Abtak Media Google News

સાંજે 5:45 કલાકે સૌરાષ્ટ્ર-કચ્છ ઇન્કમટેક્સ વિભાગના ચીફ કમિશનર બી.એલ. મીણાના હસ્તે ટોસ ઉછાળ્યા બાદ માધવરાવ સિંધીયા ગ્રાઉન્ડ ખાતે ફાઇનલ જંગ ખેલાશે: મેચ બાદ વિજેતા અને રનર્સઅપ ટીમને ટ્રોફી આપવા રાજકોટના માનવંતા મહેમાનો વિશેષ ઉપસ્થિત રહેશે

રાજકોટ મિડીયા ક્લબ તથા મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે ઇન્ટરપ્રેસ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. તેનો ફાઇનલ મેચ અબતક મિડીયા અને ઇલેક્ટ્રોનીક્સ મિડીયા વચ્ચે રાજકોટના ઇન્ટરનેશનલ કક્ષાના માધવરાવ સિંધીયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સાંજે 6:00 થી 9:00 દરમિયાન યોજાશે.

સતત ભાગદોડ કરતા અને સ્ટ્રેસ હેઠળ કામ કરતા મિડીયા જગતના કર્મચારીઓને તાજગી મળે, નવી ઉર્જાનો સંચય થાય તેમજ ભાઇચારાની ભાવના કેળવાય તેવા ઉમદા આશયથી આ વર્ષે 6 માર્ચના રોજ મિડીયા ક્રિકેટ ટૂર્નામેન્ટનો પ્રારંભ થયો હતો. જેમાં 10 જેટલી ટીમોએ ભાગ લીધો હતો. ટૂર્નામેન્ટમાં અબતક, આજકાલ, સાંજ સમાચાર, દિવ્ય ભાસ્કર, સંદેશ, ગુજરાત મિરર, ફૂલછાબ, હેડલાઇન, ઇલેક્ટ્રોનીક્સ મિડીયા અને કાઠીવાડ પોસ્ટની ટીમે હોંશભેર ભાગ લીધો હતો. આવતીકાલના રોજ આંતરરાષ્ટ્રીય કક્ષાના માધવરાવ સિંધીયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સાંજે 6:00 થી 9:00 દરમિયાન ઇન્ટરપ્રેસ ક્રિકેટ ટૂર્નામેન્ટનો ફાઇનલ મેચ રમાવા જઇ રહ્યો છે.

સાંજે 5:45 કલાકે સૌરાષ્ટ્ર-કચ્છ ઇન્કમટેક્સ વિભાગના ચીફ કમિશનર બી.એલ. મીણા તેમજ ‘અબતક’ મિડીયાના મેનેજીંગ તંત્રી સતીષકુમાર મહેતાના હસ્તે ટોસ ઉછાળ્યા બાદ ફાઇનલ જંગ ખેલાશે. ફાઇનલ મેચ પૂરો થયા બાદ વિજેતા અને રનર્સઅપ ટીમને ટ્રોફી આપવા તેમજ મેન ઓફ ધ સીરીઝને પુરસ્કાર આપવા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, રાજ્યમંત્રી અરવિંદભાઇ રૈયાણી, સાંસદ રામભાઇ મોકરીયા, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, મેયર ડો.પ્રદિપ ડવ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણી, ચેરમેન પુષ્કરભાઇ પટેલ, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીનભાઇ ભારદ્વાજ-ધનસુખ ભંડેરી, રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઇ બોદર, ઓબીસી સેલના અધ્યક્ષ ઉદયભાઇ કાનગડ તેમજ સૌરાષ્ટ્ર-કચ્છ ઇન્કમટેક્સ વિભાગના ચીફ કમિશનર બી.એલ. મીણી, કલેક્ટર અરૂણ મહેશ બાબુ, આરએમસી કમિશનર અમિત અરોરા, ડીડીઓ દેવ ચૌધરી, ઇન્ચાર્જ પોલીસ કમિશનર ખુરર્શીદ અહેમદ, રાજકોટ ક્રાઇમ ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી ઝોન-1 પ્રવિણ મીણા, ડીસીપી-2 સુધીર કુમાર દેસાઇ, રાજકોટ જિલ્લા એસ.પી. જયપાલસિંહ રાઠોડ, પંચનાથ હોસ્પિટલના ચેરમેન દેવાંગભાઇ માંકડ ખાસ ઉ5સ્થિત રહેશે.

ઇન્ટરપ્રેસ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં અમ્પાયર તરીકે ફરજ બજાવતા પ્રદિપસિંહ જાડેજા, રાજેશ ગોસ્વામી, અતુલ દેસાઇ, વસીમ મનસુરીનો પૂરતો સહયોગ રહ્યો છે. તેઓ નિષ્ઠાપૂર્વક અમ્પાયર તરીકેની દર વર્ષે ફરજ બજાવે છે.  અબતક અને ઇલેક્ટ્રોનીક્સ મિડીયા વચ્ચે યોજાનારા ફાઇનલ મેચને નિહાળવા રાજકોટ મિડીયા ક્લબના તુષારભાઇ રાચ્છ અને કિન્નરભાઇ આચાર્ય રાજકોટની જનતાને જાહેર નિમંત્રણ પાઠવ્યું છે.

