Abtak Media Google News

નાણાંકીય ખાદ્ય સરભર કરવા સરકાર વધુ નોટો છાપવાનું જોખમ નહીં લે: ફુગાવો વધે નહીં અને ફીસ્કલ ડિફીસીટ સંતુલીત રહે તે માટે કેન્દ્ર સરકાર ઉંધા માથે

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ગઈકાલે રેપોરેટને યથાવત રાખવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણયથી બજારમાં નાણાકીય ખાદ્યમાં સંતુલન જાણવવામાં મહદઅંશે સફળતા મળશે તેવું ફલીત થઈ રહ્યું છે. બીજી તરફ સરકારે રોકડ અનામત રેશિયો ૪ ટકા સુધી ઘટાડયો છે. આ નાણા છૂટા થશે એટલે રીયલ એસ્ટેટ સેકટરમાં વાપરમાં આવશે તેવું માનવામાં આવે છે. કેશ રિઝર્વ રેશિયો ૪ ટકા સુધી ઘટાડવામાં આવતા રૂા.૧ લાખ કરોડનું ભંડોળ રિયલ એસ્ટેટ સેકટરમાં ઠલવાશે. આ સેકટરમાં લીકવીડીટીનો પ્રશ્ન ઉકેલાશે તેવી આશા રાખી શકાય.

વર્તમાન સમયે કેન્દ્ર સરકારે નાણાકીય ખાદ્યને પહોંચી વળવા માટે બજારમાંથી કોઈને કોઈ રીતે નાણા ઉપાડવાની તૈયારી કરી છે. સરકાર નવા નાણા છાપવા તૈયાર નથી. સરકાર એક તરફ નાણાકીય ખાદ્યને ઓછી કરવા ચિંતીત છે. સરકારે આ બજેટમાં ૩.૮ ટકા નાણાકીય ખાદ્યનો અંદાજ રાખ્યો છે. ગત વર્ષે આ ખાદ્યનો અંદાજ ૩.૩ ટકા આંકવામાં આવ્યો હતો. અલબત અર્થતંત્રના વિકાસ દર સાથે નાણાકીય ખાદ્ય સીધી સંકળાયેલી હોવાના કારણે સરકારે રેપોરેટને યથાવત રાખવાનો નિર્ણય લીધો છે.

કેન્દ્ર સરકાર બજારમાં તરલતા જળવાઈ રહે તે માટે યેનકેન પ્રયત્નો કરી રહી છે. જેના અનુસંધાને સરકારે રોકડ અનામત રેશિયો ૪ ટકાના દરે ઘટાડયો છે. આ સાથે જ લોંગટર્મ માટે રૂા.૧ લાખ કરોડ જેવડું તોતીંગ ભંડોળ બેંકોને પૂરું પાડવામાં આવશે આ સસ્તા વ્યાજે રહેશે. વર્ષ ૨૦૨૦ની જાન્યુઆરી ૨૧થી જુલાઈ ૩૧ દરમિયાન આપવાની થતી રિટેલ લોનમાં આ ભંડોળ વાપરી શકાશે. એકંદરે આ નિર્ણયી ઓટો હાઉસીંગ અને નાના ઉદ્યોગો માટેની લોન સસ્તી થશે. તાજેતરમાં સરકારે ફિસ્કલ રિસ્પોન્સીબીલીટી એન્ડ બજેટ મેનેજમેન્ટ (એફઆરબીએમ) એકટ હેઠળ આગામી સમયનો નાણાકીય ખાદ્યનો રોડમેપ તૈયાર કર્યો છે. ફૂગાવો વધે નહીં તે માટે સરકારે નવી નોટો છાપીને નાણાકીય ખાદ્ય સરભર નહીં થાય તેવું ચોખ્ખુ જણાવી દીધું છે. આવા સંજોગોમાં નવી નોટો છાપવામાં નહીં આવે અને ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે નાણાકીય ખાદ્ય ઉંચી રહેશે તો સરકાર પૈસા ડાયરેકટ ટેકસના સમાધાન અને મિલકતોના ખાનગીકરણથી નાણાકીય ખાદ્યને સંતુલીત કરશે તેવું નિષ્ણાંતોનું માનવું છે. એક રીતે સરકાર પોતાની હુંડી લોકો પાસેથી લેશે અને લોકોને લાંબાગાળે પરત પણ આપી દેશે. જો કે સરકારે તાજેતરમાં લીધેલા પગલા થોડા અંશે જોખમી જણાય રહ્યાં છે.

