Abtak Media Google News

વૈશ્ર્વિક શેરબજારમાં સકારાત્મક દેખાવ છતાં છેલ્લા પાંચ સેશનમાં ભારતીય રોકાણકારોનાં નાણાનું ધોવાણ

વૈશ્ર્વિક શેર મારકેટમાં સકારાત્મક વલણ છતાં ભારતીય શેર બજારમાં મંદીનો દૌર સતત ચાલુ રહેતા છેલ્લા પાંચ ટ્રેડીંગ સેશનમાં ભારતીય રોકાણકારોના ૪.૩૦ લાખ કરોડનું ધોવાણ થયું છે.

ગઈકાલે ભારતીય શેરબજારના ભાવાંક સેન્સેકસમાં ૪૩૦ પોઈન્ટનું ગાબડા અને છેલ્લા પાંચ ટ્રેડીંગ સેશનમાં રોકાણકારોના રૂપિયાનું ધોવાણ થયું છે. વૈશ્ર્વિક શેરબજારમાં પોઝીટીવ મુવમેન્ટ હોવા છતાં ભારતમાં બેન્કીંગ સેકટરમાં વેચાવલીના ભારે દબાણને કારણે સેન્સેકસ ૩૩,૩૧૭ની નીચલી સપાટીએ બંધ થયો હતો.

છેલ્લા પાંચ ટ્રેડીંગ સેશનમાં સતત ભાવાંક તૂટતા રોકાણકારોના ૪.૩૦ લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થઈ જવા પામ્યું છે. મંદીના કારણે બી.એસ.ઈ. લીસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપીટલાઈઝેશન ૧,૪૫,૭૫,૦૫૪.૨૩ કરોડથી ઘટીને ૧,૪૪,૨૦,૬૦૬ કરોડ થયું હતું અને અંદાજે છેલ્લા પાંચ ટ્રેડીંગ સેશનમાં ઈન્ડેક્ષ લગભગ ૧૧૨૯ પોઈન્ટ ગુમાવ્યા હતા.

દરમિયાન આજે પણ બીએસસી સેન્સેકસ ખુલતા વેટ લુડકયો હતો અને ૫૦ થી ૬૦ પોઈન્ટના ઘટાડા સાથે ભારતીય શેરબજારમાં મંદીનો માહોલ જોવા મળ્યો હતો અને બેન્કીંગ, ઓટો સેકટર, રિયલ એસ્ટેટ, ટેલીકોમ વગેરે શેરોમાં વહેંચવલી જોવા મળી હતી.

ગઈકાલે ભારતીય શેરબજારમાં અન્ય સેકટોરલ ઈન્ડાઈઝીસમાં બીએસઈ રીયલ્ટી ઈન્ડેકસ ૨.૨૧ ટકા, બીએસઈ ટેલીકોમ ઈન્ડેકસ ૧.૬૮ ટકા, બીએસઈ બેન્કેસ ૧.૪૪ ટકા, બીએસઈ ઓટો ઈન્ડેકસ ૧.૩૬ ટકા, બીએસઈ કેપીટલ ગુડસ ઈન્ડેકસ ૧.૩૧ ટકા અને બીએસઈ આઈટી ઈન્ડેકસ ૧.૧૧ ટકા ઘટીને બંધ રહ્યા હતા.

આમ ભારતીય શેરબજારોમાં બેન્કિંગ ક્ષેત્રે થયેલા કૌભાંડો અને ટેલીકોમ ક્ષેત્રે છતા થયેલા ભોપાળા બાદ વૈશ્ર્વિક સ્તરે શેરબજારમાં પોઝીટીવ મુવમેન્ટ હોવા છતાં ભારતીય શેરબજારમાં મંદીના માહોલ વચ્ચે શેરબજારના રોકાણકારોને છેલ્લા પાંચ સેશનમાં જ રૂ.૪.૩૦ લાખ કરોડ ગુમાવવાનો વારો આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.