કેન્દ્રિય કેબિનેટની સાંજે બેઠક: મંત્રી મંડળમાં થશે ફેરફાર

modi | manhar parikar | pm | government

મનોહર પાર્રિકર ગોવાના મુખ્યમંત્રી બનતા કેન્દ્રીય મંત્રી મંડળમાં ધડમૂળથી ફેરફાર કરાશે: નવા રાષ્ટ્રપતિના નામ અંગે પણ કેબીનેટ બેઠકમાં ચર્ચાની સંભાવના

નવી દિલ્હી

સંરક્ષણ મંત્રી મનોહર પાર્રિકરને ગોવાના મુખ્યમંત્રી બનાવવામાં આવતા કેન્દ્રીય મંત્રી મંડળમાં ફરી એકવાર મોટા પાયે ફેરફાર કરવામાં આવશે. દરમિયાન આજે સાંજે ૬.૩૦ કલાકે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના અઘ્યક્ષસ્થાને કેબીનેટની બેઠક મળશે. જેમાં મંત્રીમંડળના વિસ્તરણ અને કેબીનેટમાં ફેરફાર અંગે ચર્ચા કરવામાં આવશે.

પાંચ રાજ્યોમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં પંજાબને બાદ કરતા ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, મણીપુર અને ગોવામાં ભાજપની સરકાર બનતા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ ૨૦૧૯માં યોજાનારી લોકસભાની ચૂંટણી પર ઘ્યાન કેન્દ્રીત કર્યુ છે.

સંરક્ષણ મંત્રી મનોહર પાર્રિકરને ગોવાના મુખ્યમંત્રી બનાવવામાં આવતા હવે કેન્દ્રમાં સંરક્ષણ મંત્રીનું સ્થાન ખાલી પડ્યું છે. આટલુ જ નહીં દેશના વર્તમાન રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીની મુદત જુલાઇ માસમાં પૂર્ણ થઇ રહી છે. તેઓના સ્થાને નવા રાષ્ટ્રપતિ પદ માટે વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ અને ઉપ રાષ્ટ્રપતિ પદ માટે નાણા મંત્રી અ‚ણ જેટલીનું નામ ચર્ચામાં છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી કેન્દ્રીય કેબીનેટમાં જડમૂળથી ફેરફાર કરવાના મૂડમાં છે.

આજે સાંજે ૬.૩૦ કલાકે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની અઘ્યક્ષતામાં કેન્દ્રીય કેબીનેટની બેઠક મળશે. જેમાં મનોહર પાર્રિકરના સ્થાને નવા સંરક્ષણ પ્રધાન કોને બનાવવા સહિતના મુખ્ય મુદ્દાઓની ચર્ચા કરવામાં આવશે. કેબીનેટ બેઠકમાં નવા રાષ્ટ્રપતિના નામ પર ચર્ચા કરવામાં આવે તેવી શક્યતા નકારી કઢાતી નથી. વિદેશમંત્રી સુષ્મા સ્વરાજની તબિયત છેલ્લા ઘણા સમયથી બરાબર રહેતી નથી. આવામાં તેઓની પાસેથી વિદેશ મંત્રાલય પરત લઇ લેવામાં આવે તેવી અટકળો પણ ચાલી રહી છે.

પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામો બાદ કેન્દ્રીય કેબીનેટ ઉપરાંત ભાજપના સંગઠન માળખામાં પણ મોટાપાયે ફેરફારો તોળાય રહ્યા છે. કેબીનેટમાં ફેરફાર કરાયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ભાજપના રાષ્ટ્રીય અઘ્યક્ષ અમીત શાહ સંગઠન માળખામાં પણ ફેરફાર કરવાનો મુદ્દો હાથ પર લેશે.