Abtak Media Google News

મનપાની તમામ શાખાઓના પ્રતિનિધિઓની હાજરીમાં મ્યુ.કમિશનરે અભિયાન માટેના ખાસ સુચનો આપ્યા

મેલેરિયા મુકત ગુજરાત  ર૦રર અભિયાનની શરૂઆત રાજકોટ ખાતેી મુખ્યમંત્રી ઘ્વારા કરવામાં આવી હતી. જે અંતર્ગત શહેરમાં ૫ણ મેલેરિયા મુકત રાજકોટ – ર૦રર અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી.  આ અભિયાન તા મેલેરિયા વિરોદ્યી માસ, જુન માસ ઉજવણીના ભાગરૂપે મ્યુ.કમિશનરના અધ્યક્ષ સ્થાને આંતરખાતાકીય સંકલન મિટીંગ યોજવામાં આવી હતી. જેમાં મેલેરિયા મુકત રાજકોટ – ર૦રર અભિયાન અંતર્ગત તમામ વિભાગોને સહકાર આ૫વા ચર્ચા કરવામાં આવી હતી.

મેલેરિયા મુકત રાજકોટ અભિયાનમાં મુખ્યત્વે બે બાબતો ૫ર ભાર મુકવામાં આવ્યો છે. તમામ સરકારી તા ખાનગી સંસમાં મેલેરિયા કેસનું રીપોટીંગ તા નિદાન યેલ કેસને નેશનલ ડ્રગ પોલીસી મુજબ સંપુર્ણ સારવાર તેમજ મચ્છર ઉત્પતિ સનોની નાબુદી પર ભાર મુકાયો છે.

સોસીયલ મિડીયા ધ્વારા સત્તત આરોગ્ય શિક્ષણ અંગેના સંદેશા આ૫વા, મેલેરિયા મુકત રાજકોટ અભિયાન માટે છખઈ ની કોઈ મોબાઈલ એપ્સ કે વેબસાઈટ બનાવી દરેક હોસ્પિટલ કે કોઈ વ્યકિત, શાળા, પેોલોજીસ્ટ, લેબોરેટરીઓમાં માહિતી આપી શકે તેવી ગોઠવવી, સ્વૈચ્છીક સંસઓમાં નોડલ ઓફીસરની નિમણુંક કરી તેઓને આ અભિયાનમાં સામેલ કરવા, માઇગ્રેન્ટ વર્કર માટે જી.આઇ.ડી.સી. સો સંકલન કરી વાહકનિયંત્રણ અને રોગ નિદાન અને સારવારની કામગીરી સઘન બનાવવી, જે વિસ્તારોમાં વઘુ કેસો નોંઘાય તે વિસ્તારોમાં પ્રામીકતાના ઘોરણે કામગીરી કરાવવી. જેમાં એન્જીનીયરીંગ અને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ જેવા વિભાગોને સામેલ કરવા, જાહેર સ્ળોએ મેલેરિયા મુકત રાજકોટ અભિયાન અંગે મેલેરીયા રોગ વિશેની માહિતી આ૫તા બોર્ડ લગાડવા. મહાનગરપાલિકાના દરેક પ્રોગ્રામમાં મેલેરિયા અંગેની શોર્ટ મુવી બતાવી લોકોને આરોગ્ય શિક્ષણ આપવા સહિતના મ્યુ.કમિશનરે સુચનો આપ્યા હતા. આ પ્રસંગે મનપાની તમામ શાખાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.