ઇન્ટરપ્રેસ ક્રિકેટ ટૂર્નામેન્ટને સફળ બનાવવા તુષાર રાચ્છ અને કિન્નર આચાર્યનું શ્રેષ્ઠ આયોજન

Untitled 1 203

દર વર્ષે મિડીયા કર્મીઓની સતત ભાગદોડવાળી જીંદગી અને સ્ટ્રેસ હળવો કરવા માટે મિડીયા ક્લબના તુષાર રાચ્છ અને કિન્નર આચાર્યનું શ્રેષ્ઠ આયોજન વચ્ચે ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. બંનેની સુઝબુજ અને અન્ય તમામ મિડીયા ક્લબના સભ્યોના સાથ-સહકારથી આ ક્રિકેટ ટૂર્નામેન્ટ દર વર્ષે ભવ્ય રીતે રમાય છે અને તેમાં ઇનામોની પણ વણઝાર કરવામાં આવે છે. આ ટૂર્નામેન્ટ સફળ બનાવવા તુષાર રાચ્છ અને કિન્નર આચાર્ય જહેમત ઉઠાવી રહ્યા છે. આ વર્ષે રમાનારી ઇન્ટરપ્રેસ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ફાઇનલ વિજેતાને રૂ.51,000 અને ટ્રોફી તેમજ રનર્સઅપને રૂ.31,000 તેમજ ટ્રોફી આપી સન્માનીત કરવામાં આવશે. ફાઇનલ મેચ નિહાળવા રાજકોટ મિડીયા ક્લબના તુષાર રાચ્છ અને કિન્નર આચાર્ય રાજકોટની ક્રિકેટપ્રેમી જનતાને ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે.

ઇન્ટરપ્રેસ ક્રિકેટ ટૂર્નામેન્ટનો ફાઇનલ સુધીનો સફર

ઇન્ટરપ્રેસ ક્રિકેટ ટૂર્નામેન્ટનો 6 માર્ચથી ધમાકેદાર પ્રારંભ થયો હતો. જેમાં 10 ટીમોએ ભાગ લીધો હતો. ટીમ ગોલ્ડનમાં ઇલેક્ટ્રોનીક્સ મિડીયા, કાઠીયાવાડ પોસ્ટ, સંદેશ, ગુજરાત મિરર અને સાંજ સમાચાર જ્યારે ટીમ સિલ્વરમાં અબતક, દિવ્ય ભાસ્કર, આજકાલ, ફૂલછાબ અને હેડલાઇન વચ્ચે લીગ મેચમાં ખરાખરીના મુકાબલા ખેલાયા હતા. ટીમ ગોલ્ડનની વાત કરીએ તો ઇલેક્ટ્રોનીક્સ મિડીયા પોતાના ચારેય લીગ મેચ જીતી સુપર સિક્સમાં આસાનીથી પ્રવેશ મેળવ્યો હતો તેની સાથોસાથ કાઠીયાવાડ પોસ્ટ અને સાંજ સમાચારે ત્રણ-ત્રણ લીગ મેચી જીતી સુપર સિક્સમાં પ્રવેશ મેળવ્યો હતો. ટીમ સિલ્વરની વાત કરીએ તો અબતકે લીગના ત્રણ મેચ જીતી સુપર સિક્સમાં ટોપનું સ્થાન મેળવ્યુ હતું. તેની સાથે આજકાલ અને ભાસ્કરે પણ સુપર સિક્સમાં પ્રવેશ મેળવ્યો હતો. સુપર સિક્સ મુકાબલામાં અબતક ટોપ ઉપર રહ્યું હતું. તેની સામે કાઠીયાવાડ પોસ્ટ મેચ હારી ગયુ હતું. જ્યારે ઇલેક્ટ્રોનીક્સ મિડીયા અને ભાસ્કર વચ્ચેના જંગમાં ઇલેક્ટ્રોનીક્સ મિડીયાએ વિજય મેળવ્યો હતો. જ્યારે આજકાલ અને સાંજ સમાચારના મેચમાં આજકાલે આસાનીથી જીત મેળવી હતી. જો કે સુપર સિક્સના ત્રણેય મુકાબલામાં અબતકે સારી રનરેટથી જીત મેળવતાં સીધો ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. જ્યારે ઇલેક્ટ્રોનીક્સ મિડીયા અને આજકાલ વચ્ચે સેમિફાઇનલનો જંગ ખેલાયો હતો. જેમાં ઇલેક્ટ્રોનીક્સ મિડીયાએ ભવ્ય જીત મેળવી હતી. આવતીકાલે ઇલેક્ટ્રોનીક્સ મિડીયા અને અબતક વચ્ચે કાંટે કી ટક્કર સમાન ફાઇનલનો જંગ ખેલાશે.

ગ્રાઉન્ડ કોર્ડીનેટર મનોજ દવેની ઉત્તમ કામગીરી

03

રાજકોટ મહાનગરપાલિકાના ગ્રાઉન્ડ કોર્ડીનેટર મનોજ દવેએ દર વર્ષે રમાનારી ઇન્ટરપ્રેસ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં પોતાનો પૂરેપૂરો સહયોગ આપે છે. તમામ મેચમાં પોતે પોતાની ટીમ સાથે રહી ગ્રાઉન્ડનું મેઇન્ટેન્સ કરી સુંદર પીચ તૈયાર કરી આપે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.