Abtak Media Google News
  • ઈન્દ્રનીલભાઈના કાર્યાલયનો ભભકો એટલે છે કે તેની સામેના રેસકોર્સની રંગત ભાજપના શાસનમાં વધી છે
  • ઈન્દ્રનીલભાઈની મોંઘીદાટ લેમ્બોર્ગીની  કાર જે રસ્તા પાર સડસડાટ દોડે છે તે ભાજપાના શાસનમાં બનેલા રસ્તા છે, અગાઉ કોંગ્રેસના શાસન વખતે એમ્બેસેડર જેવી મજબૂત કાર પણ ખખડધજ થઇ જતી તેવા રસ્તાઓ હતાં
  • ઈટાલિયન ચશ્માં ઉતારો તો રાજકોટ સ્માર્ટ સીટી, વાયબ્રન્ટ સીટી, ઓટો હબ, વિદ્યાનગરી જોવા મળશે અને શહેરમાં BRTS બસ, એરપોર્ટ જેવું બસ પોર્ટ અને આંતરરાષ્ટ્રીય કક્ષાનું ગ્રીનફિલ્ડ એરપોર્ટ પણ હવે દેખાશે

રાજકોટ વિધાનસભાની ચાર બેઠકો પૈકી ૬૯ રાજકોટ પશ્ચિમ બેઠક પર ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી લડી રહ્યાં છે. ત્યારે કોંગ્રેસ તરફથી પોતાનો વિસ્તાર છોડી મુખ્યમંત્રી સામે લડવા ઈન્દ્રનીલભાઈ રાજ્યગુરુએ દાવેદારી નોંધાવી છે ત્યારે કોંગ્રેસ ખુદ જયારે ગપગોળા ચલાવી રહી છે ત્યારે તેના ઉમેદવાર પણ નરી આંખે જોયેલા વિકાસને પોતાની આંખ પર ઈટાલિયન ચશ્માં ચડાવી  રાજકોટની પ્રજાને અંધારામાં રાખવાનો નિરર્થક પ્રયાસ કરી રહ્યા છે.ઈન્દ્રનીલભાઈને ખબરજ હશે કે જયારે તેઓની કોંગ્રેસની સરકાર હતી ત્યારે તેના કાર્યાલય પાસે માત્ર એક પેટ્રોલ પમ્પ અને સામે ઉજ્જડ અને વિરાન એવું નહેરુ ઉદ્યાન હતું કે જ્યાં દિવસના લોકો ને બદલે ધુળની ડમરીઓ જ ઉડતી હતી.  જેની સામે આજે ભાજપની સરકારના પ્રયાસથી રેસકોર્સની રંગત અદ્ ભુત બની છે અને ઉજ્જડ ઉદ્યાનના સ્થાને બારેમાસ લીલુંછમ રહેતું અને ઊંડાણ ધોમધખતા તાપમાં સેંકડો લોકોને છાંયા આપતું ગાર્ડન બની ગયું છે.ઈન્દ્રનીલભાઈ આજે જે પોતાની લેમ્બોર્ગીની કાર લઈને પોતાના ઘરેથી પોતાના કાર્યાલયે ગણતરણીની સેકંડોમાં પહોંચે છે તેવા લીસ્સા સપાટ રસ્તાઓ પણ ભાજપાની સરકાર માંજ બન્યા છે. તેઓના શાસન કાળમાં મજબૂત ગણાતી એમ્બેસેડર કાર પણ ખખડધજ બની જતી હતી.કોંગ્રેસ પાર્ટી પાસે જ લોકો સમક્ષ માટે અને મત માંગવા કોઈ મુદ્દાઓ કે વાત જ નથી જેથી કહી શકે કે અમે અમારા રાજકોટ માટે કઈ કર્યું છે ત્યારે આજે રાજકોટને દેશમાં સ્માર્ટ સીટી,સ્વચ્છ સીટી અને વાયબ્રન્ટ સીટીના ખિતાબ મળી ચુક્યા છે અને સમગ્ર રાજ્યનું આજે ઓટો હબ પણ બની ચૂક્યું છે. અને મુખ્યમંત્રીશ્રી વિજયભાઈના જ રાજકોટને પોતીકું ગણ્યાંના પરિણામે આજે શહેરને બીઆરટીએસ બસની સુવિધા, એરપોર્ટ જેવું અદ્યતન બસ પોર્ટ અને ગ્રીનફિલ્ડ આંતરરાષ્ટ્રીય કક્ષાનું એરપોર્ટ પ્રાપ્ત થઇ રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.