Abtak Media Google News

ડોશી મરે તેનો વાંધો નહીં પણ જમ ઘર ભાળી જાય તે ન ચાલે… ચીનના વુહાનમાંથી શરૂ થયેલી કોરોનાની ભુતાવળ આખા વિશ્ર્વને આંટો મારીને હજારોના ભોગ લઈ ચૂકી છે ત્યારે આ બીમારીનો ઈલાજ હજુ પુરેપુરો શોધાયો નથી પરંતુ કોવિડ-19ની આડઅસરમાં ઉભી થતી આરોગ્યલક્ષી સમસ્યાઓને નવી બિમારીઓમાં હૃદયરોગના હુમલાનું પણ એક નામ ઉમેરાયું છે. કોરોનામાંથી બેઠા થયેલા દર્દીઓને અન્ય બિમારીઓના સંક્રમણની દહેશત વધુ પ્રમાણમાં રહે છે. હાઈપર ટેન્શન, ડાયાબીટીશન જેવી વધારાની ઉપાધી કોરોનાની સારવારમાં રહી જતી બેદરકારી અને અન્ય કારણોસર મળી જાય છે. મોટી ઉંમરના લોકોને કોરોનાની બીજી લહેરમાં અન્ય બીમારીઓના કારણે હોસ્પિટલમાં દાખલ કરવા પડે છે. આ સમસ્યામાં સૌથી વધુ ગંભીર બાબત હૃદય સંબંધી સમસ્યાઓની રહેલી છે.

કોરોનાનું સંક્રમણ હૃદયને કેવી રીતે અસર કરે છે. અમદાવાદના ઈન્ટરવેશ્નલ કાર્ડિયોલોજીસ્ટ ડો.કમલ શર્માનું જણાવવાનું છે કે, કોવિડ-19ના વાયરસ શરીરમાં પ્રવેશે એટલે તેની અસર હૃદયને થાય જ છે. કોરોનાના કોવિડ વાયરસ હૃદય સુધી પહોંચી જાય છે. જેના કારણે કોવિડના દર્દીઓને હૃદય સંબંધી સમસ્યાનો શિકાર થવું પડે છે. જેમાં હૃદયના અનિયમીત ધબકારા, લોહીનું ગંઠાઈ જવું, અનિયમીત રક્તસ્ત્રાવ અને ધમની અને શિરામાં લોહીના કણો ગંઠાઈ જવાથી હૃદયના જમણા ભાગમાં દબાણ વધી જાય છે અને આખા હૃદય પર હુમલાની શકયતા વધી જાય છે.

કોરોના દર્દીઓ માટે નિયમીતપણે હૃદયનું નિદાન કરાવતું રહેવું અનિવાર્ય બની રહ્યું છે. કોરોનાના દર્દીને ગમે ત્યારે હૃદય સંબંધી મુશ્કેલી ઉદ્ભવી શકે અને લોહી ગંઠાવાથી લઈને હૃદયની દિવાલોની પેશીઓને નુકશાન આ સમયગાળા દરમિયાન દેખાય છે.

યુ.એન.મહેતા કાર્ડિયોલોજીસ્ટ ઈસ્ટિટયુટના ડો.જયેશ પ્રજાપતિનું કહેવાનું છે કે, કેરીફેરલ વાસ્ક્યુલર ડીસીસના કારણે લોહીનું વહન કરતી નશોમાં દબાણ અને હૃદયરોગના હુમલાની શકયતા રહે છે. કોવિડના દર્દીઓ માટે કોરોનામાંથી મુક્તિ મળ્યા બાદ હૃદયની સારવાર અને તેના પર ધ્યાન રાખવું ખાસ આવશ્યક બન્યું છે. કોરોનાના વાયરસ દર્દી માટે બકરૂ કાઢતા ઉંટ પેઠુની જેમ કોરોના ડાયાબીટીસ, બ્લડપ્રેસર અને હૃદયરોગના લક્ષણો બોનસ રૂપે આપતું જાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.