એનએસઈને સફળતાના શિખરો સર કરાવનાર ચિત્રા રામક્રિષ્નાને ત્યાં આઇટીના દરોડા

દેશના મધ્યમ વર્ગ માટે શેરબજારમાં ટ્રેડિંગ કરવું સરળ બની રહે તે ચિત્રા રામક્રિષ્નાનો મુખ્ય હેતુ હતો

અબતક, નવીદિલ્હી

શેર બજારમાં પોતાની આગવી ઓળખ ઉભી કરનાર ચિત્રા રામકૃષ્ણ અને ત્યાં આઈટીના દરોડા પડ્યા છે સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે ચિત્રા રામકૃષ્ણ દ્વારા શેરબજારમાં ક્યાંક ગેરરીતિ આચરી હોવાનું પણ સામે આવ્યું છે. ચિત્રા રામકૃષ્ણ દ્વારા એનએસસી ને ઉચ્ચ શિખર ઉપર સફળતા આપવા માટે સતત મૂલ્યાંકન હાથ ધરવામાં આવતું હતું અને તેમની લીડરશીપ ના કારણે અને અશક્ય કાર્યો શક્ય બન્યા હતા. જે સમયે તેઓએ એનએસઇના સીઈઓનું પદ સંભાળ્યું ત્યારબાદ નેશનલ સ્ટોક એક્સચેન્જ 18 ટકા ની આવકમાં વૃદ્ધિ કરી હતી અને પ્રતિવર્ષ તેમનો નેટ પ્રોફિટ 22 ટકા થી વધુ નોંધાયો હતો. નહીં તેમના સીઈઓ બન્યા બાદ વર્ષ 2013 અને વર્ષ 2016માં નેશનલ સ્ટોક એકસચેન્જની આવકમાં 29 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.

બ્લુમબર્ગ દ્વારા એક અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો જેમાં જણાવ્યું હતું કે વર્ષ 2015માં માત્ર ત્રણ મહિલા જ સ્ટોક એક્સચેન્જ ઉપર દોરી સંચાર કરતા હતા.  ચિત્રા રામકૃષ્ણનું માનવું હતું કે તેમના જે રોલ મોડલ છે તે મહાત્મા ગાંધીજી છે અને તેમનો એક લક્ષ્ય એ પણ હતો કે તેઓ મધ્યમ વર્ગ માટે શેરબજારને સરળ બનાવવા માટે તમામ પ્રયત્નો હાથ ધર્યા હતા જેથી સુચારુ રૂપથી મધ્યમ વર્ગ સ્ટોક એકસચેન્જમાં ટ્રેડિંગ કરી શકે. રામકૃષ્ણ સર્વપ્રથમ આઈડીબીઆઈ માં કોમર્સ અને એકાઉન્ટન્સી ની ડિગ્રી મેળવ્યા બાદ પોતાની કામગીરી શરૂ કરી હતી. નેશનલ સ્ટોક એક્સચેન્જમાં એમ આઈ એ ચિત્રા રામકૃષ્ણ આવ્યા હતા ત્યારબાદ તેમના દ્વારા અનેક નવા બદલાવો અને ફેરફારો કરવામાં આવેલા છે જે ખરા અર્થમાં તેમની જે કૌશલ્યતા છે તે બહાર આવી હતી.  અહીં તેમની દૂરદર્શી ના કારણે તેઓ હોય તે વાત ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરતાં જણાવ્યું હતું કે આગામી વર્ષોમાં નેશનલ સ્ટોક એક્સચેન્જ નું મહત્વ ખૂબ વધુ હશે જેના કારણે તેમને પ્રારંભથી જ રિફંડેબલ મેમ્બરશીપ દલાલોને આપવાની શરૂઆત કરી હતી અને તેનો સૌથી મોટો ફાયદો ખરા અર્થમાં નેશનલ સ્ટોક એકસચેન્જને મળ્યો હતો. તા આ વિચારથી આશરે 60 ટકા જેટલી મેમ્બરશીપ મુંબઈ સિવાયના શહેરોમાંથી આવી હતી જે ખરા અર્થમાં તેમની એક ઉચ્ચ સિદ્ધિ કહી શકાય.

નેશનલ સ્ટોક એક્સચેન્જ અને તેના પૂર્વ એમડી-સીઇઓ ચિત્રા રામકૃષ્ણ સહિત અન્ય બે વ્યક્તિઓને નિયમો નેવી મૂકીને એક્સચેન્જમાં મહત્વપૂર્ણ હોદ્દા પર માનીતા વ્યક્તિની નિમણુંક કરવાના આરોપમાં  સેબીએ કુલ રૂ. 9 કરોડનો જંગ દંડ ફટકારવાની સાથે અન્ય અંકુશો લાદયા છે. આ કેસમાં સૌથી આશ્ચર્યજનક બાબત છે ચિત્રા રામકૃષ્ણને માર્ગદર્શન આપનાર હિમાલયમાં રહેતા યોગી, જેને તેઓ ક્યારેય રૂબરૂ મળ્યા નથી માત્ર ઇ-મેલથી જ બંને વચ્ચે છેલ્લા 20 વર્ષથી વાતચીત થઈ હોવાનું સામે આવ્યું હતું. ત્યારે આ તમામ મુદ્દાઓને ધ્યાને લઇ આવકવેરા વિભાગ દ્વારા તેમના નિવાસસ્થાને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને કયા પ્રકારે તેમના દ્વારા જે ટેક્સ ચોરી કરવામાં આવેલી છે તે અંગે માહિતી પણ એકત્રિત કરવામાં આવી હતી. ચિત્રા રામકૃષ્ણ ઉપર એ આરોપ પણ લગાવવામાં આવ્યો છે કે તેઓએ તેમના ગુરુજી ને તે તમામ માહિતીઓ પહોંચાડી છે કે જે ખરા અર્થમાં ટોપ સિક્રેટ હતી.

વધુ એક વાસ્તવિકતા એ પણ છે કે જે દેશને ઉચ્ચ શિખર ઉપર લઈ જવા માટે સક્ષમ હોય તે મહિલા ઉપર આ પ્રકારનાં પગલાં લેવા કેટલા અંશે વ્યાજબી છે જો સરકાર આ કાર્ય કરવા પાછળ જો સમજદારી પૂર્વક કામ અથવા તો કામગીરી હાથ ધરશે તો દેશનો વિકાસ શક્ય થશે. ડી એ હાલ ચિત્ર રામકૃષ્ણ ઉપર ત્રણ કરોડનો દંડ પણ ફટકાર્યો છે.