Abtak Media Google News
  • પૈસા ફેંકો, તમાશા દેખોની નીતિ રાજકોટના સંસ્કારી મતદારોએ ક્યારેય સ્વીકારી નથી

  • રાજકોટની ભૂમિ એ સિનિષ્ઠતાને સ્વીકાર્ય છે નહિ કે ધનવૃત્તિને

ગુજરાતની પ્રજાએ હંમેશા કર્તવ્યનિષ્ઠ અને પ્રામાણિક નેતૃત્વ સ્વીકારતી આવી છે અને કાયમી ધોરણે પૈસા ફેંકો તમાશા દેખોવાળા નેતૃત્વને જાકારો આપતી આવી છે. રાજકોટની પ્રજા પણ હંમેશને માટે સંસ્કારી નેતૃત્વ સ્વીકારી રહી છે નહી કે સંપત્તિના જોરે સત્તા હાંસલ કરવા આવેલુંભાડુતી નેતૃત્વ, આવો શૂર રાજકોટ પશ્ચિમ બેઠક પરના ભાજપના ઉમેદવાર મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના ટેકામાં યોજાયેલ વિજય વિશ્વાસ સંમેલનમાં રાજકોટના ભૂતપૂર્વ મેયર અને સંનિષ્ઠ કાર્યકર નેહલ શુક્લએ વ્યક્ત કર્યો હતો.જુના જનસંઘી અને પ્રામાણિકતાને કાયમી વરેલા શ્રી નેહલ શુક્લએ વધુમાં જણાવેલ કે,  આ રાજકોટની ભૂમિએ ૧૯૬૭માં માલેતુજાર અને પૈસા ફેંકો તમાશા દેખોવાળી કોંગ્રેસની સરકારના મૂળિયાં ઉખેડવાની શરૂઆત સેવા અને પરમાર્થવૃત્તીને વરેલા જનસંઘના અકિંચન બ્રાહ્મણ શ્રી ચીમનભાઈ શુક્લની આગેવાની સ્વીકારી હતી.સામાન્ય સ્થિતિમાંથી પોતાના કાર્ય અને સેવાકીય પ્રવૃત્તિથી આગળ આવેલ શ્રી જનકભાઈ શુક્લએ રાજકોટની પ્રજાના મિજાજ  વિષે જણાવેલ કે, આ પક્ષ કોઈ માલેતુજારનો પક્ષ નથી અહિંયા પ્રામાણિકતાથી અને નિરંતર સેવાના કાર્ય કરનાર કાર્યકરોની સદાય આગેવાની સ્વીકારી છે અને એટલે જ એક રીક્ષા ચાલકના પત્ની રક્ષાબેન બોળીયાને આ ભૂમિના પ્રથમ નાગરિક રૂપ મેયરના પદે બેસાડ્યા હતા. આ પક્ષમાં પૈસાના જોરે નહિં પરંતુ  સેવા કાર્યના પ્રતાપે લોકો તેની આગેવાની સ્વીકારી હતી.રાજકોટની પ્રજાના મુડ બાબતે શ્રી નેહલ શુક્લએ આક્રોશ સાથે જણાવેલ કે, આ ભૂમિની પ્રજાએ મેદાન-એ-જંગ હોય કે ચૂંટણી ક્યારેય પણ ભાડુતી લોકોની આગેવાની સ્વીકારી નથી. માત્રને માત્ર પ્રજા હિતના કર્યો કરનાર અને હરહંમેશ પ્રજાની ચિંતા કરનારની સાથે જ રહી છે અને ભાડુતીઓને કાયમી ધોરણે જાકારો જ આપ્યો છે અને ભૂચાટતા કરી દીધેલાના અનેક દાખલાઓ ભૂતકાળમાં દેખાડી ચુકી છે.૨૦૧૭ની ચૂંટણીમાં પણ રાજકોટની પ્રજા આવા પૈસા દેખની નીતિરીતિ વાળા અને ભાડુતી લોકોને જાકારો આપી સાચા, કર્મનિષ્ઠ અને લોકસેવા કરતા આગેવાનોને સ્વીકારશે અને તેનું નેતૃત્વ પણ સ્વીકારશે તેવો વિશ્વાસ અંતમાં નેહલ શુક્લએ વ્યક્ત કર્યો હતો.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.