Abtak Media Google News

હિંદ મહાસાગરમાં ચીનની વધતી ઘૂસણખોરી વચ્ચે ભારતીય નૌકાદળ તેની દરિયાઈ ક્ષમતાને વધારવા માટે કાલે આઈએનએસ ઈમ્ફાલને તરતું મુકવાનું છે. આઈએનએસ ઇમ્ફાલને મુંબઇ ડોકયાર્ડમાંથી સમુદ્રમાં ઉતારવામાં આવશે.  આ દરમિયાન રક્ષા મંત્રી રાજનાથ સિંહ હાજર રહેશે.  આ પછી યુદ્ધ જહાજ વેસ્ટર્ન નેવલ કમાન્ડમાં જોડાશે.

75 ટકા સ્વદેશી મટીરીયલ્સથી યુદ્ધ જહાજનું નિર્માણ, મુંબઇ ડોકયાર્ડથી સમુદ્રમાં ઉતર્યા બાદ તે વેસ્ટર્ન નેવલ કમાન્ડમાં જોડાશે

આ યુદ્ધ જહાજને 20 ઓક્ટોબર 2023ના રોજ બંદર અને સમુદ્રમાં પરીક્ષણ કર્યા બાદ ભારતીય નૌકાદળને સોંપવામાં આવ્યું હતું.  ઈમ્ફાલ એ પહેલું યુદ્ધ જહાજ છે જેનું નામ ઉત્તર પૂર્વના કોઈ શહેર પર રાખવામાં આવ્યું છે.  રાષ્ટ્રપતિએ આ માટે 16 એપ્રિલ 2019ના રોજ મંજૂરી આપી હતી. આ વિનાશક યુદ્ધ જહાજ સપાટીથી સપાટી પર બ્રહ્મોસ, એન્ટિશિપ સેન્સર્ડ મિસાઇલ, આધુનિક શસ્ત્રો, સર્વેલન્સ રડાર, 76 એમએમ રેપિડ માઉન્ટ ગન, એન્ટી સબમરીન અને ટોર્પિડોથી સજ્જ છે.  ઇમ્ફાલનું નિર્માણ સંરક્ષણ મંત્રાલયના મુંબઈ સ્થિત શિપયાર્ડ મઝાગોન ડોકશિપ બિલ્ડર્સ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું હતું.

તેના નિર્માણમાં સ્વદેશી સ્ટીલ ડીએમઆર 249એનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેનો અર્થ છે કે તેમાંથી 75% સંપૂર્ણપણે સ્વદેશી છે. આઈએનએસ ઇમ્ફાલ વિશાખાપટ્ટનમ કેટેગરીના ચાર વિનાશક યુદ્ધ જહાજોમાંથી ત્રીજું છે, જેને ભારતીય નૌકાદળની આંતરિક સંસ્થા વોરશિપ ડિઝાઇન બ્યુરો દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે.

ઈમ્ફાલના નિર્માણ અને પરીક્ષણમાં લાગતો સમય એ કોઈપણ ભારતીય વિનાશક યુદ્ધ જહાજને બનાવવામાં સૌથી ઓછો સમય લાગે છે.  ઇમ્ફાલનો શિલાન્યાસ 19 મે 2017 ના રોજ કરવામાં આવ્યો હતો અને જહાજ 20 એપ્રિલ 2019 ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે આ યુદ્ધ જહાજની ડિઝાઇન ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ ડિઝાઇન બ્યુરો દ્વારા તૈયાર કરવામાં આવી છે. ભારતમાં બનેલું આ જહાજ વિશ્વના આધુનિક યુદ્ધ જહાજોમાંનું એક છે. આ જહાજમાં એમઆર સેમ,બ્રહ્મોસ એસએસએમ, ટોરપેડો ટ્યુબ લોન્ચર્સ, એન્ટી સબમરીન રોકેટ લોન્ચર્સ અને 76એમએમ એસઆરજીએમ સહિતની સુવિધાઓથી છે હવે આ યુદ્ધ જહાજ હિન્દ મહાસાગરમાં દેશની સુરક્ષાને સઘન બનાવશે.

આઈએનએસ ઇમ્ફાલમાં આટલી સુવિધાથી સજ્જ

  • 57 ફૂટ ઊંચાઈ
  • 535 ફૂટ લંબાઈ
  • 7400 ટન વજન
  • 56 કિમિ પ્રતિ કલાકની સ્પીડ
  • 42 દિવસ સમુદ્રમાં રહી શકે
  • 300 નૌ સૈનિકો માટે વ્યવસ્થા
  • 32 બરાક 8 મિસાઈલ
  • 16 બ્રહ્મોસ એન્ટી શિપ મિસાઈલ
  • 2 એન્ટી સબમરીન રોકેટ લોન્ચર્સ
  • 2 ધ્રુવ અને સી કિંગ હેલિકોપ્ટર તૈનાત

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.