Abtak Media Google News

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા ભારતદેશને 2025 સુધીમાં ટીબી રોગથી નિર્મુલન કરવા માટે આહવાન કરેલ છે. જેના ભાગરૂપે રાજ્ય સરકારે ટીબીના રોગને મુક્ત કરવા અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન અન્વયે મેડીકલ એક્સ-રે અને સીબીનાટ વાન (ગળાફાની તપાસ) તા. 22 માર્ચથી તા. 8 એપ્રીય દરમ્યાન ગીર-સોમનાથ જિલ્લાનાં ટીબીમુક્ત કોડીનાર અને સુત્રાપાડા તાલુકાના ગામોમાં આરોગ્ય વિભાગની ટીમ જઇ ટીબીના કેસ શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ અભિયાનનો જિલ્લા ક્ષય અધિકારીશ્રી ડો.બામરોટીયા તથા આઇ.એમ.એ. પ્રેસીડેન્ટ ડો.દીલીપ પરીખે પ્રારંભ કરાવ્યો હતો.

Advertisement

આ અભિયાનમાં આરોગ્ય કર્મચારી દ્વારા દરેક ઘરની મુલાકાત લઈ ટી.બી રોગના લક્ષણો જેવા કે બે અઠવાડિયા કે વધુ સમયથી ગળફા સાથે ખાંસી હોવી, છાતીનો દુ:ખાવો થવો, ઘણી વખત ગળફામાં લોહી આવવું, સાંજના સમયે શરીરનું તાપમાન વધવું, વજન ઘટવું, ભૂખ ન લાગવી વગેરે  વિશે પુછપરછ કરવામાં આવશે. જો કોઇ વ્યક્તિને  ટી.બી રોગના લક્ષણો જણાય તો નજીકના સરકારી દવાખાને મોકલવામા આવશે. જો તેમને ટી.બી માલુમ પડે તો  તેમની સારવાર વિના મુલ્યે કરવામાં આવશે અને સરકાર દ્વારા નિક્ષય પોષણ સહાય યોજના અંતર્ગત દર મહિને રૂ. 500 આપવામાં આવશે. આ સર્વે દરમિયાન દરેક લોકોના આંગણે આવતા આરોગ્ય કર્મચારીને સહકાર આપવા અપીલ કરી છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.