Abtak Media Google News

ઈરડા દ્વારા વીમા કંપનીઓને આરોગ્ય વીમા ક્લેમના સેટલમેન્ટમાં પારદર્શકતા લાવવા તાકીદ

વીમા ક્ષેત્રમાં નિયંત્રક તરીકે જવાબદારી નિભાવતા ઇરડાએ તમામ ઈન્સ્યુરન્સ કંપનીઓને આરોગ્ય વીમા ક્લેમના સેટલમેન્ટ માટે પારદર્શકતા લાવવા તાકીદ કરી છે. પોલીસી ધારકોને વીમાનો ક્લેમ કેમ નથી અપાયો તેની સ્પષ્ટતા કરવા પણ આદેશ આપ્યો છે.

વીમા કંપનીઓએ હવે ક્લેમને નામંજૂર કરતાં પહેલા કારણોની સ્પષ્ટતા કરવી પડશે. આ ઉપરાંત પોલીસી ધારકોને ક્લેમ માટેની કાર્યવાહી કયા તબક્કામાં છે? તે પણ દર્શાવવું પડશે. પોલીસી ધારકો એકંદરે પોતાના ક્લેમના સ્ટેટસને ટ્રેક કરી શકશે. આ માટે વેબસાઈટ પોર્ટલ અથવા તો એપ્લિકેશનમાં વ્યવસ્થા ગોઠવવી પડશે.

ઇરડાએ એમ પણ કહ્યું છે કે, કલેમની પ્રક્રિયા દરમિયાન ધારણાઓ આધારિત નિર્ણયો લેવા જોઈએ નહીં. વીમા ધારકને પેમેન્ટ, નામંજૂર રકમ, અને નામંજૂર થવાના કારણો સહિતની વિગતો આપવી પડશે.

ઈરડા દ્વારા વિમા કંપનીઓ માટે કરાયેલા સૂચનો એકંદરે વિમાધારકો માટે લાભદાયી નિવડશે વિમાધારકોની મુંઝવણો આ સૂચનનો કારણે દૂર થશે.

ઇરડાએ આપેલા આદેશો

  • * ધારણાઓના આધારે ક્લેમ ફગાવાય નહિ તે સુનિશ્ચિત કરો
  • * વીમા ધારકને ક્લેમની પ્રોસેસ ક્યાં પહોંચી છે તેના દરેક તબક્કાની વિગતો આપો
  • * વેબસાઈટ, પોર્ટલ કે એપ્લિકેશન દ્વારા સ્ટેટસ જાણી શકાય તેવી વ્યવસ્થા ગોઠવો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.