Abtak Media Google News

Table of Contents

આજે 21 મી સદીમાં પણ  આપણા દેશમાં ગર્લ ચાઈલ્ડ અસમાનતા અને ભેદભાવનું સામનો કરવો પડે છે. તેના બાળલગ્ન  કુપોષણ એસિડએટેક, ઓનર કિલિંગ, તસ્કરી અને બાળકીનાં  શિક્ષણ જેવા વિવિધ મુદાઓમાં જાગૃતિ લાવવાની તાતી જરૂર છે.

એક પરિવારની સંભાળ સાથે પેઢીને  આગળ વધારવામાં તેનું સર્વોપરી યોગદાન છે. 2008 થી આપણા દેશમાં આ દિવસ ઉજવાય છે; છતા પણ  ગર્લ ચાઈલ્ડને અસમાનતા અને ભેદ ભાવનો સામનો કરવો પડે છે.

52283634 1 નવા સંસદ ભવનના પ્રારંભે જ ‘નારી શક્તિ વંદન બિલ’ પસાર કરાયું હતું : મહિલા આરક્ષણના બિલમાં મહિલાઓને 33 ટકા અનામતનો લાભ મળશે

રાષ્ટ્ર નિર્માણમાં મહિલાઓનું યોગદાન પુરુષો જેટલું જ મહત્વનું: 2008 થી શરૂ થયેલી આ ઉજવણીનો હેતુ તેના શિક્ષણને પ્રોત્સાહન, પોષણ ,તબીબી સંભાળ, સંરક્ષણ અને કાનૂની અધિકારો સાથે સન્માન મળે તેવી જાગૃતિ લાવવાનો છે

છોકરીઓ દેશનું ભવિષ્ય છે, પરિવારમાં તેની જેટલી ભૂમિકા અહમ છે, તેટલી જ ભૂમીકા સમાજ અને રાષ્ટ્ર નિર્માણમાં પણ છે: જન્મથી જ એક બેટી વિવિધ ભૂમિકા ભજવે છે, જેમાં, બેટી, બહેન, પત્ની અને માઁ મુખ્યત્વે ગણાય છે

24 જાન્યુઆરી  1966 ના રોજ આપણા દેશનાં પ્રથમ મહિલા  વડાપ્રધાન ઈંદિરાગાંધીની યાદમાં  ઉજવાતો આજનો દિવસ 2008થી  રાષ્ટ્રીય બાલિકા દિવસ તરીકે ઉજવાય છે. આજની 21મી સદીમાં પણ દરેક પરિવારને   છોકરાની પ્રથમ પસંદગી હોય છે. ત્યારે આપણા દેશમાં વર્ષોથી ક્ધયાઓ અસામનતા  અને ભેદભાવનો શિકાર બની રહી છે. આજના યુગમાં પણ બાળ લગ્ન  કુપોષણ,એસિડ એટેક,   ઓનર કિલિંગ, તસ્કરી અને બાળકીનાં    શિક્ષણ જેવી વિવિધ સમસ્યાઓ જોવા મળે છે આજનો દિવસ આવા વિવિધ મુદા પરત્વે  જનજાગૃતિ લાવવાનો છે.Girl Child Education 3

‘બેટી બચાવો, બેટી પઢાવો’ જેવા નારા માત્રથી નહી પણ  દેશનો પત્યેક નાગરીક આ બાબતે પૂર્ણ રીતે   જાગૃત થાય છે તે જરૂરી છે. કારણ કે   છોકરીઓ  દેશનું ભવિષ્ય છે, સૌ પરિવારમાં   તેની ભૂમિકા અહંમ છે. દેશના વિકાસ અને નિર્માણમાં   પણ તેની ભૂમિકા મહત્વની છે. જન્મથી જ વિવિધ ભૂમિકા ભજવતી આપણી ‘બેટી’, બહેન,માં, પત્ની જેવી વિવિધ ભૂમિકા ભજવીને પરિવારનું જતન કરે છે.એક પરિવારની  સંભાળ સાથે પેઢી ને આગળ વધારવાનું તેનું સર્વોપરી યોગદાન હોય છે. દોઢ દાયકાથી ઉજવાતા  આ દિવસ છતાં આજે દેશમાં  તેના ઉપર વિવિધ અત્યાચારોની ઘટના બનતી રહે છે.  રાષ્ટ્ર વિકાસ માટે તેને   છોકરા જેટલી જ સમાન તકો  મળે તો તે છોકરા કરતા કયાંય આગળ નીકળી શકે તેવી  તાકાતવાન  હોય છે.Karnataka Free Education Girls 2

ગયાવર્ષની  થીમમાં, ‘ડિજિટલ પેઢી, હમારી  પેઢી,  હમારા સમય હે, હવે   આપણો અધિકાર,આપણું ભવિષ્ય’ હતી. આજના ડિજિટલ  યુગમાં છોકરા સાથે  છોકરીઓને આગળ વધવાની તક આપો, મા-બાપે  પણ  છોકરા-છોકરી વચ્ચે ભેદભાવ ન રાખવો. જોઈએ,  જેન્ડર અવેરનેશ એ  સૌથી અગત્યની બાબત છે. આજના યુગમાં નારી શકિતના   વિવિધ રૂપોમાં વૈશ્ર્વીક સ્તરે ભારતીય ક્ધયાઓ ગોલ્ડ મેડલ જીત્યા છે.  બાળપણથી  તેના ઉપર અંકુશની   વાત દિકરીઓનો વિકાસ રૂંધે છે.  મા-બાપો  જ  ઘણી બધી   પાબંદી  લગાવીને   તેને શાળાએ   ભણવા પણ મોકલતા નથી.

