Abtak Media Google News

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આંતર કોલેજ સ્પર્ધા ચાલી રહી છે. જે અંતર્ગત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે આજરોજ હોકી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન જુદી જુદી છ કોલેજ ટીમોએ ભાગ લીધો હતો. સ્પર્ધાનું ઉદઘાટન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડો. નીલાંબરીબેન દવેએ દીપ પ્રાગટય કરીને કર્યું હતુ.1 79સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એમ.પી. એડ હેડ ડો. જયદિપસિંહ ચૌહાણે ‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતુ કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આંતર કોલેજ હોકી સ્પર્ધામાં જસાણી કોલેજ રાજકોટ, હરિવંદના કોલેજ રાજકોટ, એસ.વી.ટી. કોલેજ જામનગર, એલ.ડી. ધાનાણી અમરેલી, જે.જે.કુંડલીયા રાજકોટ, અને સખીદા કોલેજ લીંબડીએ ભાગ લીધો હતો.2 64હોકી સ્પર્ધાનાં સ્પર્ધક જાડેજા જયદિપસિંહએ ‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતુ કે, હું કુંડલીયા કોલેજમાં અભ્યાસ ક‚ છું અમારી ટીમે આજે આંતર કોલેજ સ્પર્ધામાં ભાગ લીધો છે. અને સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા સ્પર્ધા અંતર્ગત ખૂબજ સારો સપોર્ટ મળ્યો છે. અમે વિજેતા થશુ તેવો આત્મવિશ્વાસ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.