Abtak Media Google News

લગ્ન પ્રસંગમાં માથાકૂટ થતા તિક્ષ્ણ હથીયારથી હુમલો કરી ઢીમઢાળી દીધું

સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા ની પરિસ્થિતિ સતત કથડથી   રહી છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ચોરી લૂંટફાટ મારામારી અને હત્યાના બનાવો સતત વધતા જઈ રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર શહેરની વિમલ નાથ સોસાયટીમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે જુના ઝઘડા નું અને મનદુખનું વેર રાખી અને હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

Advertisement

ત્યારે 55 વર્ષ ના આધેડ મહેબુબભાઇ મુલતાનીને છરીના ઘા જીકી મોત ને ઘાટ ઉતારવા માં આવતા ચકચાર મચી  જવા પામ્યો છે.દિલીપ સિંહ ઝાલા,ચેતન સિંહ ઝાલા,રવિરાજ સિંહ ઝાલા આ ત્રણેય ભાઈઓ દ્વારા મહેબૂબ ભાઈ પણ હુમલો કર્યો છે.અને મોત ને ઘાટ ઉતર્યા છે. ત્યારે  સુરેન્દ્રનગર જિલ્લા માં વધુ એક હત્યા નો બનાવ ને લઈ કાયદો અને વેવસ્થા ની કથળતી પરિસ્થિતિ સામે આવી છે.હત્યારાઓ એ હત્યા કરી અને આધેડ ના શરીર ના અંગો પણ કાપી નાખ્યા છે.જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક હિમાંશુ દોષી અને પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો છે.મૃતક આધેડ ની ડેડ બોડી ને પી.એમ માટે ગાંધી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

આધેડ ના મોત બાદ પરિવાર માં પણ કલ્પાંત સર્જાયો છે. અને ઘરમાં આવી અને ત્રણ  શખ્સો દ્વારા વિમલના સોસાયટીમાં આવેલ આધેડના ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ મેળવી અને  હથિયારથી હુમલો કરી મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે આ મામલે મૃતક ની પત્નીને પણ ગંભીર ઈજા થઈ છે તેને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે હાલની પરિસ્થિતિ મુજબ પોલીસ એ ત્રણ શખ્સો સામે 302 અને 307 ની કલમ અનુસાર ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ત્યારે ઉલ્લેખનીય છે કે ઘટનાની જાણ થતા સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ વીરજા તથા નાયબ પોલીસ અધિક્ષક હિમાંશુભાઈ દોશી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયું છે આ મામલે તપાસ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે મોડી રાત્રે ત્રણ જેટલા ઇસમો સામે હત્યાનો ગુનો દાખલ કરી અને પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે ઘટનાને 24 કલાક થયા પરંતુ હજુ સુધી કોઈ પણ પ્રકારના હત્યારો પોલીસ પકડમાં આવ્યા નથી અને પોલીસ પકડથી દૂર છે.

વિમલના સોસાયટી પાછળના ભાગ એક ક્રુરતા પૂર્વક હત્યાનો બનાવ સામે આવ્યો છે. ત્યારે મહેબૂબ મુલતાની નામના અંદાજિત 55 આધેડ ને રહેંસી નાખવામાં આવ્યો છે.  ડેડબોડીને પીએમ માટે પ્રથમ સુરેન્દ્રનગર શહેરની ગાંધી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. ત્યારે આધેડ ની હત્યા બાદ શરીરના હાથ તેમજ અન્ય ગુપ્ત અંગો કાપી નાખવામાં આવ્યા છે અને ક્રૂરતા પૂર્વક ત્રણ જેટલા શખ્સો દ્વારા હત્યા કરવામાં આવી હોવાનું ખુલવા પામ્યું છે આ મામલે પોલીસ ફરિયાદ દાખલ કરી અને તપાસ કામગીરી હાથ ધરી હથિયારાઓને ઝડપી પાડવા પોલીસ તંત્રએ અલગ અલગ ટીમો બનાવી છે.

શનિવારની મધરાત્રીએ લગ્નના જમણવારમાં મહેબૂબ મુલતાની અને અન્ય ત્રણ શખ્સો એકઠા થયા હતા તે દરમિયાન સામાન્ય બોલાચાલી થઈ હતી ત્યારે મહેબૂબ મુલતાની જે સ્થળ ઉપર વિમલના સોસાયટી પાછળ રહે છે ત્યાં આ ત્રણ શખ્સો કે જે ત્રણેય સગા ભાઈઓ છે ત્યાં દોડી ગયા હતા અને ત્યારબાદ ઘરમાંથી મહેબૂબ મુલતાનીને બહાર કાઢી અને હથિયાર ના ઘા જી કી અને મોતને ઘાટ ઉતારવામાં  આવ્યાનું પોલીસ  તપાસમાં બહાર આવ્યું છે.

ત્રણેય હત્યારાઓ મૃતકનો હાથ અને ગુપ્તાંગ કાપી નાખ્યા: રાજકોટ પી.એમ.કરાયું

સુરેન્દ્રનગરની વિમલ ના સોસાયટી આમ તો સાંત વિસ્તાર ગણવામાં આવે છે વેપારી વર્ગ આ સોસાયટીમાં વસવાટ કરી રહ્યો છે ત્યારે આ સોસાયટીની એકજેટ પાછળના વિસ્તારમાં હત્યાનો બનાવ બનતા ચકચાર મચી જવા પામ્યો છે હત્યાના બનાવમાં હત્યારાઓ દ્વારા મહેબૂબ મુલતાની નામના શખ્સ ઉપર જીવલેણ હુમલો કરી અને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે શરીરના અંગો કાપી નાખવામાં આવતા સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલમાં પીએમ ન થઈ શકે તેમ હોય તે માટે ડેડબોડીને રાજકોટ ફોરેન્સિક પીએમ માટે ખસેડવામાં આવી છે ત્યારે મહેબુબભાઇ મુલતાનીના હાથ તેમજ અન્ય શરીરના અંગો હથિયારાઓ દ્વારા કાપી નાખવામાં આવ્યા છે ત્યારે ઘટનાને લઇ પરિવારમાં પણ રોષ વ્યાપ્યો છે.

મૃતકની પત્ની બચાવવા જતા ત્રણેય શખ્સોએ મારમાર્યો

સુરેન્દ્રનગરની વિમલના સોસાયટીમાં ઘર ઉપર જઈ અને આધેડની હત્યા કરવામાં આવી છે ત્યારે હત્યારાઓ  જે સમયે પતિ ઉપર હુમલો કરી રહ્યા હતા તેમને બચાવવા માટે પત્ની વચ્ચે પડી હતી ત્યારે પત્નીને પણ તરીક્ષણ હથિયારોના ઘા વાગ્યા છે ત્યારે તેમની હાલત પણ લથડતા સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે અને ત્યારબાદ નિવેદન લઇ અને તપાસ કામગીરી હાથ ધરવામાં આવી છે હાલની પરિસ્થિતિ મુજબ તમામ હથિયાર આવો ફરાર બન્યા છે તમામ જે હત્યારા છે તે ત્રણેય સગા ભાઈ હોવાનું પણ ખુલવા પામ્યું છે આ મામલે પોલીસ તંત્ર દ્વારા અલગ અલગ ટીમો બનાવી અને ઝડપી લેવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.