Abtak Media Google News

આવકવેરા વિભાગ દ્વારા કરદાતાઓ અંગે જાહેર કરવામાં આવેલી વિગતો

માત્ર ૧ ભારતીય કરદાતા પાસે જ ૧૦૦ કરોડથી વધુની ટેકસેબલ ઇન્કમ છે ?!! જી હા, ઇન્કમટેકસ ડીપાર્ટમેન્ટ તાજેતરમાં જારી કરેલ કેટલીક વિગતોમાં આમ જાણવા મળ્યું છે.

Advertisement

આવકવેરા વિભાગ દ્વારા બુધવારે કેટલીક વિગતો જાહેર કરવામાં આવી હતી જેમાં વિભાગે જણાવ્યું હતું કે નાણાકીય ૨૦૧૪-૧૫માં ૪.૧ કરોડ ભારતીયોએ ઇન્કમટેકસ  રીટર્ન ભર્યુ હતું. પરંતુ તેમાંથી બે કરોડ લોકોએ ઝીરો ઇન્કમટેકસ રીટર્ન ભર્યુ હતું. મતલબ કે આ બેકરોડ લોકોની આવક ટેકસના દાયરામાં આવતી જ ન હતી !!

આ ઉપરાંત બે કરોડ ભારતીયોએ સરેરાશ ‚ા ૪૨,૪૫૬ નો ટેકસ ભર્યો છે. અને એક લાખથી વધુ ટેકસ ભર્યો હોય તેવા ફકત એક કરોડ કરદાતા  લોકો જ છે.

સરકારની કેટલીક નીતીઓ અને ટેકસ સુધારણા બાદ ભારતમાં ટેકસ ચુકવનારાઓની સંખ્યામાં વધારો થયો છે. આવકવેરા વિભાગ દ્વારા જાહેર કરેલી વિગતો મુજબ તેલંગણામાંથી મળતો ટેકસ બે ગણો થઇ ગયો છે. અને મિઝોરમ, નાગાલેન્ડ, સિકકીમ અને મણીપુર જેવા રાજયોમાંથી મળતા ટેકસમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.

ઉલ્લેખનીય છે કે માત્ર એક જ વ્યકિત ૧૦૦ કરોડની કરપાત્ર આવક ધરાવે છે જો કે આવકવેરા વિભાગ દ્વારા આ ધનાગઢનું નામ જાહેર કરેલ નથી. મતલબ કે નામ અંગેની વિગતો ગુપ્ત રાખવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.