Abtak Media Google News

ડીઆરઆઈ અને ઇડીની તપાસમાં અનેક ઘટસ્ફોટ થવાના એંધાણ: આરોપીઓની આકરી પૂછપરછ ચાલુ

રૂ. 21000 કરોડના ડ્રગના જંગી જથ્થાને પકફી ઈરાની નાગરિક સહિતની ધરપકડ કરવામાં આવી હતી. ડીઆરઆઈની તપાસમાં અનેક ખુલાસા થયાનું સામે આવી રહ્યું છે. આ જથ્થો શ્રી લંકા મોકલવામાં આવનાર હતો પરંતુ શ્રી લંકન એજન્સીની એલર્ટનેસને કારણે ડ્રગનો જથ્થો કચ્છના દરિયાકાંઠે ઠાલવવા ડ્રગ માફિયાઓ મજબૂર બન્યા હોય તેવું હાલના તબક્કે સામે આવી રહ્યું છે.

ગુજરાતને 1600 કિમીનો લાંબો દરિયાકિનારો મળ્યો છે તેમજ ભૌગોલિક રીતે ગુજરાતના દરિયા કાંઠેથી શ્રી લંકા, દક્ષિણ આફ્રિકા તેમજ વિશ્વના અનેક દેશોમાં સરળતાથી પરિવહન કરી શકાય છે જેથી ડ્રગ માફિયાઓએ ગુજરાતના દરિયાકાંઠે ડ્રગનો જથ્થો ઠાલવ્યો હતો. હવે જે રીતે ડ્રગ માફિયાઓ માટે ગુજરાત હોટ ફેવરિટ મનાઈ રહ્યું છે તેની ઉપરથી એક બાબત સ્પષ્ટ છે કે, ડ્રગ માફિયાઓ ગુજરાતને હવે પોતાનો રુટ બનાવી રહ્યા છે.

મુન્દ્રા અદાણી બંદરેથી ડીઆરઆઈની ટીમે પકડી પાડેલા 3000 કિલો હેરોઈનની કિંમત હવે 21000 કરોડ ગણવામાં આવી રહી છે. હેરોઈનનો આ જથૃથો અફઘાનિસ્તાનથી આવ્યો હોવાથી તાલિબાન અને આઈએસઆઈ કનેક્શનની આશંકાથી એનઆઈએ અને ગુજરાત એટીએસ જેવી એજન્સીઓ તપાસમાં ઝૂકાવે તેવી સંભાવના પ્રબળ બની છે.

બીજી તરફ, હેરોઈનની કિંમત 2100) કરોડ થતાં ઈ.ડી. (એન્ફોર્સમેન્ટ ડાયરેકટોરેટ)એ મની લોન્ડરિંગ અંગે પણ તપાસ શરૂ કરી છે. દેશમાં ડ્રગ્સનો સૌથી મોટો જથૃથો પકડાવાના કેસમાં ડીઆરઆઈની એક ટીમે દિલ્હીથી બે અફઘાની નાગરિક સહિત ત્રણ લોકોની અટકાયત કરી છે. બીજી તરફ, ટેલ્કમ પાઉડર સાથે ડ્રગ્સ ઈમ્પોર્ટ કરનાર દંપતિને લઈ ડીઆરઆઈએ તપાસનો દોર મુંદ્રા, ગાંધીધામ, માંડવી, અમદાવાદ, દિલ્હી અને ચેન્નઈ સુધી લંબાવ્યો છે.

મુંદ્રાના અદાણી પોર્ટ ઉપર વિજયવાડાની આશિ ટ્રેડિંગ કંપનીના સેમી પ્રોસેસ્ડ સ્ટોન ટેલ્કમ પાઉડરના ક્ધટેનર આવ્યાં હતાં તેમાં હેરોઈન ડ્રગ્સ હોવાની બાતમીથી  ડીઆરઆઈની ટીમે તપાસ કરી 15 સપ્ટેમ્બરે એક ક્ધટેનરમાંથી 1999.579કિલોગ્રામ અને ચાર દિવસ પછી બીજા ક્ધટેનરમાંથી 988.64 કિલોમીગ્રામ હેરોઈનનો જથૃથકબજે કર્યો હતો.

મુંદરા પોર્ટ ઉપર આયાત કરાયેલા ક્ધટેનરમાંથી મળેલા કુલ 2988.219 કિલોગ્રામ ડ્રગ્સની કિંમત આંતરરાષ્ટ્રીય બજાર કિંમત હવે 21000 કરોડ ગણાવાઈ રહી છે. અફઘાનિસ્તાનથી પાઉડર ફોર્મમાં 90 ટકા હેરોઈનનો જથૃથો ઈરાનના બંદર અબ્બાસ પોર્ટથી ટેલ્કમ પાઉડર સાથે મુંદરા પોર્ટ ઉપર આવેલા ઈન્ટર સીડની નામના વહાણમાંથી ઉતરેલા ક્ધટેનરમાં મોકલાયો હતો.

