Abtak Media Google News

સમગ્ર દેશમાં આતંક મચાવવાના કારસાની બાતમી પરથી દેશ વ્યાપી ઝુંબેશમાં એનઆઈએને મળી મોટી સફળતા

ભારતમાં વ્યાપક પ્રમાણમાં આતંકી પ્રવૃતિની પેરવી ચાલતી હોવાની બાતમી મળતા એનઆઈએ દ્વારા શરૂ કરવામાં આવેલી દેશવ્યાપી સર્ચ ઓપરેશનમાં બંગાળમાંથી ૬ અને કેરળમાંથી ૩ આતંકીઓને ઝડપી લઈ પુછપરછ કરતા દિલ્હી સહિતના શહેરોને નિશાન બનાવવાનું કાવતરું ઘડવામાં ૯ સહિતના અનેક દેશ વિરોધી તત્ત્વો સંડોવાયા હોવાનુ બહાર આવ્યું છે. લશ્કર એ તોયબાના ત્રણ આતંકી પાસેથી ૩ એકે-૫૬ રાયફલ, ૨ પિસ્તોલ, ૪ ગ્રેનેડ અને ૧ લાખની રોકડ જપ્ત કરવામાં આવી હતી.

પશ્વિમ બંગાળના મુર્શિદાબાદ અને કેરળના એર્નાકુલમથી અલકાયદાના નવ આતંકીઓને ઝડપી લેવાયા છે. આ કાર્યવાહી નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ કરી છે. એનઆઈએનીની કાર્યવાહી હાલ ચાલું છે.

એનઆઈએનીના જણાવ્યા પ્રમાણે, શરૂઆતની તપાસમાં એ વાત સામે આવી છે કે આ લોકોને સોશિયલ મીડિયા દ્વારા પાકિસ્તાન સ્થિત અલકાયદા આતંકવાદીઓએ કટ્ટરપંથી ગણાવ્યા હતા. ધરપકડ કરાયેલા આતંકીઓમાંથી લ્યૂ ઈન અહમદ અને અબુ સૂફિયાન પશ્વિમ બંગાળથી, જ્યારે મોસારફ હુસૈન અને મુર્શીદ હસન કેરળથી છે.

આ ગેન્ગ પૈસા ભેગા કરવામાં લાગી ગઈ હતી. ગેન્ગના ઘણા સભ્ય હથિયાર અને દારૂગોળા ખરીદવા માટે દિલ્હી જવાના હતા. દરોડા દરમિયાન મોટી સંખ્યામાં ડિઝીટલ ડિવાઈસ, દસ્તાવેજ, જેહાદી સાહિત્ય, ધારદાર હથિયાર, ફાયર આર્મ્સ, ઘરમાં જ બનાવાયેલા કવચ અને એક્સપ્લોસિવ ડિવાઈઝ પણ જપ્ત કરવામા આવ્યા છે.

આતંકવાદ પર સંયુક્ત રાષ્ટ્ર (યુએન)એ બે મહિના પહેલાં એક રિપોર્ટ જાહેર કર્યો હતો. તેમાં ચેતવણી આપવામાં આવી હતી કે કેરળ અને કર્ણાટકમાં મોટી સંખ્યામાં આંતકી હોઈ શકે છે. રિપોર્ટમાં એ પણ દાવો કરવામાં આવ્યો હતો કે, ભારતીય ઉપમહાદ્વીપમાં અલ-કાયદા આતંકી સંગઠન હુમલાનું કાવતરુ ઘડી રહ્યા છે. અચઈંજમાં હાલનો પ્રમુખ ઓસામા મહમૂદ છે, જેણે ઠાર કરવામાં આવેલા આસિમ ઉમરની જગ્યા લીધી છે. તે ઉમરની મોતનો બદલો લેવા માટે વિસ્તારમાં જવાબી કાર્યવાહીનું કાવતરું ઘડી રહ્યો છે.

રિપોર્ટમાં આઈએસને મદદ કરતાં એક દેશે જણાવ્યું હતું કે, ભારતીય ઉપમહાદ્વીપમાં અલકાયદાના ૧૮૦થી ૨૦૦ આતંકીઓ છે. તે ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને મ્યાનમારના છે. ભારતીય ઉપમહાદ્વીપમાં અલકાયદા ઈંજના સહયોગી છે. આઈએસએ ૧૦ મે ૨૦૧૯માં તેમની ન્યૂઝ એજન્સી અમાક તરફથી દાવો કર્યો હતો કે, તેઓ ભારતમાં એક નવું રાજ્ય ‘વિલાયાહ ઓફ હિન્દ’ સ્થાપવામાં સફળ થઈ ગયા છે. આ દાવો કાશ્મીરમાં એન્કાઉન્ટર પછી કરવામાં આવ્યો હતો. આ અથડામણમાં સોફી નામનો આતંકી ઠાર કરાયો હતો. જેનો સંબંધ આ સંગઠન સાથે હતો. તે અંદાજે ૧૦ વર્ષ કરતાં પણ વધારે સમયથી કાશ્મીરના ઘણાં આતંકી સંગઠનોમાં કામ કરી ચૂક્યો હતો. ત્યારપછી તે આઈએસમાં સામેલ થયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.