Abtak Media Google News

મંગળવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્રકાર પરિષદ બોલાવી મહત્વની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે ઇંધણના ભાવ ઘટાડા અને પર્યાવરણને નુકશાન ન થાય એ માટે ઇ વ્હીકલ માટેનવી પોલિસી તૈયાર કરવામાં આવી છે જે અંતર્ગત ઇલેક્ટ્રિક વાહનોનો લોકો વધુમાં વધુ ઉપયોગ કરવાનું શરૂ કરે એ માટે રાજ્ય સરકાર સબસીડી આપશે. રાજ્ય સરકારની ઇ-વ્હીકલ પોલીસી આગામી 4 વર્ષ સુધી અમલી રહેશે.

CM વિજય રૂપાણીએ જણાવ્યું કે લોકોએ ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ વધારવો જોઇએ. ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગમાં વધાયો થાય તે માટે દેશભરમાં સૌથી વધુ ગુજરાત સરકારે ઉદાર હાથે સબસીડી આપવાનું નક્કી કર્યું છે. જેમાં પ્રતિ કિલો વોટ સબસીડાઈઝ કરવામાં આવશે. ટુ વ્હિલર,થ્રી વ્હિલર, ફોર વ્હિલર વાહનો માટે અપાશે સબસીડી, તો 2 વ્હિલર માટે 20 હજારની સબસીડી, થ્રી વ્હિલર માટે 50 હજારની સબસીડી અને ફોર વ્હિલર માટે 1.5 લાખની સબસીડી આપવાની જાહેરાત કરવામાં આવી છે.

ઈ-વ્હીકલ માટે આગામી ટૂંકાગાળામાં ગુજરાતભરમાં 500 જેટલા ચાર્જીંગ સ્ટેશન ઉભા કરવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી ઇલેક્ટ્રિક વાહનો માટેની સબસીડી અંગે જણાવ્યું કે જેમ રસ્તા પર થોડા થોડા કિમીની અંતરે પેટ્રોલપંપ ઉપલબ્ધ છે તેવી જ રીતે હોઇવે પર હોટલો સહિતના સ્થળો પર ચાર્જિંગ પોઇન્ટ રાખવામાં આવશે.

નવું મહાઅભિયાન રંગ લાવ્યું! દરરોજ 1 કરોડ લોકોને ‘કોરોના કવચ’નું લક્ષ્યાંક હવે દૂર નહીં!!

ઈ-વ્હીકલ નીતિ-2021ના આકર્ષણ

  • ચાર્જીંગ સ્ટેશન ઉભા કરવા પેટ્રોલપંપ સંચાલકોને પણ મંજૂરી અપાશે
  • રહેણાંક આવાસો અને કોમર્શીયલ વ્યાપારી જગ્યાઓ ઉપર પણ ચાર્જીંગની મંજૂરી અપાશે
  • આરટીઓમાં રજીસ્ટર થતાં ઈ-વ્હીકલ માટે રજીસ્ટ્રેશન ફી માફ કરવામાં આવી છે, જે 4 વર્ષ સુધી અમલમાં રહેશે
  • નવી નીતિના પગલે 5 કરોડ રૂપિયાના ઈંધણની બચત થશે
  • હવામાં 6 લાખ ટન જેટલા કાર્બન ઉત્સર્જનની બચત કરી શકાશે
  • ઈ-વાહનો માટેની સબસીડી ડીબીટી મારફત સીધી લાભાર્થીના ખાતામાં જમા કરાશે
  • કિલોવોટની ગણતરી મુજબ સબસીડી આપનાર ગુજરાત પહેલુ રાજ્ય બનશે
  • ઓટો મોબાઈલ હબ તરીકે જાણીતું ગુજરાત હવે ઈ-હબ બનવાની સરકારને આશા
  • ઈ-વ્હીકલ ડ્રાઈવીંગ, વેંચાણ, સર્વિસ અને ચાર્જીંગ સ્ટેશન મારફત વધુ રોજગારીનું નિર્માણ થશે
  • આવતા ચાર વર્ષમાં 10 લાખ ટુ-વ્હીલર, 70 હજાર થ્રી-વ્હીલર (રીક્ષા, ટેમ્પો) અને 20 હજાર ફોર-વ્હીલર માર્ગો પર દોડતા થવાની શકયતા
  • ઈ-વાહનોમાં પ્રતિ કિલોમીટર ખર્ચ 30 થી 50 ટકા ઓછો આવે છે, પર્યાવરણનું રક્ષણ અને આબોહવાની શુદ્ધતાના મુખ્ય ફાયદા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.