Abtak Media Google News

નિદારાસ કપ ટ્રાઈ સિરીઝના પ્રથમ મેચમાં શ્રીલંકાએ ટ્રોફી જીતીને ભારતને પહેલા બેટીંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. ભારતને શ‚આતથી જ મેચના ફેવરીટસ તરીકે ટુર્નામેન્ટમાં ટોપની ટીમ તરીકે તજજ્ઞોએ ગણાવ્યા હતા. ભારતની શ‚આત ખુબ જ નબળી રહી હતી અને માત્ર ૯ રનમાં રોહિત શર્મા અને સુરેશ રૈનાની વિકેટ ગુમાવી બેઠુ હતું. જયારે ત્રીજી વિકેટ માટે શિખર ધવન અને મનિષ પાંડે વચ્ચે ૯૫ રનની એક મહત્વની ભાગીદારી થઈ હતી. મનિષ પાંડેએ ૩૫ બોલમાં ૩૫ રન કર્યા હતા. જે એક ખૂબ જ ધીરી બેટીંગ ગણાવી શકાય. ફોર્મેટ માટે અને મનિષ પાંડેની જગ્યાએ આવેલ યુવા ખેલાડી રીશભ પંથે ૨૩ બોલમાં ૨૩ રન કર્યા હતા. રીશભ પંથ શ‚આતથી જ આક્રમક રમતની મૂડમાં હતા પણ છતાં શ્રીલંકાની બોલિંગ સામે રન કરી શકયા નહીં. ભારત તરફથી સર્વાધિક રન શિખર ધવને ૯૦ (૪૯ બોલ), ૬ ફોરસ્, ૬ સિકસ સાથે ભારતને એક સન્માનજનક સ્કોર પર લઈ જઈ શકયા હતા. શ્રીલંકા તરફથી દુશ્મંથા ચમીરાએ ૨ વિકેટ જયારે નુવાન પ્રદિપ જીવન મેન્ડિસ અને ધનુષ્કા ગુનાતિલકેએ ૧-૧ વિકેટ લીધી હતી. ભારતે ૨૦ ઓવરમાં ૧૭૪ રનનો ટોટલ વિકેટને જોતા એક સામાન્ય ટોટલ જણાતો હતો અને ભારત કદાર ૨૦ રન શોર્ટ જણાતુ હતું. એક સારા ટોટલથી તેના આ પિચ ઉપર ડીફેન્ડ કરી શકાય.

શ્રીલંકાની શ‚આત પણ નબળી રહી હતી. શ્રીલંકાએ પ્રથમ વિકેટ કુશલ મેન્ડિસના સ્વ‚પમાં માત્ર ૧૨ રનના સ્કોર પર ગુમાવી હતી. એમની જગ્યાએ આવેલા કુશાલ પરેશ એક અલગ જ મુડમાં લાગતા હતા. કુશાલ પરેશએ માત્ર ૩૨ બોલમાં ૬૬ રનની ઈનિંગ રમીને શ્રીલંકા માટે વિજયના દ્વાર ખોલી નાખ્યા. શાર્દુલ ઠાકુરની પ્રથમ ઓવરમાં જ ૨૫ રન કુશાલ પરેરાએ કરતા મેચનો ‚ખ બદલી નાખ્યો હતો અને પ્રથમ ૬ ઓવરમાં જ શ્રીલંકાએ ૭૫ રન બનાવી લીધા હતા. શ્રીલંકાએ ૧૭૫ રનનો ટારગેટ ૧૮.૩ ઓવરમાં ૫ વિકેટના નુકસાને સર કરી લીધો હતો. ભારત તરફથી વોશિંગ્ટન સુંદરે ૪ ઓવરમાં ૨૫ રન આપીને સૌથી સફળ બોલર રહ્યા હતા. જયારે જયદેવ ઉનડકટ અને શાર્દુલ ઠાકુર સૌથી ખર્ચાઈ સાબિત થયા હતા.

ભારત હવે આગામી મેચ બાંગ્લાદેશ સામે ૮ તારીખે રમશે. જેમાં કે.એલ.રાહુલ અને અક્ષર પટેલને ટીમ મેનેજમેન્ટ રીશીબ પથ અને શાર્દુલ ઠાકુરની જગ્યાએ રમાડે તેવું લાગે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.