સતત રેપોરેટ બદલવા માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ભણેલા નનૈયા પાછળ અનેક કારણો જવાબદાર છે. જેમાં ફિસ્કલ ડિફીસીટ અને કેશ રિઝર્વ રેશિયામાં ફેરફાર માટે વર્તમાન સંજોગો અનુકુળ ન હોવાનું પણ જાણવા મળે છે. એક રીતે સરકાર ભારતીય બજારમાં કોઈને કોઈ રીતે નાણા ઠાલવવા માંગે છે. બીજી તરફ સરકારને પોતાને પણ નાણાકીય ખાદ્ય બુરવા નાણાની તાતી જરૂરીયાત છે. જેથી દેશમાં વધુને વધુ વિદેશી મુડી રોકાણકારો આકર્ષાય તે માટે સરકારે નજર દોડાવી છે.

દેશની ઈકો સીસ્ટમમાં આવક અને જાવક વચ્ચે રહેલું અસંતુલન સરકાર માટે માાનો દુ:ખાવો બની ગયું છે. છેલ્લા ૧૦ વર્ષમાં નાણાકીય ખાદ્ય અને અર્થતંત્રના વિકાસ દર વચ્ચે જોવાતી અસમતુલા ચિંતાનો વિષય છે. સરકાર નિકાસના માધ્યમથી વિદેશમાંથી નાણા ભંડોળ લાવવા થો ડા અંશે સફળ રહી છે પરંતુ સામાપક્ષે ભારતમાં આયાતનું પ્રમાણ સતત વધી રહ્યું છે. આયાત ઉપર અંકુશ રાખી નિકાસને વધારવાનો કપરો લક્ષ્યાંક સરકાર સામે છે. નિકાસને વધારવા માટે સરકારે વિવિધ કરવેરામાં રાહત આપવા સહિતની જાહેરાત તરીકે બીજી તરફ આયાતને અંકુશમાં લેવા માટે સરકારે આયાતી વસ્તુઓ પર કરબોજ પણ નાખવાનો પ્રયોગ કર્યો છે જે ઘણા અંશે સફળ રહ્યો છે.

7537D2F3 5

હોમ, ઓટો અને સ્મોલ બિઝનેસ લોન સસ્તી થશે

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનીટરી પોલીસી કમીટી દ્વારા તાજેતરમાં વ્યાજદર યાવત રાખવાનો નિર્ણય લેવાયો હતો. પરંતુ મોનીટરી પોલીસીમાં કેટલાક ફેરફારના પરિણામે આગામી સમયમાં હાઉસીંગ, ઓટો અને સ્મોલ બિઝનેશ માટેની લોન સસ્તી થશે તેવું જાણવા મળી રહ્યું છે. ગઈકાલે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ચાલુ નાણાકીય વર્ષની છેલ્લી મોનીટરી પોલીસી જાહેર થઈ હતી. જેમાં વ્યાજદર તો યથાવત રાખવાનો નિર્ણય લેવાયો હતો પરંતુ બજેટમાં થયેલા ફેરફારના કારણે આગામી સમયમાં હાઉસીંગ ફોર ઓલ માટે માર્ગ મોકળો થયો છે. આ સાથે જ ઓટો સેકટર અને નાના વ્યાપાર માટેની લોન ઝડપી મળશે તેવું જાણવા મળે છે. નાણાકીય વર્ષમાં એકાએક વ્યાજદરમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવાયો નથી. ત્યારે લોન મેળવવા પાછળનો ખર્ચ સરકારની પોલીસીના કારણે ઘટી જશે તેવું માનવામાં આવ્યું છે. સરકારના નિર્ણયોની અસર બજાર પર પોઝીટીવ પડશે તેવું નિષ્ણાંતોનું કહેવું છે. વર્તમાન સમયે ધીરાણ માટે સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયો લાંબાગાળા અર્થતંત્રને ફાયદો પહોંચાડશે જેની સાથો સાથ લોકોને લોન મેળવવામાં પણ સરળતા રહેશે તેવું માનવામાં આવે છે.

