Abtak Media Google News

રબારી સમાજના ૨૦૦થી વધુ કાર્યકરો ભાજપ કાર્યાલયે આવી પહોંચ્યા: વાત રાજીનામા સુધી પહોચતા પ્રદેશ ઉપપ્રમુખ કાર્યકરોને સમજાવા દોડી આવ્યા

સુરેન્દ્રનગર દુધરેજ વડવાળા દુધરેજ સંયુક્ત નગરપાલિકા ની ચૂંટણી ૨૮મી ફેબ્રુઆરીના દિવસે યોજાનારી છે જેને લઇને સુરેન્દ્રનગર જિલ્લામાં ગઈકાલે ભાજપ પક્ષ દ્વારા ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે જેને લઇને સુરેન્દ્રનગર જિલ્લાના રાજકારણમાં ફરી એક વખત ગરમાવો આવી જવા પામ્યો છે ત્યારે સુરેન્દ્રનગર ભાજપ પક્ષ દ્વારા જે નગરપાલિકાના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે જેમાં મુસ્લિમ સમાજ અને લઘુમતી સમાજ ઉપરાંત રબારી સમાજને અન્યાય થયો હોવાના કારણે આજે વહેલી સવારે ભાજપના કાર્યાલય ખાતે આગેવાનો દોડી આવ્યા છે. અને સુરેન્દ્રનગર જિલ્લાના રબારી સમાજના આગેવાનો પણ ભાજપ કાર્યાલય ખાતે દોડી આવી અને રાજીનામાં આપવા સુધીની વાત પહોંચી જવા પામી છે ત્યારે આ બાબતની ભાજપના પ્રદેશ ઉપપ્રમુખ વર્ષાબેન દોશી ને જાણ થતા તાત્કાલીક પણ એ વર્ષાબેન દોશી ધારાસભ્ય ધનજીભાઇ પટેલ સહિતના કાર્યકરો દોડી આવ્યા છે અને દિગ્ગજ નેતાઓ પણ દોડી આવ્યા છે ત્યારે રબારી સમાજના આશરે ૨૦૦થી વધુ કાર્યકરો રાજીનામાં આપવા આજે ભાજપ પાર્ટીના કાર્યાલય પહોંચતા રાજકારણમાં ફરી એક વખત ગરમાવો આવવા પામ્યો છે.  ત્યારે ગઈકાલે છે ભાજપ પક્ષ દ્વારા યાદી જાહેર કરવામાં આવી હતી જેમાં લઘુમતી સમાજના મુસ્લિમ અને રબારી સમાજ ની ઘોર અન્યાય થવા પામ્યો છે એ પણ રબારી સમાજ અને મુસ્લિમ સમાજના ભાજપના આગેવાનોને પાલિકામાં ટિકિટ આપવામાં આવી નથી જેને લઈને રાજકારણમાં ગરમાવો આવી જવા પામ્યો છે અને મુસ્લિમ અને રબારી સમાજમાં રોષની લાગણી વ્યાપી જવા પામી છે મોટી સંખ્યામાં  રબારી સમાજ અને માલધારી સમાજના આગેવાનો કાર્યાલય ખાતે આવી પહોંચ્યા છે અને રાજીનામાં આપવા સુધી વાત હાલમાં ફેલાઈ જવા પામી છે. ત્યારે ૫૨ સીટો પર ગઇકાલે નગરપાલિકાના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે તેમાં રબારી સમાજ અને મુસ્લિમ સમાજના એક પણ કાર્યકર્તાને ટિકિટ આપવામાં આવી નથી જેને લઇને રોષની લાગણી વ્યાપી જવા પામી છે અને વહેલી સવારે ભાજપ કાર્યાલય ઉપર રાજીનામું આપવા માટે રબારી સમાજના આગેવાનો પહોંચી જવા પામતા રાજકારણમાં ગરમાવો આવી જવા પામ્યો છે ત્યારે હાલમાં ભાજપના દિગ્ગજ નેતાઓ રબારી સમાજના આગેવાનોને સમજાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.