Abtak Media Google News

ઉર્જા અને પેટ્રો કેમિકલને નિકાસના પર્યાય ગણવામાં આવે છે ત્યારે ગુજરાતમાં રિફાઈનરી અને પેટ્રો કેમિકલ પરિયોજનાના વિકાસ માટે ઈન્ડિયન ઓઈલ કંપની દ્વારા 24,000 કરોડના રોકાણ સાથે ગુજરાતમાં રિફાઈનરી ઉદ્યોગના વિકાસ માટે કમર કસવામાં આવી છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન દ્વારા સોમવારે જાહેર કરવામાં આવ્યું હતું કે, કંપની દ્વારા પેટ્રો કેમિકલ અને લીબ્રેટીંગ ઓઈલના નવા આયોજન અને ક્રુડ ઓઈલ પ્રોસેસીંગ ક્ષમતા વધારવાનું અભિયાન હાથ ધર્યું છે. કંપની દ્વારા વડોદરા નજીકના ઓઈલી રીફાઈનરીના વિકાસ અને 4.3 મિલીયન ટનમાંથી 18 મિલીયન ટન વાર્ષિક ઉત્પાદનનું લક્ષ્ય પૂરું કરવા ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે.

કંપની દ્વારા 5 લાખ ટન સુધીનું પોલી પ્રોપેલાઈન અને 2,35,000 ટન લ્યુબ્રીકેન્ટ ઓઈલ ઉત્પાદન કરવાનું લક્ષ્ય સાથે 24,000 કરોડ રૂપિયાનું રોકાણનું આયોજન કર્યું છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને કેન્દ્રીય પેટ્રોલીય, કુદરતી ગેસ, પોલાર મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને એમઓયુ હસ્તાક્ષર કાર્યક્રમમાં હાજરી આપીને ગુજરાત સરકાર અને ઈન્ડિયન ઓઈલ કંપનીના સંયુક્ત ઉપક્રમે લ્યુપેક અને ઓક્સોઆલ્કોહાલ પ્રોજેકટ સહિતના ગુજરાત રિફાઈનરી ક્ષેત્રના પ્રોજેકટોને લીલીઝંડી આપી હતી.

પુણેની કેમિકલ્સ ફેક્ટરીમાં આગ, 15 મહિલાઓ સહિત 18 જીવતા ભૂંજાયા

લ્યુપેક પ્રોજેકટમાં આયાતી લુપ ઓઈલ, પોલીપ્રોપીલાઈન, એક્રેલીક્સ અને આલ્કોહોલ પ્રોજેકટનું ગુજરાત રિફાઈનરીમાં પ્રવેશ કરાવશે. ઘર આંગણે ઉત્પાદન થનારા આ કાચા માલથી ઓઈલ પેઈન્ટ, કોટીંગ, એડ્રેસીવ, કાપડ ઉદ્યોગમાં કામ આવતા રસાયણો અને પ્લાસ્ટીસાઈઝર ઉદ્યોગને ઘરબેઠા કાચો માલ પ્રાપ્ત થશે.

પેટ્રો કેમિકલ લ્યુપ અને આલ્કોહોલ બેઝડ વસ્તુઓનું નિર્માણ ગુજરાતમાં થતાં ઉત્પાદનનો ખર્ચ ઘટશે અને સસ્તા ભાવે માલ ઉપલબ્ધ થશે. ગુજરાતમાં પેટ્રો કેમિકલ પ્રોજેકટના વિકાસ માટે શરૂ થયેલી આ કવાયતમાં પીવીસી સીરીન એકરાઈલોનીટ્રાય, પોલીમીથાઈલ, મેથાસાઈલેટ, ઈથીલીન ઓકસાઈડ જેવી વસ્તુઓનું ભવિષ્યમાં ઉત્પાદન થશે. ક્રુડ ઓઈલ અને અન્ય ઈંધણમાં 20.7 ટકા જેટલું મિશ્રણ થઈ શકે તેવી વસ્તઓનું ઘર આંગણે ઉત્પાદન કરવામાં આવશે.

આઈઓસીના ચેરમેન એસ.એમ.વૈદ્યએ જણાવ્યું હતું કે, ગુજરાત રિફાઈનરી ઉદ્યોગ હવે તેની નવી ક્ષમતા વિકસાવી રહ્યું છે. આ પરિયોજનાઓથી સીધુ અને પરોક્ષ રોકાણની સાથે સાથે રોજગારી અને બાંધકામ ક્ષેત્રને નવું જ બળ મળશે. 125 મિલીયન કલાકોના શ્રમયજ્ઞથી આ પરિયોજનાઓ શરૂ થશે તેમજ સાકાર પામશે. ગુજરાતમાં આઈઓસીના 24,000 કરોડ રૂપિયાના રોકાણથી આર્થિક સધ્ધરતાની સાથે સાથે રોજગારી અને આવકના સ્ત્રોત વધશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.