સેવ ધ ગર્લ ચાઈલ્ડ   મુવમેન્ટની જાગૃતિમાં સમાજના દરેક વર્ગે   જોડાવવાની જરૂર છે, કારણ કે  બધાના ઘરમાં એક દિકરી હોય છે.ત્યારે   તેનું ભવિષ્ય ઉજવળ બને  તેવા પરિવારના પ્રયાસો હોવા જોઈએ.  વુમન એમ્પાવરમેન્ટની યોજના  વચ્ચેપણ  બાળકીઓ વિવિધ સમસ્યાનો સામનો કરી રહી છે.   તેના કાનુની અધિકારો,  રક્ષણ, તબીબી સંભાળ જેવા  વિવિધ મુદે આપણે હજી   ઘણું કરવાનું   બાકી છે.  આજે પણ તેમના    જીવનનાં વિવિધ   તબકકાઓમાં શોષણ અને અત્યાચારો થઈ રહ્યા છે  જે સમાજ માટે  શરમજનક ઘટના છે. છોકરીઓ શિક્ષણ, નોકરી, કપડા જેવી વિવિધ  બાબતોમાં   અસમાનતા જોવા મળે છે, તે માટે જનજાગૃતિની જરૂર છે.  સમાજમાં  લિંગ આધારીત પૂર્વ ગ્રહો  દૂર કરવા જરૂરી છે.Girls Education Essay

દેશની તમામ બાલિકાઓને ટેકો અને તકો પૂરી પાડવાના ઉદેશથી   ઉજવાતો   આ દિવસ ઉત્સવની જેમ ઉજવીને  મહિલાઓને  શિક્ષીત  કરવા અને તેમને આત્મ નિર્ભર બનાવવા દરેક  નાગરીકે કાર્ય કરવુંજ  પડશે. ક્ધયાકેળવણી માટે પહેલાતો લોકોને શિક્ષીત  કરવા પડશે. છોકરીઓપ્રત્યે  સમાજના વલણમાં   બદલાવ જરૂરી છે.સ્ત્રી ગ્રુણ હત્યા ઘટાડવા  અને ઘટતા  લિંગ  ગુણોત્તર  વિશે  જાગૃતતા લાવવા સૌ   કટિબધ્ધ  થવું પડશે.  આપણા દેશમાં ક્ધયાઓ માટે  સુક્ધયા  સમૃધ્ધિ  યોજના ક્ધયાને  મફત શિક્ષણ, અનામતનોલાભ જેવી  વિવિધ યોજના ચાલે છે.

તમારા પરિવારમાં બાળકી વિના  સમુધ્ધિ, સુખ અને કિર્તિમેળવી શકતા નથી માટે તેનો આદર કરો, સંભાળ રાખો, આજના દિવસે બાળકીની સુરક્ષા  અને વિકાસ માટે   વચનબધ્ધ થઈને  કાર્યરત  થવું પડશે. આજે રાષ્ટ્રપતિના વરદ હસ્તે  બાળકીને પુરસ્કાર આપવામાં આવે છે. આજે બાલિકાઓ અને મહિલાઓને તેના અધિકારો બાબતે જાગૃત, આત્મનિર્ભર અને સ્વતંત્ર  બનાવવાની  પહેલનો દિવસ છે. વૈશ્ર્વીક  સ્તરે 11 ઓકટોબરે ‘ઈન્ટરનેશન ગર્લ ચાઈલ્ડ દિવસ ઉજવાય છે.ભારત સરકારે મહિલાઓની  સુરક્ષા અને  સમાનતાને  સુનિશ્ર્ચિત  કરવા ઘરેલુ   હિંસા   કાયદો ,બાળ વિવાહ વિરોધ કાયદો 2009 તથા દહેજ વિરોધી કાયદો 2006 જેવા વિવિધ  પગલા લઈને કાયદો લાગુ  કરેલ છે. આજ કારણે ગ્રામ્ય  વિસ્તારોમાં   આ વિષયક   ઘટનાઓ ઓછી થઈ છે.D4D2Dabc7886267E5811E6E4A044D4A1 1

રાષ્ટ્ર વિકાસ અને ઉત્થાનમાં પુરૂષો અને મહિલાઓની ભૂમિકા સમાન

કોઈપણ રાષ્ટ્રના  વિકાસ અને તેના  ઉત્થાનમાં પુરૂષો અને  મહિલાઓની ભૂમિકા સમાન હોય છે. આજે ભારતની બેટીઓ પુરૂષોની સાથે ખંભે ખંભો  મિલાવીને ચાલે છે, પણ આજે કેટલાક ભાગોમાં સુષ્ટિના સર્જનની આધાર મહિલાઓનું શોષણ અને ઉત્પીડન સાથે બાલિકા સાથે ઘરેલું  હિંસાની ઘટના જોવા મળે છે. દહેજના નામ ઉપર બહુ-બેટી ઉપર હિંસા થાય છે. તેમની સ્વતંત્રા છીનવીને ઘરની  ચાર દિવારીમાં કેદ કરી દે છે, છતા આજે પહેલા કરતા  ભારતમાં  મહિલાની સ્થિતિ હવે  સુધરતી જોવા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.