આંતરરાષ્ટ્રીય ચુંબન દિવસ: તે આનંદપ્રદ અનુભવ સાથે પ્રેમ અને આત્મીયતાની અનુભૂતિ

  • ફ્રેન્ચ ચુંબન અને ગાલ પર ઔપચારિક ચુંબનથી લઇને, હેલ્લો અને ગુડબાય સુધીની વર્ષો જાુની પ્રથા છે
  • પ્રથમ વિશ્ર્વયુઘ્ધ દરમિયાન ફ્રાન્સમાં અમેરિકન અને બ્રિટીન સૈનિકો દ્વારા ફ્રેન્ચ કિસ નિર્માણ થઇ હતી,ર006 થી ઉજવાય છે આ દિવસ

પૃથ્વી પર સૌથી શ્રેષ્ઠ દ્રશ્ય માતા-બાળકનો પ્રેમ સાથે આલિંગન અને ગાલે ચુંમીનું છે. આ ઘટના સામાજીક ઔપચારિકતા નથી પણ પ્રેમ-હુંફ અને લાગણીનું પ્રતિક છે. તે પ્રેમ અને આત્મીયતાની અભિવ્યકિત છે.

1907 માં હર્શીની કિસ જાણીતી થઇ હતી જેમાં હાથ મિલાવીને રજુ કરાતી હતી. 1918માં અમેરિકન સૈનિકો બોલ્ડ ફ્રેન્ચ મહિલાઓને મળ્યા ત્યારે જે અભિવ્યકિત રજુ થઇ તે ફ્રેન્ચ કિસ તરીકે જાણીતી થઇ હતી. 1973મા ન્યુયોર્ક શહેરમાં હેવી મેટલ બેન્ડ દ્વારા રોક એન્ડ રોલ ઓલનાઇટ સાથે પ્રેમનો પ્રચાર શરુ કરાયો હતો. 1994માં જયારે બરફ પડતો હતો તેવા સુંદર વાતાવરણમાં ‘ક્રિસ ફ્રોમ અ રોઝ’ ગીત ખુબ જ જાણીતું બન્યું હતું.

આજનો દિવસ વૈશ્ર્વિક સ્તરે લોકોને નજીક લાવવાનો દિવસ તરીકે જાણીતો છે. 2006 થી આ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ઇન્ટરનેશન કિસીંગ ડે એ શકિતશાળી હાવભાવ પ્રગટ કરવાનો દિવસ છે. ચુંબનના ઘણા પ્રકારો છે પણ માતા-બાળકને પિતા-પુત્રી વચ્ચેના પવિત્ર સંબંધોની મૈત્રી પૂર્ણ ભાગીદારીનું મહત્વ છે આજનો દિવસ આનંદ પ્રદ પ્રવૃતિઓનો દિવસ ગણાય છે. વિશ્ર્વની તમામ સંસ્કૃતિમાં તેનું આદિ કાળથી મહત્વ છે. આ ઘટના તમારા સાથીને તમો કેટલો પ્રેમ કરો છો અને તેને સધિયારો આપવાની સહયોગની વાત કરે છે.

ઉચ્ચ સમાજમાં દરેક ગાલ સાથે ચુંબનની પ્રણાલી સાથે સ્વાગત કરાય છે, જે અસામાન્ય નથી, તે એક પરંપરા  છે જે જાુની દુનિયા પાછી લાવે છે. નાના બાળકો વારંવાર તેમના પ્રેમાળ માતા-પિતા પાસેથી ચુંબન મેળવે છે. જો કે આજ પ્રથા સંતાનો મોટા થાય ત્યારે તેઓ ઝાંખા પડી જાય છે આ પ્રથા સામાજીક બંધનમાં મહત્વની ભૂમિકા ભજવે છે.

800 બીસીમાં પણ હોમરકિંગ એચિલીસ્ટના હાથને ચુંબન કરીને આદર દર્શાવે છે જે તેની કૃત્તિઓમાં લખાયેલ છે. એલેક ઝાન્ડર ધ ગ્રેટના વિજય પછી 326 બીસીમાં ચુંબન કરવાની પ્રથા પશ્ર્ચિમમાં ફેલાઇ હતી. તમે જે મિત્રને ભરપુર પ્રેમ કરતાં હો તેને જ આ અભિવ્યકિત પ્રગટ કરો છો.

એચ.આઇ.વી. જેવા વાયરસનું 1981 માં આગમન અને ચેપી રોગોને કારણે લોકોમાં ચુંબન કરવાની પ્રણાલીમાં ડર લાગવા લાગ્યો હતો પણ મેડીકલ સાયન્સે આનાથી રોગ પ્રસરતો નથી તેવી વાત જણાવતા લોકોને ડર દુર થયો હતો. આજકાલ બોલીવુડ – હોલીવુડ ફિલ્મોમાં આવા સીન કોમન હોવાથી યુવા વર્ગમાં તે ઉન્માદ પ્રગટ કરે છે. ચુંબન એક રોમેન્ટિક ઘટના નથી પણ લાગણી પ્રગટ કરવા સાથે સાથ આપવાની વાત કરે છે.

પ્રેમની સૌથી વધુ  સ્વીકૃત અભિવ્યકિત !!

આ દિવસની શરુઆત યુનાઇટેડ કિંગડમમાં શરુ થયા બાદ વિશ્ર્વમાં ફેલાઇ તે પ્રથમ વખત ર000 ના દાયકામાં શરુ થઇ હતી. 13 ફેબ્રુઆરી સાથે વેલેન્ટાઇન ડેના એક દિવસને પણ 14 ફેબ્રુઆરીના સેલીબ્રેશન વીકમાં ઉજવાય છે. આ દિવસને પ્રેમનો દિવસ પણ કહેવાય છે. એકબીજા સાથેના સંબંધોનું મહત્વ અને આત્મીયતાના વિચારને પ્રગટ કરીને જીવંત રાખવામાં મદદ કરે છે.