Abtak Media Google News

Table of Contents

રાજ્યભરમાં ઠેર ઠેર બ્લડ ડોનેશન કેમ્પ, વૃક્ષારોપણ, વૃદ્ધો-અનાથ બાળકોને ભોજન, દર્દીઓને ફ્રુટ વિતરણ સહિતના અવિરત સેવાકાર્યો

શ્રીખોડલધામ ટ્રસ્ટ- કાગવડ અને સદ્દજ્યોતા ચેરીટેબલ ટ્રસ્ટના સયુંકત ઉપક્રમે નરેશભાઈ પટેલના જન્મ દિવસ નિમિત્તે દર વર્ષ રક્તદાન કેમ્પનું આયોજન કરી  જરૂરિયાત મંદ દર્દીઓને રક્ત પુરુ પાડવાનું ઉત્તમ સેવાકીય કાર્ય કરી રહ્યા છે. દર વર્ષે આ સેવાકિય કાર્યનો વ્યાપ વધી રહ્યો છે. ત્યારે રાજકોટ શહેર અને જિલ્લા સહિત રાજ્ય અને દેશના કુલ 58 થી વધુ સ્થળે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

58 વર્ષ પૂર્ણ કરીને 59મા વર્ષમાં મંગલ પ્રવેશ કરનાર  નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે રાજ્યભરમાં ઠેર ઠેર બ્લડ ડોનેશન કેમ્પ, વૃક્ષારોપણ, વૃદ્ધો-અનાથ બાળકોને ભોજન, દર્દીઓને ફ્રુટ વિતરણ સહિતના સેવાકાર્યો કરીને ઉજવવામાં આવ્યો હતો. ખૂબ જ સૌમ્ય, સરળ અને નિખાલસ વ્યક્તિત્વ ધરાવતા ભાઈ પટેલની નામ ના ગાંધીનગર કે નવી દિલ્હી સુધી જ નહીં પરંતુ વિદેશો સુધી પ્રસરેલી છે.

નરેશભાઈ પટેલ લગભગ એક દાયકા સુધી રાજકોટ એન્જિનિયરિંગ એસોસીએશનના પ્રમુખ તરીકે સફર સેવા આપી ચૂક્યા છે. પાટીદાર સમાજને વધુને વધુ સંગઠિત કરવાના જીવન ધ્યેય સાથે તેઓ આગળ ધપી રહ્યા છે. જન્મ દિવસને સમાજ સેવામાં સમર્પિત કરીને જરૂરિયાતમંદોને ઉપયોગી બનવાની નેમ સાથે ઉજવણી કરનાર એવા ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલનો જન્મ દિવસ અવિસ્મરણીય અને યાદગાર બની રહ્યો.

મનોહરસિંહ જાડેજા અને શંકરસિંહ વાઘેલાએ કહ્યું હતું નરેશ પટેલને લોન તરીકે આપો   ચૂંટણી પુર્ણ થયે પાછો આપી દઈશું !!

નારેશભાઈએ પોતાના જીવનના પ્રસંગો વર્ણવતા જણાવ્યું હતું કે મનોહરસિંહ જાડેજા ( દાદા) તેમજ શંકરસિંહ બાપુ તેમના ઘરે આવેલા અને પરિવારજનો ને કહેલ કે નરેશ ને લોન તરીકે અમને આપો ,ચૂંટણી પત્યે પરત આપી દઈશું.

ઉલ્લેખનીય છે કે નરેશભાઇ પટેલનો દબદબો સમગ્ર રાજ્યમાં રહ્યો છે.ખાસ લેઉવા પટેલ સમાજના મોભી તેમજ ખોડલધામ ટ્રસ્ટ ના ચેરમેન તરીકે તેઓ સેવા કરી રહ્યા છે ત્યારે તેમના એક ઈશારે સમાજના યુવાનો અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે.માન અને મોભો હંમેશા તેઓએ તેમની સાદગીભર્યા વ્યક્તિત્વ દ્વારા જાળવી રાખ્યો છે ત્યારે કરોડો લોકોના તેઓ પ્રેરણા સ્ત્રોત બની ચુક્યા છે.

Naresh Patel

શાલીની પટેલને જીવનસાથી બનાવવા માટે મનોહરસિંહ જાડેજા‘દાદા’એ ખુબ જ સપોર્ટ કર્યો: નરેશભાઇ પટેલ 

નરેશભાઈ પટેલે અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે લોકોનો હરહંમેશ અપાર પ્રેમ મળી રહ્યો છે જેટલું કહું તેમના માટે શબ્દો ખૂટે.આજના જન્મદિવસે રાજ્ય તેમજ દેશભરમાં કાર્યક્રમો કરનાર તમામ આયોજકો અને સમાજના અગ્રણીઓ અને યુવાનોનો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરું છું.ખોડલમાતાએ આપેલ શક્તિથી 58 વર્ષ પુરા કર્યા છે.નરેશભાઈ પટેલે પત્ની શાલીની પટેલ સાથે લવ મેરેજ કર્યા છે.તેમની સફળતા પાછળ પત્નીનો સિંહ ફાળો છે ત્યારે અંગત જીવનની ચર્ચા કરતા નરેશભાઈએ જણાવ્યું હતું કે મનોહરસિંહ જાડેજા (દાદા) ને મેં જણાવ્યું હતું કે શાલીની પટેલ સાથે લગ્ન કરવા મારે જે કરવું પડે તે કરીશ. તમારે મારા કુટુંબ ને સમજાવવા પડે તો પણ તમે મને સપોર્ટ કરજો.

