Abtak Media Google News

વિશ્વની લેટેસ્ટ ટેકનોલોજીનાં ઉપયોગ સાથેના દીવાદાંડીરૂપ પ્રોજેક્ટસ એક મોડેલ સમાન રહે અને પછી તેનું દેશભરમાં અનુકરણ ઉપયોગ કરી નાગરિકોને શ્રેષ્ઠ અને ગુણવત્તાયુક્ત ઘર આપવાના ઉદ્દેશ સાથે કેન્દ્ર સરકારશ્રી અનોખી પહેલ

પસંદ થયેલા શહેરોમાં રાજકોટ ઉપરાંત રાંચી, ઇન્દોર, ચેન્નઈ, અગરતલા અને લખનઉનો સમાવેશ : કંસ્ટ્રક્શન ટેકનોલોજી ઇન્ડિયા – ૨૦૧૯, એક્સ્પો-કમ-કોન્ફરન્સ – ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ – ઇન્ડિયામાં કેન્દ્ર સરકારનાં ગૃહ અને શહેરી બાબતોના મંત્રાલયના સચિવ માન. દુર્ગા શંકર મિશ્રાએ કરી જાહેરાત

રાજકોટ માટે વધુ એક ગૌરવપૂર્ણ એવા એક અહેવાલ અનુસાર, રાજકોટ મહાનગરપાલિકાએ તાજેતરમાં જ એફોર્ડેબલ અને ગ્રીન બિલ્ડિંગ કન્સેપ્ટ સાથે સફળતાપૂર્વક પૂર્ણ કરી જે પ્રગતિ સાધી છે તેની હાઉસિંગ પ્રોજેક્ટ્સની રાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાઈ છે. વિશ્વમાં આવિષ્કાર પામેલી અવનવી ટેકનોલોજીનો ભારતમાં એફોર્ડેબલ હાઉસિંગ ક્ષેત્રે ઉપયોગ કરી નાગરિકોને શ્રેષ્ઠ અને સર્વોત્તમ ગુણવત્તાયુક્ત ઘર આપવાના ઉદ્દેશ સાથે કેન્દ્ર સરકારશ્રીએ જુન-૨૦૧૯ સુધીમાં એવા દીવાદાંડીરૂપ માર્ગદર્શક પ્રોજેક્ટસ ઓળખી કાઢવા એક જબરદસ્ત અભિયાન હાથ ધર્યું છે, જે એક મોડેલ સમાન બની રહે અને પછી તેનું દેશભરમાં અનુકરણ થઇ શકે. રાજકોટ મહાનગરપાલિકાએ હાઉસિંગ ક્ષેત્રે જે નવી પહેલ કરી છે તેને નજર સમક્ષ રાખતા કેન્દ્ર સરકારએ (લાઈટહાઉસ પ્રોજેક્ટ્સ) દીવાદાંડીરૂપ એટલે કે માર્ગદર્શક પ્રોજેક્ટસ ઓળખી કાઢવા રાજકોટ સહિત કુલ છ શહેરોની ઓળખ કરી છે.

