Abtak Media Google News

સેક્રેટરીયેટ તથા સરકારી વિભાગોમાં કાર્ય કરતા કર્મચારીઓને અડધો ગ્લાસ પાણી જ આપવામાં આવશે

જળ એ જીવન સુત્રને સાર્થક કરતાં ઉતરપ્રદેશનાં કહી શકાય કે યોગી સરકારે પાણી બચાવો માટે એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે અને હિમાયત કરી છે કે, સેક્રેટરીયેટ તથા સરકારી વિભાગોમાં કાર્ય કરતા કર્મચારીઓને અડધો ગ્લાસ પાણી આપવામાં આવે જો તેઓને વધુ પાણીની માંગ હોય તો તેઓને વધુ પાણી મળી શકશે. ઓર્ડરમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, રાજયનાં મુખ્ય સચિવ પ્રદિપ ડુબેએ એસેમલી સ્પીકરને માહિતી આપતાં જણાવ્યું હતું કે, પાણીનો બચાવ અને હાલ જે પાણીની સ્થિતિ ઉદભવિત થઈ છે તેનાથી બચવા માટે સરકાર દ્વારા આ પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.

પ્રારંભિક ધોરણે સેક્રેટરીયેટ ઓફિસમાં અડધો ગ્લાસ મુકવામાં આવશે. યુ.પી. સરકાર દ્વારા કરવામાં આવેલા સર્વેમાં સ્પષ્ટપણે જાણવામાં આવ્યું છે કે, આખો પાણીનો ગ્લાસ જયારે ભરવામાં આવે છે ત્યારે કોઈપણ અધિકારી તે પુરો ગ્લાસ પાણી પીતા નથી જેથી પાણીનો જે બગાડ થાય છે તે ન થાય તેનાં માટે ઉદાહરણરૂપે યુ.પી.ની સરકારી કચેરીઓમાં અડધો ગ્લાસ પાણી આપવાની હિમાયત યોગી સરકાર દ્વારા કરવામાં આવી છે જેનો અમલ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. જો પાણીનો બચાવ થશે તો તે જરૂરીયાતમંદ લોકોને મળી શકશે જેનાં ફળ સ્વરૂપે યુ.પી. સરકાર દ્વારા આ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.