સાથેજ અનેક એવા પ્રસંગો છે જે વર્ણવું તો દિવસો ટૂંકા પડે.સ્ટેજ કાર્યક્રમોમાં પણ તેને મારા હસ્તેજ ઇનામ મળે તે માટેનો મારો આગ્રહ રહેતો અને હું તમામ પ્લાનિંગ પણ કરતો… જીવનમાં સફળતા હાંસિલ છે તો માત્ર શાલીની અને મારો પરિવાર જ મારો સૌથી મોટો સપોર્ટર રહ્યો છે.પુત્ર શીવરાજ પણ મારું ગૌરવ છે તે પણ ખૂબ આગળ વધે તેવી ખોડિયાર માતાને પ્રાર્થના.

માત્ર ગુજરાત જ નહીં ભારતભરમાં નરેશભાઈ પ્રત્યે લોકોને લાગણી : ડો.પ્રદીપ ડવ

અબતક સાથેની વાતચીતમાં મેયર ડોક્ટર પ્રદીપ ડવ નરેશભાઈ પટેલ વિષે જણાવે છે કે સેવા જેમના જીવનનો પર્યાય રહ્યો છે તેવા ખોડલધામના પ્રણેતા અને સેવાની જ્યોત જલાવનાર તથા ફક્ત લેવા પટેલની પરંતુ સર્વ સમાજના આદર્શ અને જેમના જીવનમાં હંમેશા ધર્મ અને પોતાનું કર્મ છે. માત્ર રાજકોટ જ નહીં ગુજરાત જ નહીં સમગ્ર ભારત ભરમાં ખૂબ લાગણીથી અને પ્રેમથી અલગ અલગ 59થી વધુ જગ્યાએ તેમના જન્મદિવસની સેવાના દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે તેમને ખૂબ ખૂબ શુભેચ્છા.નરેશભાઇ હંમેશા માત્ર લેઉવા પટેલ સમાજ જ નહિં પરંતુ તમામ સમાજને સાથે રાખીને ચાલનારું અનોખું વ્યક્તિત્વ છે.

અઢારે્ય વરણને સાથે રાખીને સેવા કરનાર વ્યક્તિ એટલે નરેશભાઈ પટેલ : મુકેશભાઈ દોશી

અબતક સાથેની વાતચીતમાં રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી જણાવે છે કે, નરેશભાઈ પટેલ એક એવું વ્યક્તિત્વ છે જે સમાજના દરેક વ્યક્તિને સાથે રાખી ને ચાલે છે ખાસ લેવા પટેલ સમાજના મોભી છે.તેમનું પોતાનું ચેરીટેબલ ટ્રસ્ટ સામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલું છે અને વર્ષોથી તેના નેજા હેઠળ રક્તદાન પ્રવૃત્તિ તથા મેડિકલ સહાય અને શિક્ષણ સહાય જેવી પ્રવૃત્તિઓ ખૂબ મોટાપાયે કરવામાં આવે છે.સમાજને સંકલિત કરી સમાજના ઉત્કર્ષ માટે કામ કરતા નરેશભાઈનો આજે જન્મદિવસ છે ત્યારે ખૂબ આનંદ સાથે તેમના દીર્ઘઆયુષ્ય માટે ઈશ્વરને પ્રાર્થના કરીશ અને તેમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું.

માતાજીને પ્રાર્થના કરીશ દરેક જન્મમાં પુત્ર તરીકે આ ઘરમાં જ જન્મ મળે : શિવરાજ પટેલ

અબતક સાથેની વાતચીતમાં નરેશભાઈ પટેલના પુત્ર શિવરાજ પટેલે જણાવ્યું કે આજરોજ પિતાએ 58 વર્ષ પુરા કર્યા છે તેમને ખૂબ ખૂબ અભિનંદન તથા માતાજી આ જ પ્રકારે તેમને સેવા કરવા માટે તાકાત આપે અને હિંમત આપે તેવી પ્રાર્થના. લાખો યુવાનોના પ્રેરણા સ્તોત્ર યુવાનોના પ્રેમથી જ “નરેશભાઈ” બન્યા છે તે યુવાનોનો પણ ખૂબ ખૂબ આભાર આજે તેમના જન્મદિવસ નિમિત્તે આયોજિત રક્તદાન કેમ્પમાં આવેલ રક્તદાતાઓ તથા સ્વયંસેવકોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું રાજકીય એકેડેમી શરૂ કરવાનું કારણ ફક્ત પટેલ સમાજના યુવાનો રાજકારણ ક્ષેત્રે આગળ આવે એવું નહીં પરંતુ તમામ સમાજ માટે આ એકેડેમી શરૂ કરવામાં આવી છે હું પોતે પણ તેમાં જોડાયેલો છું. આજે મારા પિતાનો જન્મદિવસ હોય ત્યારે મને એવી જ એવી લાગણી થઈ રહી છે કે મેં કંઈક સારા કર્મ કર્યા હશે જેના ફળ રૂપે મને નરેશભાઈ જેવા પિતા મળ્યા.માતાજીને પ્રાર્થના દરેક જન્મમાં મને આજ માતાપિતા મળે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.