તાજેતરમાં કેન્દ્ર સરકારનાં ગૃહ અને શહેરી બાબતોના મંત્રાલયના સચિવ માન. દુર્ગા શંકર મિશ્રાએ કંસ્ટ્રક્શન ટેકનોલોજી ઇન્ડિયા – 2019 – એક્સ્પો-કમ-કોન્ફરન્સ – ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ એક્સ્પો-કમ-કોન્ફરન્સ ઇવેન્ટ ખાતે પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતા જણાવ્યું હતું કે, ૩૨ દેશોના ૨૫૦૦થી વધુ પ્રતિનિધિઓએ સીટીઆઈ-૨૦૧૯માં ભાગ લીધો હતો. લાઇટહાઉસ પ્રોજેક્ટ્સને શોધવા માટે છ શહેરોની ઓળખ કરવામાં આવી છે જે “લાઇવ લેબોરેટરીઝ” તરીકે સેવા આપશે. આ છ શહેરોમાં ૧. રાજકોટ (ગુજરાત), ૨. રાંચી (ઝારખંડ), 3. ઇન્દોર (મધ્યપ્રદેશ) ૪. ચેન્નઈ (તમિલનાડુ), ૫. અગ્રતાલા (ત્રિપુરા) અને ૬. લખનઊ (ઉત્તર પ્રદેશ)નો સમાવેશ થાય છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે યુ.એસ., ફિનલેન્ડ, ઑસ્ટ્રેલિયા, સ્પેન, ફ્રાંસ, દક્ષિણ કોરિયા અને ઇટાલીના ટેક્નોલોજીઓ સહિત ૨૫ દેશોમાંથી ૩૨ નવી ટેકનોલોજી સાથે ૫૪ જેટલા નીવડેલા ટેક્નોલૉજી પ્રોવાઇડર્સનું મૂલ્યાંકન ટેકનિકલ મૂલ્યાંકન સમિતિ (ટીઇસી) દ્વારા કરવામાં આવ્યું હતું. જેના આધાર પર કેન્દ્ર સરકાર દ્વારા જે ટેકનોલોજી પસંદ થશે તેનો ફક્ત વિજેતા રાજ્યોમાં જ નહીં, પણ અન્ય રાજ્યો / યુ.ટી.માં પણ ઉપયોગ થશે. એમઓએચયુએના અન્ય મિશન્સ અને બાંધકામ સંબંધિત કાર્ય ધરાવતાં અન્ય મંત્રાલયો સીટીઆઈ  ૨૦૧૯ ખાતે પ્રદર્શનમાં આધુનિક અને નવીન ટેકનોલોજીનો સ્વીકાર કરવાનું વિચારી રહ્યા છે. લાઈટહાઉસ પ્રોજેક્ટ્સ ઓળખી કાઢવા માટે જૂન-૨૦૧૯નું લક્ષ્ય રાખ્યું છે અને “આશા”-ભારત (એફોર્ડેબલ સસ્ટેનેબલ હાઉસિંગ એક્સલેરેટર) દ્વારા ક્ષમતા ધરાવતી તકનીકી કંપનીઓ સાથે મળી માર્ગદર્શન, તાલીમ, કાર્યશાળાઓ થકી દિશાદર્શન કરશે.

મિશ્રાએ જણાવ્યું હતું કે દેશભરના ૭૮ તકનીકી પ્રદાતાઓ દ્વારા ૫૫ પોસ્ટ-પ્રોટોટાઇપ અને ૨૩ પ્રી-પ્રોટોટાઇપ સાથે નિષ્ણાત જયુરી સમક્ષ તેમની રજૂઆત કરવામાં આવી હતી, એફોર્ડેબલ સસ્ટેનેબલ હાઉસિંગ એક્સિલરેટર (આશા – ઇન્ડિયા) નિષ્ણાત જયુરી દ્વારા ગુણવત્તાયુક્ત વિચારો / ઉત્પાદનો / તકનીકોને સમર્થન આપશે અને તેને માર્કેટ રેડી બનવામાં સહાય કરશે.

કન્સ્ટ્રક્શન ટેક્નોલૉજી ઇન્ડિયા (સીટીઆઈ) એક દ્વિવાર્ષિક ઇવેન્ટ હશે. નરેડકો (NAREDCO) અને ક્રેડાઇ (CREDAI) હાઉસિંગ અને શહેરી બાબતોના મંત્રાલયના સહયોગથી આ ઇવેન્ટનું આયોજન કરશે. આ ઇવેન્ટ બાંધકામ ઇમારત માટેના આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ કૅલેન્ડરમાં નિયમિત પરિબળ બનશે જ્યાં વિશ્વભરની અગ્રણી કંપનીઓ તેમની હાજરી આપશે.

