Abtak Media Google News

હિરાની અછત સર્જાતા બોટાદ ભાવનગર થી સુરત જતા હીરા ઘસુ અને પંદર દિવસની રજા ઉપર મોકલી દેવાયા

રશિયા યૂક્રેન વચ્ચે જે યુદ્ધની સ્થિતિ સર્જાઇ છે તેનાથી સમગ્ર વિશ્વના ઉદ્યોગોને ઘણી માંથી અસરનો સામનો પણ કરવો પડ્યો છે એટલું જ નહીં બંને દેશો વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાતા હીરામાં તથા શત સર્જાઈ છે પરિણામે સુરતમાં હીરા ઘસો હો ને પંદર દિવસ ની રજા ઉપર મોકલી દેવામાં આવ્યા છે.
હીરા ઘસુ ઓ માત્ર સુરતના જ નહીં પરંતુ બોટાદ ,ભાવનગર, અમદાવાદ ,નવસારીના હોવાથી તેમના ભવિષ્ય ઉપર ખતરો સર્જાયો છે. ત્યારે સૌથી મોટો પ્રશ્ન પણ ઉભો થયો છે કે યુદ્ધ નો રેલો હીરાઘસુઓના ઘરે પહોંચ્યો છે અને હીરાઘસુઓ બેકાર ન થાય તેના માટે સરકાર જો તેમનો હાથ જાલ્સે ખરા ?
અમેરિકાએ 30% જે વિશ્વ અને પૂરા પાડતા રફ ડાયમંડ છે તેની નિકાસ ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે. જેની સીધી અસર સ્થાનિક બજારો ઉપર પણ જોવા મળી રહી છે. ગુજરાતની વાત કરવામાં આવે તો સુરત એકમાત્ર એવું જિલ્લો છે જે હીરા ક્ષેત્રે ખૂબ મોટા કાર્યો હાથ ધરે છે અને દેશની અર્થવ્યવસ્થા માટે અત્યંત મદદરૂપ પણ સાબિત થાય છે. અમેરિકાના એલરોસા તરફથી સિધાજ સુરત ખાતે રફ ડાયમંડ પહોંચાડવામાં આવે છે જ્યાં તેનું કટિંગ અને પોલિશિંગ કરવામાં આવતું હોય છે પરંતુ હાલ છે હીરામાં અછત સર્જાય છે તેને ધ્યાને લઇ સમગ્ર સુરતમાં તેરી માઠી અસર જોવા મળી રહી છે અને હીરાઘસુઓ ના ભવિષ્ય ઉપર પ્રશ્નાર્થ સર્જાયો છે.
હીરાની અછતના કારણે  સુરતના હીરા વેપારીઓએ હીરા ઘસુઓ ને પંદર દિવસની રજા આપવાનો નિર્ણય લીધો છે. તુ આ સ્થિતિ જો 15 દિવસ સુધીમાં નહીં સુધરે તો તેની ઘણી માઠી અસર જોવા મળશે અને હીરાઘસુઓ માટે ચિંતાના વાદળો પણ સર્જાયા છે.
કોરોના પછી બજાર રાબેતા મુજબ સ્થિર થઈ હતી ત્યાં રશિયા યૂક્રેન વચ્ચે યુદ્ધ થયું છે તેનાથી ઘણા પ્રશ્નો પણ ઊભા થયા છે અને આજ સુધી આગામી સમયમાં નહીં રહે તો ઘણા ખરા અંશે આર્થિક નુકશાની પણ વેઠવી પડશે. ત્યારે આ તમામ સ્થિતિને ધ્યાને લઇ હીરા ઘસુ હોય મુખ્યમંત્રીને આજીજી કરી હતી અને નાણાંકીય સહાય પૂરી પાડવા માટે માંગ પણ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.