.11 વાગ્યે આ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

માહિતી અનુસાર ભૂકંપની ઊંડાઈ 10 કિ.મી. સુધી રહી હતી. જોકે અત્યાર સુધી મોટી જાનહાનિના અહેવાલ આવ્યા નથી. પરંતુ સુનામીની આશંકા વ્યક્ત કરાઈ હતી. અગાઉ પણ ન્યૂઝીલેન્ડમાં જ આ રીતે 7થી વધુની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા અને ત્યારે પણ મોટી જાનહાનિના અહેવાલ આવ્યા નહોતા.

યુએસજીએસ અનુસાર આ ભૂકંપના લગભગ 20 મિનિટ પછી એટલે કે 6:53 વાગ્યે, કર્માડેક ટાપુએ જ ફરીથી ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.4 માપવામાં આવી હતી. આ ભૂકંપનું કેન્દ્ર જમીનની અંદર 39 કિલોમીટર ઊંડે હતું.

ન્યુઝીલેન્ડના કર્માડેક ટાપુઓ ભૂકંપનું કેન્દ્ર રહે છે. ગયા મહિને ન્યૂઝીલેન્ડમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. 16 માર્ચે અહીં આવેલા ભૂકંપની તીવ્રતા 7.0 માપવામાં આવી હતી.

બીજી તરફ અમેરિકન સુનામી વોર્નિંગ સિસ્ટમનું કહેવું છે કે, 7.3ની તીવ્રતાના ભૂકંપ બાદ આ વિસ્તારમાં સુનામીનો ખતરો છે. ભૂકંપનું મુખ્ય કેન્દ્ર કર્માડેક ટાપુઓ છે, જે ન્યુઝીલેન્ડના દરિયાકાંઠાથી લગભગ 500 માઈલ ઉત્તરપૂર્વમાં સ્થિત છે.બીજી તરફ, ન્યુઝીલેન્ડના અધિકારીઓ હાલમાં તપાસ કરી રહ્યા છે કે સુનામીની ચેતવણીનું પાલન કરવું જોઈએ કે નહીં.

નેશનલ ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સી એ ટ્વીટ કર્યું, અમે એ નક્કી કરવા માટે સંજોગોનું મૂલ્યાંકન કરી રહ્યા છીએ કે, શું એમ7.3 કર્માડેક ટાપુ ભૂકંપને કારણે સુનામી આવી છે. જે ન્યુઝીલેન્ડને અસર કરી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.