Abtak Media Google News
  • સ્ટેન્ડબાઈ પ્લેયર તરીકે ઋતુરાજ ગાયકવાડ, મુકેશ કુમાર અને સૂર્યકુમાર યાદવનું ચયન કરાયું
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ માટે અપડેટેડ ટીમની જાહેરાત કરી છે. કેએલ રાહુલને અગાઉ ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો પરંતુ ઈજાના કારણે તે બહાર થઈ ગયો છે. હવે રાહુલની જગ્યાએ ઈશાન કિશનને સત્તાવાર રીતે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. બીસીસીઆઈએ ઉમેશ યાદવ અને ઉનડકટની ઈજા અંગે લેટેસ્ટ અપડેટ પણ આપી હતી. આ વખતે બીસીસીઆઈએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ માટે સ્ટેન્ડબાય ખેલાડીઓના નામ પણ જાહેર કર્યા છે.
બીસીસીઆઈએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, આઈપીએલમાં બેંગ્લોર સામેના મેચમાં ફીલ્ડિંગ કરતી વખતે રાહુલને હેમસ્ટ્રિંગમાં ઈજા થઈ હતી. મેડિકલ ટીમ સાથે ચર્ચા કર્યા બાદ રાહુલને સર્જરીની સલાહ આપવામાં આવી છે, ત્યારબાદ તે નેશનલ ક્રિકેટ એકેડમીમાં રિહેબ પ્રોસેસમાંથી પસાર થશે. ઓસ્ટ્રેલિયા સામેની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે.
ભારતીય ટીમની નવી યાદી
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, કેએસ ભરત (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, જયદેવ ઉનડકટ, ઉમેશ યાદવ. ઇશાન કિશન (વિકેટકીપર)

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.