Abtak Media Google News

પ્રાંસલામાં ચાલતી રરમી રાષ્ટ્રકથા શિબિરનું આવતીકાલે સમાપન

સ્વામી ધર્મબંધુજી દ્વારા આયોજીત રાષ્ટ્રપ્રથા શિબિરના સાતમા દિવસના પ્રવચન સત્રને સંબોધવા એન.ડી.આર.એફ.  ના ડાયરેકટર જનરલ એસ. એન. પ્રધાન, ઇસરોના વૈજ્ઞાનિક ડો. આર.કે. વર્મા, એઇમ્સના ચીફ ડાયરેકટર ડો. રણદીપ ગુબેરીયા ઉ૫સ્થિત રહ્યા હતા.એન.ડી.આર.એફ. ના ડાયરેકટર જનરલ એસ.એન. પ્રધાનએ એન.ડી.આર.એફ.નો મંત્ર છે ‘આપદા સેવા – સદૈવ – સર્વત્ર’તેમ જણાવીને કહ્યું હતું કે, રાષ્ટ્રમાં આવતી પ્રાકૃતિક અને માનવ સર્જીત આપદાઓમાં માનવીઓનું સુરક્ષિત કરવા તેમને સંકટમાં સહયોગી થાવું એ એન.ડી.આર.એફ.નો રાષ્ટ્રધર્મ છે.

2 4

વધુમાં તેમણે લોકોની પ્રકૃતિ તરફની ઉપેક્ષાના લીધે જંગલ વેરાન થઇ રહ્યા છે, નદીઓ સુકાઇ રહી છે. ઉપજાઉ  જમીનનું ક્ષેત્રફળ પણ ઘટી રહ્યું છે. આપણી ભૂલોના પરિણામ આપણે ભોગવીએ છીએ અને તેથી નિયમ ઋતુ ચક્રે જળવાતું નથી.ડાયરેકટર જનરલ પ્રધાનએ શિબીરાર્થીઓને અનુરોધ કર્યો હતો કે આપના ગામ, શાળાને હરીયાળી અને સ્વચ્છ રાખો, પ્લાસ્ટિકનો યોગ્ય નિકાલ કરો, જળ, જમીન, જંગલ, વાયુ સહિત પ્રકૃતિનું યોગ્ય જાળવણી કરવીએ પુણ્યનું કાર્ય છે.

વધુમાં તેમણે એન.ડી.આર.એફ. ની રચના વિશે માહીતી આપતા જણાવેલ કે, અહીંયા વિવિધ ફોર્મમાંથી ૭ થી ૯ વર્ષ માટે જવાનોની નિમણુંક કરવામાં આવી છે. આથી સરહદ પર દુશ્મનો સામે કે દેશમાં આંતકવાદીઓ સામે બંદુક લઇને રાત-દી ફરતા જવાનોને બંદુક મુકીને હવે લોકોની જાનમાલની સુરક્ષાનો અલગ કાર્ય કર્યાનો ભાવ મળે છે.ઇસરોના વૈજ્ઞાનિક ડો. આર.કે. વર્માએ અવકાશ વિજ્ઞાનની મદદથી નાગરીકોના જીવનને સુખદાયી, સુલભ બનાવવા માટે છ થી વધુ ક્ષેત્રોમાં કામ થઇ રહ્યું છે. સંદેશા વ્યવહાર, નેવીગેશન, માહિતી પ્રસારણ, હવામાન, કૃષિ વન પર્યાવરણ

3 3

વધુમાં તેમણે અવકાશ વિજ્ઞાનના પિતા તરીકે ડો. વિક્રમ સારાભાઇને લેખાવીને ટુંકા ગાળામાં ઇસરોએ અવકાશ વિજ્ઞાન માટેના ઉપયોગી સાધન – સામગ્રી તકનીકીમાં ૯૦ ટકા  સ્વદેશી બનાવા હાંસલ કર્યાનું ગૌરવ વ્યકત કરેલ.વધુમાં ડો. વર્માએ જણાવ્યું હતું કે રોકેટ લોંચ વ્હીકલમાં ક્રમિક પ્રગતિના તબકકાઓ પી.એસ.એલ.વી. જી.એસ.એલ.વી. વિશે પીપીટીથી સમજાવીને હવે તે ઓછા ખર્ચાળ બને તે માટે રોકેટના બદલે વિમાન સ્વરુપના આર.એલ.વી. એટલે કે રિયુઝેબલ લોંચ વ્યીકલ બનાવવાની દિશામાં આગળ વધી રહ્યા છે.

એઇમ્સના ચીફ ડાયરેકટર ડો. રણદીપ ગુબેરીયાએ સો વર્ષ જેટલું પુર્ણ અને રોગ મુકત જીવન જીવવા માટે યોગ્ય જીવન શૈલી વિશે પીપીટીથી વિસ્તૃત માહીતી આપી હતી.વર્તમાન અનિયમિત જીવન શૈલી, ખાન-પાન, ધ્રુમપાન, અપુરતી નિદ્રા વિગેરેના લીધે કેન્સર, મોટાપા, ઓસ્ટેપોરીયા, હ્રદયરોગ, ડાયાબીટીસના દર્દીઓમાં સતત વૃઘ્ધિ થઇ રહી છે.

4 2

આપણને પ્રતિદિન મળતી ૧૪૪૦ મીનીટમાથી માત્ર ૩૦ મીનીટનો સમય નિયમિત કસરત માટે ફાળવવાથી ડાયાબીટીસ, હ્રદય સંબંધી રોગ, મોટાપા, અને કેન્સર જેવા રોગો થતા અટકાવી શકાય છે, એટલું જ નહીં પરંતુ દિવસ આખો પ્રફુલિત પસાર થાય છે. ડીપ્રેશન અને નકારાત્મક વિચારોથી દુર રહી શકાય છે. વિઘાર્થીઓને વાંચવામાં એકાગ્રતા અનુભવાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.