પાઉડર સાથે હેરોઈન ઈમ્પોર્ટ કરનાર ચેન્નઇના વિજયવાડામાં રહેતા દંપતી ગોવિંદારાજુ દુર્ગા પૂર્ણ વૈશાલી અને તેના પતિ મચ્છાવરમ સુધાકરની ધરપકડ કરી 10 દિવસના રિમાન્ડ દરમિયાન ડીઆરઆઈની ટીમે તપાસ હવે ચેન્નઈ,વિજયવાડા અને દિલ્હી સુધી લંબાવી છે. હેરોઈનનો આ જથૃથો અફઘાનિસ્તાનના કંદહારસિૃથન હસન હુસેન લિમિટેડના નામે એક્સપોર્ટ કરવામાં આવ્યો હતો.

આમ, અફઘાનિસ્તાનથી હેરોઈનનો જથૃથો આવ્યો હોવાથી ડ્રગ્સની હેરાફેરીમાં આઈએસઆઈ અને તાલિબાનની સંડોવણી હોવાની સંભાવના પણ એજન્સીઓ જોઈ રહી છે. એવામાં ડીઆરઆઈએ દિલ્હીથી બે અફઘાની નાગરિક અને એક સૃથાનિક શખ્સની અટકાયત કરી તપાસ શરૂ કરી છે.  હેરોઈન ઈમ્પોર્ટ કરનાર દંપતિના 10 દિવસના રિમાન્ડ ચાલી રહ્યાં છે.

અફઘાનિસ્તાનના બે નાગરિક, દિલ્હીના શખ્સ અને વિજયવાડાના દંપતિની સંયુક્ત પૂછપરછ બાદ ડ્રગ્સ કાંડમાં ટેરર એંગલના તથ્યો સ્પષ્ટ થશે. સૂત્રોએ જણાવ્યું કે, ઊંડાણભરી પૂછપરછ બાદ ડ્રગ્સ કાંડ અને અફઘાનિસ્તાનના તાલીબાન કે આઈએસઆઈ દ્વારા ડ્રગ્સની હેરાફેરીથી આતંકવાદને પોષવાના કારસ્તાનનો પર્દાફાશ થઈ શકે છે.

ડ્રગ્સ કાંડમાં અનેક ચર્ચાએ વેગ પકડયો છે. આવા બીજા ક્ધટેનર પણ આવી રહ્યાં હોવાની ચર્ચા વચ્ચે ગુજરાતના તમામ પોર્ટ ઉપર ઈમ્પોર્ટ થતાં તમામ ક્ધટેનરની તપાસ વધુ સઘન બનાવવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે મુન્દ્રા પોર્ટ પર તપાસનીશ એજન્સીઓ દ્વારા અફઘાનિસ્તાનથી આવેલા અન્ય ક્ધટેનરોની તપાસ ચાલી રહી છે જેને લઈને ડ્રગ્સનો આંક 21 હજાર કરોડ પર પહોંચે તો નવાઈ નહીં.

મુંદ્રાના ડ્રગ્સ કાંડમાં એવી ચોંકાવનારી વિગતો ચર્ચાઈ રહી છે કે, ગત જૂન મહિનામાં ડ્રગ્સનું એક ક્ધસાઈનમેન્ટ આવ્યું હતું અને જ્યાં પહોંચવાનું હતું ત્યાં પહોંચી પણ ગયું છે. આ ક્ધસાઈનમેન્ટ નજર બહાર જતું રહેવા પાછળ કસ્ટમ્સ અને ડીઆરઆઈના અમુક સૃથાનિક અધિકારીઓની ભૂમિકા અંગે પણ શંકા સેવાઈ રહી છે. ઈરાનની કંપની થકી ક્ધસાઈનમેન્ટ મોકલીને નશાની હેરાફેરી કરવામાં આવી રહી હોવાની ચોંકાવનારી વિગતો ખૂલતાં હવે એન.આઈ.એ. જેવી રાષ્ટ્રીય એજન્સી તપાસમાં ઝૂકાવે તેવી સંભાવના પ્રબળ બની છે.

આધારભૂત સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, ટેલ્કમ પાઉડર જેવા સ્વરૂપમાં મળી આવેલા હેરોઈન ઉપર છેલ્લી પ્રોસેસ બાકી હતી. સૂત્રો કહે છે કે, પ્યોર હેરોઈન બનાવવા માટે 10 ટકા જેવી પ્રોસેસ કરવાની બાકી હતી અને એ માટે દિલ્હીમાં આ જથૃથો મોકલવામાં આવનાર હતો. દિલ્હીમાં 10 ટકા પ્રોસેસ કરીને હેરોઈનને સૃથાનિક ડ્રગ ડીલર્સ થકી દેશભરમાં વેચવાનો કારસો હતો.

આંતરરાષ્ટ્રીય બજારમાં હેરોઈનની કિંમત પાંચથી સાત હજાર કરોડ ગણવામાં આવે છે. બે તબક્કામાં 3000 કિલો 90 ટકા શુધૃધ હેરોઈન  પકડાયું છે. આ સંજોગોમાં આંતરરાષ્ટ્રીય બજાર કિંમત મુજબ 15 થી 21 હજાર કરોડનું હેરોઈન હોવાની ગણતરી મંડાય છે. હેરોઈનની ખરી કિંમત કેટલી એ ડીઆરઆઈના સત્તાવાર સૂત્રો કહેતા નથી. પરંતુ, ઈડીએ 21000 કરોડનું હેરોઈન ગણીને મની લોન્ડરીંગની તપાસમાં ઝંપલાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.