Abtak Media Google News

ગાંધીનગરની ખાસ ટિમ કચેરીના ક્યાં વિભાગમાં કેટલું કામ થયું ? કેટલું પેન્ડિંગ રહ્યું તે સહિતના ખાખા-ખોરા કરશે 

કલેકટર કચેરીમાં ગુરુવારથી રેવન્યુ ઇન્સ્પેકશન કમિશનરની તપાસ આવવાની છે. જેમાં ગાંધીનગરની ખાસ ટિમ કચેરીના ક્યાં વિભાગમાં કેટલું કામ થયું ? કેટલું પેન્ડિંગ રહ્યું તે સહિતના ખાખા-ખોરા કરશે.

રાજયની તમામ કલેકટર કચેરી, પ્રાંત કચેરી અને મામલતદાર કચેરીઓની મહેસુલી કામગીરી કાયદાકીય જોગવાઈઓ અને સરકારની પ્રવર્તમાન નિતીને અનુસરીને કરવામાં આવે તે સુનિશ્ચિત કરવા મહેસુલ તપાસણી કમિશ્નર કચેરી કામગીરી કરે છે.

મહેસુલી કામગીરીની જીલ્લાઓની સમીક્ષા અર્થે દર માસે કલેકટર કોન્ફરન્સ તથા દ્વિમાસે નિવાસી અધિક કલેકટરોની બેઠકનું આયોજન કરી મહેસુલી કામગીરીની સમીક્ષા અને મુલ્યાંકન કરવામાં આવે છે.વિશેષમાં રાજયની મહેસુલી કામગીરીમાં સુચારૂતા અને એકસુત્રતા માટે જરૂરી માર્ગદર્શન, મુંઝવણના નિવારણ હેતુસર માર્ગદશિકા, તાલીમ સાહિત્ય, પરિપત્ર સંગ્રહ અને મેન્યુઅલ વિગેરેનું પ્રકાશન કરવામાં આવે છે.

બદલતા સમય અને ટેકનોલોજીના સંદર્ભમાં મહેસુલી અધિકારીઓના જ્ઞાન વૃઘ્ધિ, ક્ષમતાવર્ધન, માર્ગદર્શનના હેતુથી મહેસુલી કામગીરીની ત્રુટીઓના નિવારણ માટે સેમિનાર, વર્કશોપનું આયોજન કરવામાં આવે છે. તદ્ઉપરાંત રાજયમાં આવેલ મહેસુલી કચેરીઓમાં ફરજ બજાવતા અધિકારી/ કર્મચારીઓ સામેની ફરીયાદો અને ગેરરીતિઓની ઝીણવટભરી તપાસ કરી કાયદાનુસાર અહેવાલ રજુ કરવાના રહે છે.

મહેસુલ તપાસણી કમિશ્નર કચેરી ઘ્વારા રાજયની મહેસુલી કલેકટર કચેરી, પ્રાંત કચેરી, મામલતદાર કચેરી, જિલ્લા-તાલુકા પંચાયત(મહેસુલ શાખા)કચેરી, ખાસ જમીન સંપાદન અધિકારીની કચેરી, બિનખેતી એકમની સઘન તપાસણી કુલ-4 તપાસણી યુનિટ મારફત કરવામાં આવે છે. જેમાં કલેકટર કચેરી / જિલ્લા પંચાયત (મહેસુલ શાખા)ની દર બે વર્ષે તપાસણી થાય છે. પ્રાંત કચેરીની દર ત્રણ વર્ષે તપાસણી થાય છે. મામલતદાર કચેરી, તાલુકા પંચાયત(મહેસુલ શાખા) કચેરી, ખાસ જમીન સંપાદન અધિકારીની કચેરીની દર પાંચ વર્ષે તપાસણી થાય છે. જ્યારે બિનખેતી એકમ તથા ઈ-ધરા કેન્દ્રની દર વર્ષે નિયત લક્ષ્યાંક અને નિયત થયેલ પ્રશ્નોતરી મુજબ તપાસણી થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.