Abtak Media Google News

જો આખા ઘરમાં લાકડાનું ફર્નિચર હોય તો આપણને હંમેશા એક જ ડર સતાવતો હોય છે ક્યાંક તેમાં ઊધઈ ના લાગી જાય. જો કે ઊધઈ દેખાવમાં સફેદ રંગની એકદમ નાની હોય છે અને લાકડા પર તેમજ ભેજવાળી વસ્તુઓમાં થઈ જતી હોય છે.

Advertisement

ઊધઈ લાકડા તથા પુસ્તકોને પણ બગાડી દે છે. જો તમારા ઘરમાં પણ ઊધઈ ખૂબ જ પ્રમાણમાં આવતી હોય તો તમે ટર્મિનેટર નામના લીક્વીડનો  ઉપયોગ કરી શકો છો, જેથી કરીને ઊધઈની સમસ્યા ઓછી થઈ શકે છે. આ ઉપરાંત તમે અહીં આપેલા ઉપાય પણ અજમાવી શકો છો.

1. ઘરની આસપાસ ક્યાંય પાણી જમા ના થવા દો. નાળી અને ગટરની સફાઈ પર પુરતું ધ્યાન આપો.
2. ઘરમાં સમયાંતરે પેસ્ટ કંટ્રોલ કરાવતા રહો. ખાસ કરીને ચોમાસામાં આનો છંટકાવ કરાવો.
3. ફર્નિચરને થોડા દિવસ તાપમાં રાખો અને ઊધઈ વિરોધી સ્પ્રે છાંટો.
4. આ ઉપાય કર્યા પછી પણ જો ત્યાં ઊધઈ આવી જતી હોય તો ફર્નિચર પર પેઈન્ટ કરાવી દો કે પોલિસ કરાવી દો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.