કેસ રિઝર્વ રેશિયો એટલે શું?

બેન્કિંગ સેકટર સાથે સંકળાયેલા અનેક સવાલો એવા છે જેના જવાબ સામાન્ય લોકોને ખબર નથી હોતી. કેસ રિઝર્વ રેશીયો શબ્દ અવાર-નવાર સાંભળવા મળે છે પરંતુ તેનો મુળ ખ્યાલ ઘણા લોકોને ખબર નથી. બેંકો પોતાની પાસે આવેલી રકમનો એક ચોક્કસ હિસ્સો સાઈડમાં રાખે છે. જેને કેસ રિઝર્વ કહેવામાં આવે છે. કોઈ બેંકમાં કેશ રિઝર્વનો રેશિયો કેટલો હશે તેનું પ્રમાણ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા નક્કી કરે છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા મોનીટરી પોલીસીની મીટીંગ સમયે સમયાંતરે આ બાબત નક્કી કરવામાં આવે છે. આપણે કેશ રિઝર્વ રેશિયો સમજવા એક સાદુ ઉદાહરણ લઈએ તો બેંકમાં જમા યેલા ૧૦૦ માંથી ૩૦ રૂપિયા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની નિયમ મુજબ અલગી રિઝર્વ રાખવા પડે છે. આ નાણા આપત્તી સમયે કામ આવે છે. ઉપરાંત બજારમાં નાણાની તરલતા જાળવવા માટે પણ રિઝર્વને છુટુ કરવાનો નિર્ણય લેવાતો હોય છે. એકંદરે રિઝર્વ થયેલી કેશ બજારમાં તરલતાનું નિયંત્રણ રાખવામાં મદદરૂપ થાય છે. ક્યારેક એવું બને કે એક સાથે અનેક લોકો પૈસા ઉપાડવા બેંકે પહોંચી જાય. આવી સ્થિતિમાં બેંકોને મુશ્કેલી ન સર્જાય તે માટે પણ કેસ રિઝર્વ રેશિયો મહત્વનો ભાગ ભજવે છે.

શેરબજાર શા માટે વધ્યું?

બજેટ જાહેર થયું તે દિવસે શેરબજારમાં એકાએક ૧૦૦૦ પોઈન્ટથી વધુનો કડાકો બોલી ગયો હતો. આ કડાકા પરીથી બજારને બજેટ માફક ન આવ્યું હોવાનું સંદેશો ગયો હતો. પરંતુ છેલ્લા ચાર દિવસથી બજાર સતત ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યું છે. જેના પરથી બજેટમાં કેન્દ્ર સરકારે કરેલી જોગવાઈ લાંબાગાળે અર્થતંત્ર માટે ફાયદાકારક હોવાનું ફલીત થઈ રહ્યું છે. શનિવારે બજાર ધરાશાયી થયા બાદ સોમ, મંગળ, બુધ, ગુરૂવારે બજાર ગ્રીન ઝોનમાં ટ્રેડ થયું હતું. આ લખાય છે ત્યારે પણ બજારમાં મહદઅંશે લેવાલી જોવા મળે છે. જો કે, અગાઉના ચાર દિવસમાં બજાર ઉંચુ રહ્યાં બાદ આજે પ્રોફીટ બુકિંગના કારણે કસ્મકસનો માહોલ સર્જાયો છે. આ લખાય છે ત્યારે બજાર ૧૦૨ પોઈન્ટના કડાકા સાથે રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યું છે પરંતુ બજાર આજે ગ્રીન ઝોનમાં ખુલ્યું હતું. ગ્રીન ઝોનમાં ખુલ્યા બાદ બજારમાં ધીમી ગતિએ પ્રોફીટ બુકિંગ શરૂ થયું હતું. પરિણામે કડાકો બોલ્યો હતો. નિફટી-ફિફટીના શેરમાં વેંચવાલી જોવા મળી હતી. જો કે, છેલ્લા ચાર દિવસમાં બજાર શા માટે સતત આગળ વધ્યું તેની પાછળ ફિસ્કલ ડિફીસીટ માટે સરકારે રાખેલ વાસ્તવિક ટાર્ગેટ જવાબદાર છે. સરકારે જાહેર કરેલા આંકડા ધીમે ધીમે રોકાણકારોને ગળે ઉતર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.