Abtak Media Google News

આ કૌભાંડ નથી તો બીજું છે શું?

આની પાછળ કોણ છે?

Advertisement

ગઇકાલે પોલીસે ૯૭ કરોડની જુની નોટ સાથે આરોપીઓને ઝડપી લીધા અહીં સવાલ એ થાય છે કે શું હજુ પણ રદ થયેલી નોટો છાતા ખૂર્ણે બદલાવાઇ રહી છે ?

કેમ કે – બેંકોમાં રદ થયેલી જૂની નોટો બદલાવાની ઓફિસીયલ અવધિ તો કયારની પૂરી થઇ ગઇ છે. પોલીસ પણ માથું ખંજવાળે છે કે આટલી મોટી રકમની નોટો આરોપીઓ કયા અને કઇ રીતે એકસચેંજ કરવાના હતા ? નોટો પકડાયાના ૪૮ કલાક બાદ પણ પોલીસ માટે આ એક પઝલ છે.

આ મામલે પોલીસે ૧૬ લોકોની ધરપકડ કરી છે. તપાસમાં બહાર આવ્યું છે કે ૪૦ ટકાના કમિશનથી બેંગ્લોરનો ‘હરિ ક્રિશ્ન’નામનોઆદમી જૂની નોટો સામે નવી નોટો આપવાનો હતો હવે પોલીસને હરિ ક્રિશ્નની તલાસ છે. પરંતુ સવાલ તો હજુ ઊભો જ છે કે આ કૌભાંડની પાછળ છે કોણ ? આર.બી.આઇ., બેંકો  કે પછી અન્ય કોઇ ? ટૂંકમાં હજુ પણ દેશમાં છાને ખુણે જૂની નોટો બદલાઇ છે તે તો દીવા જેવી ચોખ્ખી વાત છે સવાલ જ નથી. અગાઉ પણ જૂની નોટો જંગી માત્રામાં ઝડપાઇ ચૂકી છે. તે શું બનાવે છે? કૌભાંડ આની કોઇ તપાસ કરીને તેના મુળ સુધી જશે ?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.