Abtak Media Google News

ગીર સોમનાથ

શ્રી રામ મંદિર અયોધ્યાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે વેરાવળમાં બંદર રોડ વેપારી એસોસિએશન દ્વારા અયોધ્યા નગરીનું નિર્માણ તેમજ વિવિધ આધ્યાત્મિક કાર્યક્રમો યોજેલ હતો . જેમાં  વેપારી એસોસિયેશનના મુકેશભાઈ ચોલેરા, પ્રભુદાસભાઈ ફોફડી, ધર્મેન્દ્રભાઈ ટીલાવત, મહેશ ગોહેલ સહિતના વેપારીઓએ  અનોખી પહેલ કરી છે . Whatsapp Image 2024 01 17 At 08.47.08 1Adadfc3

બંદર રોડને ભગવા રંગની કમાન રોશની પતાકડાઓ, રોડની ઉપર બંને સાઈડ રંગોળી તેમજ ભગવાન શ્રીરામના કટ આઉટ ઉભા કરી અયોધ્યા નગરી ઊભી કરવામાં આવી હતી . સવારથી જ બંદર રોડ પરના વેપારીઓએ અયોધ્યાના મુખ્ય કળશને સોમનાથથી લાવેલ ત્યારે શહેરના રાજકીય, સામાજિક, વેપારી આગેવાનોએ ભગવાન શ્રીરામની શોભાયાત્રામાં  ખાસ ઉપસ્થિત રહ્યા હતા .

વેરાવળ કન્યા શાળાની 551 કુવારીકાઓને ગોયણી જમાડી આશીર્વાદ લીધા હતા . ભગવાન શ્રીરામના વિવિધ રૂપના દર્શન કરાવી સમગ્ર વેરાવળને અયોધ્યા જેવું જ વાતાવરણ ઊભું કરાયું હતું .  

અતુલ કોટેચા

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.