Abtak Media Google News

પેનલની સ્થાપના થતાં ઝડપભેર નિર્ણય લેવાશે

જે સમયે ભારત દેશમાં રેરા ને મંજૂરીની મહોર લગાવવામાં આવી હતી તે સમયથી ઘણા પ્રશ્નો ઉદભવી ખાઇ રહ્યા છે ત્યારે હવે સરકાર પેનલની સ્થાપના કરવા જઈ રહ્યું છે જેથી રેરાનું યોગ્ય રીતે પાલન થઈ શકે. બીજી તરફ સરકારનો મુખ્ય હેતુ એ છે કે હાલના ને લઈ જે વિટંબણાઓ રિયલ એસ્ટેટ ક્ષેત્ર સાથે સંકળાયેલા બિલ્ડરોમાં જોવા મળી રહી છે તે ન થાય અને ઝડપભેર તેમના પ્રશ્નોનું નિવારણ આવી શકે.

રેરાની અમલવારી ઘર ખરીદનાર લોકો માટે અમલી બનાવવામાં આવ્યું હતું. આ તકે સરકાર દ્વારા જે પેનલની રચના કરવામાં આવશે તેમાં સ્ટેટ ઓથોરિટી દ્વારા જે પણ ઓર્ડર પાસ કરવામાં આવેલા હોય તેની ગંભીરતાથી નોંધ લેવાશે અને યોગ્ય લોકો સુધી તે માહિતી પણ પહોંચાડવામાં આવશે બીજી તરફ રાજ્ય સરકાર પણ આ મુદ્દે વિવિધ ઇનપુટ પણ આપી શકશે જેથી ઘર ખરીદનાર લોકો માટે સહમત જળવાઈ રહે અને કોઈપણ અગવડતા નો સામનો બિલ્ડરે પણ ન વેઠવો પડે.

રેરા ઓથોરિટી દ્વારા અનેક ઓર્ડરો લોકોના હિતમાં હોય તે બહાર પાડવામાં આવેલા છે પરંતુ હજુ સુધી તેની અમલવારી થઇ શકે નથી આ તમામ મુદ્દાઓ ચર્ચામાં આવતાં સરકાર દ્વારા પેનલનું ગઠન કરવામાં આવશે આ તમામ મુદ્દે ગંભીરતાપૂર્વક ધ્યાન કેન્દ્રિત કરશે.

બીજી તરફ આ પેનલનું મુખ્ય કામ પણ એ છે કે ઓર્ડર આપ્યા બાદ તેની અમલવારી ઝડપથી કરવામાં આવે હાલના સાંપ્રત સમયમાં ઘણા ખરા ઓર્ડરો કરી દેવામાં આવ્યા છે પરંતુ તેની જે યોગ્ય અમલવારી થવી જોઈએ તે થઈ શકી નથી ત્યારે હવે જે પેનલનું ગઠન કરવામાં આવશે તેનાથી જે નિવેડો લાવવા માટેનો જ સમય વ્યર્થ થતો હતો તે હવે નહીં થાય અને તેનો ફાયદો ઘર ખરીદનારાઓની સાથે બિલ્ડરોને પણ મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.