Abtak Media Google News

ટાટા ગ્રુપ પર રોકાણકારોએ દર્શાવેલો વિશ્વાસ સવાયો સાર્થક થયો છે. ટાટા ટેકનોલોજીના આઇપીઓએ રોકાણકારોની ઝોળી છલકાવી દીધી છે. 140% ઊંચા ભાવે લિસ્ટિંગ થયા બાદ ઉઘડતી બજારે શેરનો ભાવ 175 ટકા સુધી ઊંચકાયો હતો.માત્ર એક જ સપ્તાહમાં રોકાણકારોની મૂડી અઢી ગણીથી પણ વધી જવા પામી છે.ગંધારનું પણ શાનદાર લિસ્ટિંગ થયું છે જો કે  અપેક્ષા મુજબ ફેટ બેંક ફાઇનાન્સિયલ માઈનસમાં ખુલ્યો હતો.ટાટાએ રોકાણકારોને રાજીના રેડ કરી દીધા છે.

રૂ. 500માં અપાયેલા શેરનું રૂ. 1200માં લિસ્ટિંગ થયા બાદ ભાવ રૂ.1400 સુધી પહોંચ્યો:ગંધાર ₹નું પણ શાનદાર પ્રદર્શન

ટાટા ટેકના આઈપીઓમાં જે નસીબદારને એલોટમેન્ટ મળ્યું છે તેને બમ્પર નફો થયો છે. ટાટા ટેકનોલોજીનું આજે શેરબજારોમાં શાનદાર ભાવે લિસ્ટિંગ થયું છે. મૂળ કિંમતના 140 ટકા પ્રીમિયમ પર લિસ્ટિંગ કર્યું હતું. શેરે એનએસસી પર રૂ. 1,200 અને બીએસસી પર રૂ. 1,199.95 પર ટ્રેડિંગ શરૂ કર્યું, જ્યારે તેની ઇશ્યૂ કિંમત રૂ. 500 હતી.

ટાટા ટેકનો રૂ. 3,042.51 કરોડનો આઇપીઓ સંપૂર્ણ રીતે ઓફર ફોર સેલ દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે. આ આઇપીઓને રોકાણકારો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો અને 64.43 વખત સબસ્ક્રાઇબ થયા બાદ ઇશ્યુ બંધ કરવામાં આવ્યો હતો.રોકાણકારો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો

રોકાણકારોએ ટાટા ટેકનોલોજીમાં ઘણો રસ દાખવ્યો હતો અને કંપનીના 4,50,29,207 શેરની સામે 3,12,63,97,350 શેર માટે બિડ મળી હતી. છૂટક રોકાણકારોએ તેમનો હિસ્સો 16.50 ગણો, લાયકાત ધરાવતા સંસ્થાકીય રોકાણકારોએ 203.41 ગણો અને બિન-સંસ્થાકીય રોકાણકારોએ 62.11 વખત સબસ્ક્રાઇબ કર્યો છે. કંપનીના કર્મચારીઓના શેર 3.70 ગણા અને શેરધારકોના 29.19 વખત સબસ્ક્રાઇબ થયા છે. આ આઇપીઓ 22 થી 24 નવેમ્બર વચ્ચે રોકાણકારો માટે ખુલ્લો હતો. કંપનીએ તેની પ્રાઇસ બેન્ડ રૂ. 475 થી રૂ. 500 પ્રતિ શેરની વચ્ચે નક્કી કરી હતી.

આજે સવારે સાચા ટેકનોલોજી નું લિસ્ટિંગ 1200 રૂપિયાના ભાવે થયા બાદ 1400 રૂપિયા સુધી શેરનો ભાવ પહોંચ્યો હતો રોકાણકારોના જબરો નફો થયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.