Abtak Media Google News

કેન્દ્ર તથા રાજય સરકારની જનકલ્યાણલક્ષી યોજના લોકો સુધી પહોંચાડો

ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં ભાજપને ઐતિહાસિક વિજય અને ગોવા, મણીપુરમાં સત્તા મળ્યા પછી હવે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ માટે ફૂલ કમાન્ડમાં આવી ગયા છે. ભાજપના ભવ્ય વિજય બાદ પ્રમ વખત રાષ્ટ્રીય અધ્યક્ષ આગામી ૨૯ માર્ચે ગુજરાત આવી રહ્યા છે. લાંબા સમયી પાટીદાર આંદોલન, દલિત આંદોલન સહિતના સામાજિક આંદોલનોથી ડહોળાયેલા વાતાવરણ તેમજ લાંબા સમયી સત્તામાં રહેવાી ઊભી યેલી એન્ટી ઇન્કમ્બન્સીની સ્િિતને હવે ભાજપ ચાર રાજ્યોના વિજયના ઉત્સાહી ભૂંસવા માટે સજ્જ બન્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે તમામ સાંસદોને પોતાના મતવિસ્તારમાં વધુને વધુ પ્રવાસ ખેડી સામાન્ય નાગરિકો સુધી કેન્દ્ર અને રાજ્ય સરકારોની જનકલ્યાણની યોજનાઓ, કાર્યક્રમોને પહોંચાડવા માટે પ્રયત્નો કરવા જણાવ્યું છે.

સામાન્ય પરંપરા પ્રમાણે સંસદના બજેટ સત્ર વખતે વડાપ્રધાન અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ દરેક રાજ્યના સાંસદોને અલગ અલગ ગ્રુપમાં મળતા હોય છે. ગઇકાલે ઉત્તરપ્રદેશના સાંસદો સો બેઠક યોજ્યા બાદ ગુજરાત, દીવ, દમણ, આંદામાન, ગોવાના મળીને લગભગ પચાસી વધુ સાંસદો સો બેઠક યોજી હતી. આ બેઠકમાં વડાપ્રધાને સાંસદોને તેમના મતવિસ્તારમાં વધુને વધુ પ્રવાસ ખેડી પક્ષના સંગઠનના નેટવર્કી કેન્દ્ર તા ગુજરાત, ગોવામાં ભાજપની સરકારોએ જાહેર કરેલી લોક કલ્યાણની યોજનાઓને લોકો સુધી પહોંચાડવા પર ભાર મુક્યો હતો. તેમણે કહ્યું કે, તમારા પૈકી ઘણાં એકી વધુ વખત સાંસદ રહી ચૂક્યા છે ત્યારે સરકારની યોજનાઓના અમલમાં ક્યાંય ખામી રહેતી હોય કે મુશ્કેલી જણાતી હોય તો પણ ધ્યાન ઉપર મુકવી જોઇએ.

વડાપ્રધાને દરેક સાંસદને દેશમાં લાગુ વા જઇ રહેલા ગુડ્ઝ અને સર્વિસ ટેક્સ(જીએસટી)ના મુદ્દે વેપારી, ઉદ્યોગ જગતમાં વધુનેવધુ જાગૃતિ આવે, તેમને કાયદાની બાબત સરળતાી સમજાવી આ ટેક્સ રિજિમને અપનાવવા તૈયાર કરવા કવાયત કરવા પર ભાર મુક્યો હતો. આ જ રીતે ડો.આંબેડકર જયંતિના દિવસે બંધારણના ઘડવૈયાને અંજલિ આપવા માટે એક અનોખો કાર્યક્રમ તેમણે સૂચવ્યો હતો. કેન્દ્ર સરકારે લેશકેશ માટે જનતાને ઉપયોગી ઇ શકે તેવી ભીમ એપ લોંચ કરી છે. આ એપ દરેક સાંસદ પોતાના મતવિસ્તારમાં દરેક વેપારી ડાઉનલોડ કરી જનતા સો એપ મારફતે જ વ્યવહાર કરી રોકડનો આગ્રહ ઘટાડે તેવી જાગૃતિ લાવવા પ્રયાસ કરવા સૂચન કર્યું હતું.

અગાઉ ભાજપની બેઠકમાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ૬ એપ્રિલને ભાજપના સપના દિની ૧૪ એપ્રિલને ડો.આંબેડકર જયંતિ દરમિયાન દરેક સાંસદોને તેમના મતવિસ્તારમાં બુ સ્તર સુધી ત્રણ ત્રણ દિવસનો પ્રવાસ કરી લોકો સોનો સંપર્ક સેતુ વધારવા, કાર્યકરો સો સંવાદ કરવા જણાવ્યું હતું. દરેક સાંસદે ત્રણ દિવસ પોતાના મતવિસ્તારના બુ સ્તરે તેમજ પછીના ત્રણ દિવસ અન્ય મતવિસ્તારમાં જઇને પક્ષ દ્વારા અપાનારી સૂચના મુજબ કાર્યક્રમો યોજવા સૂચના આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.