Abtak Media Google News

માહી કંપનીએ મિલ્ક ઓન મોબાઇલ એપ્લિકેશનમાં મન્થલી સબસ્ક્રિપ્શન રજૂ કર્યુ

અબતક,રાજકોટ

દૂધ ઉત્પાદકોની પોતાની કંપની માહી મિલ્ક પ્રોડ્યૂસર કંપનીએ રાજકોટ શહેરમાં ઓનલાઇન દૂધ અને તેના ઉત્પાદનો ઉપલબ્ધ કરાવવા ગત લોકડાઉનના સમય દરમિયાન મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરી હતી જેન શહેરીજનોનો સુંદર પ્રતિસાદ મળ્યો હતો . કંપની દ્વારા આ એપ્લીકેશન લોન્ચ કરાતા રાજકોટના શહેરી વિસ્તારના લોકોને આંગળીના ટેરવે ઘરે બેઠા માહી કંપનીના દૂધ , દહીં , ઘી , છાશ વગેરે ઉપલબ્ધ બન્યા છે ત્યારે શહેરીજનોની સાનુકુળતાને ધ્યાને લઇને કંપનીએ હવે તેની આ મોબાઇલ એપ્લિકેશનમાં વધુ એક ફિચર ઉમેરી અને રોજની ચૂકવણીની ઝંઝટમાંથી લોકોને મુક્તિ આપી છે .રાજકોટ સ્થિત માહી કંપનીએ રાજકોટના શહેરીજનોને સુવિધા મળી રહે તે માટે ઓનલાઇન મિલ્ક એપ્લિકેશન લોન્ચ કરી , તેમને જરૂરિયાત મુજબના દૂધ અને તેના વિવિધ ઉત્પાદનો ઘરે બેઠા ઉપલબ્ધ કરાવી એક નવતર પ્રયોગ કર્યો હતો જેને લોકોનો અપ્રતિમ પ્રતિસાદ સાંપડયો હતો .

 

મિલ્ક ઓન મોબાઇલ  (ખઘખ) એ એક એવી સુવિધા જનક મોબાઇલ એપ્લિકેશન છે કે જે એન્ડ્રોઇડ મોબાઇલમાં ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે . આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ગ્રાહકે તેની વ્યક્તિગત માહિતી ભરવાની રહે છે . ત્યારબાદ જેવી રીતે અન્ય વસ્તુઓની ઓનલાઇન ખરીદી કરીએ છીએ તેવી જ રીતે માહી દૂધ તેમજ માહી દૂધના વિવિધ ઉત્પાદનોની પણ ખરીદી ગ્રાહક આ એપ્લિકેશન દ્વારા ઓર્ડર આપી કરી શકે છે . આ એપ્લિકેશન દ્વારા લોકોને દૂધ કે દૂધની વિવિધ પ્રોડક્ટસ ખરીદવી હોય તો તેની કિંમત મુજબના પૈસા દરરોજ ચૂકવવા પડતા હતા . લોકોની સુવિધાને ધ્યાને લઇને કંપનીએ આ એપ્લિકેશનમાં મન્થલી સબસ્ક્રિપ્શનનો ઓપ્શન ઉમેર્યો છે તેના કારણે હવે શહેરીજનોને રોજની રોક્ડ ચૂકવણીની ઝંઝટમાંથી મુક્તિ મળશે .

આ મિલ્ક ઓન મોબાઇલ એપ્લિકેશનમાં મન્થલી સબસ્ક્રિપ્શન શરૂ કરવા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમા મન્થલી સબસ્ક્રિપ્શન લેનાર ગ્રાહકો તેમજ માહી કંપનીના અધિકારીઓ , કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા . આ સુવિધા લોન્ચ કરવા યોજાયેલ કાર્યક્રમમાં કંપનીના ચીફ એકિઝકયુટિવ ડો . સંજય ગોવાણીએ માહી દૂધ અને તેના ઉત્પાદનોની ડિલિવરી કરતા ડિલિવરી બોયઝને ફ્લેગ ઓફ કરાવી સુવિધાનો પ્રારંભ કરાવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.