કોન્ફરન્સમાં ચર્ચા કરાયેલા વિષયોમાં શહેરી પડકારોને પહોંચી વળવા માટે એક સંકલિત અભિગમ સાથે શહેરી પુનરુજ્જીવન લાવવા, બાંધકામ ક્ષેત્રે જીવંતતા અને સસ્તું હાઉસિંગ, કુશળતા અને માનવ સંસાધનોની ઇચ્છનીયતાને સુનિશ્ચિત કરવાના સુધારણાઓ, નવી બાંધકામ તકનીકો માટે ઇકો-સિસ્ટમથી સક્ષમ કરવા, બાંધકામમાં નવીનતાઓને સક્ષમ કરવાના સુધારા સાધનસામગ્રી મેન્યુફેકચરિંગ સેક્ટર, હાઉસિંગ સેક્ટરની બહાર બાંધકામમાં નવી તકનીકો. સંભવિત તકનીકી પ્રદાતાઓ માટે માસ્ટર ક્લાસ, માર્કેટિંગ વિક્ષેપ, પ્રમાણિતતા અને સસ્ટેનેબિલીટી મેટ્રિક્સના નિર્માણ માટેના વિષયોને આવરી લે છે.

આ પ્રસંગનું ઉદ્ઘાટન માનનીય વડા પ્રધાન શ્રી. નરેન્દ્ર મોદીએ કર્યું હતું. આ પ્રસંગે રાજ્ય પ્રધાનશ્રી ગૃહ અને શહેરી બાબતોના મંત્રાલય હરદીપ એસ પુરી ઉપસ્થિત રહયા હતાં.

જીએચટીસી – ભારતનાં માનનીય વડા પ્રધાનના દ્રષ્ટિકોણનું પરિણામ છે. તેમણે “નવા ભારત”(ન્યુ ઇન્ડિયા) ની રચનામાં તમામ સરકારી પ્રવૃત્તિઓમાં એક ચાવીરૂપ ચાલક પરિબળ તરીકે પરિવર્તન માટે તેમનો દ્રષ્ટિકોણ રજૂ કર્યો હતો. માન. પ્રધાનમંત્રીશ્રીએ જાહેર અને ખાનગી ક્ષેત્ર બંનેમાં ભવિષ્યના પ્રોજેક્ટ્સમાં તમામ આપત્તિ-પ્રતિરોધક સુવિધાઓને સમાવવાની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો હતો. CREDAI અને NAREDCO વગેરે દ્વારા ખાનગી ક્ષેત્રની સંગઠનોને તેમના પ્રોજેક્ટ્સમાં ડિઝાસ્ટર રેઝીલીયંટ (આપત્તિ સામે ઝીંક ઝીલી શકે તેવા અને પ્રતિરોધક) સુવિધાઓ અપનાવવા પ્રોત્સાહિત કરવામાં આવશે. આ સુવિધાનું મૂલ્યાંકન કરવા માટે તૃતીય પક્ષ એજન્સીઓ સિસ્ટમ્સ અને મિકેનિઝમ્સ વિકસાવવા માટે પહેલ કરવામાં આવશે, જે આ આપત્તિ-પ્રતિરોધક સુવિધાઓ ઓળખવા અને પ્રમાણિત કરવામાં વધુ વિશ્વસનીયતા આપશે.

વડાપ્રધાનશ્રીએ આગામી વર્ષ, એપ્રિલ -૨૦૧૯ થી માર્ચ-૨૦૨૦ “બાંધકામ ટેકનોલોજી વર્ષ” તરીકે જાહેર કર્યું હતું. આ જીએચટીસી-ઇન્ડિયા અને પોલ-વૉલ્ટ હેઠળના બાંધકામ ક્ષેત્રને વધુ ઊંચાઈએ શરૂ કરવામાં આવેલી પ્રવૃત્તિઓનો ઉપયોગ કરવા અમલીકરણ માટે શ્રેણીબદ્ધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહયું છે. યોજનાની કેટલીક પ્રવૃત્તિઓ નેશનલ નોલેજ નેટવર્ક (એનકેએન) નો લાભ પણ લેશે જેથી યુવા પેઢી સૌથી આધુનિક એવી નવી ટેકનોલોજીનાં આવિષ્કારથી પરિચિત હોય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.