Abtak Media Google News

શ્રીનગરમાં પથ્થરબાજીની ઝપટમાં આવીને સોમવારે તમિલનાડુના એક પ્રવાસી આર થિરૂમણિનું માથું ફૂટી ગયું. ઇલાજ દરમિયાન તેનું મોત થઇ ગયું. રાજ્યમાં થયેલી આ પ્રકારની પહેલી ઘટના પછી મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ હોસ્પિટલ જઇને મૃતકના પરિવારજનો સાથે મુલાકાત કરીને તેમને સાંત્વના આપી. ત્યારબાદ મુખ્યમંત્રીએ કહ્યું- આ બહુ જ દુઃખદ છે, મારું માથું શરમથી ઝૂકી ગયું છે.


ગુલમર્ગ જઇ રહેલા એક પ્રવાસીઓના વાહન પર અચાનક કેટલાક લોકોએ પથ્થરો વરસાવ્યા.આ દરમિયાન પ્રવાસીઓમાં સામેલ ચેન્નાઈના રહેવાસી થિરૂમણિના માથામાં પથ્થર વાગ્યો.પોલીસે અજાણ્યા પથ્થરબાજો વિરુદ્ધ કેસ નોંધી લીધો છે.ઘટના પર પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ દુઃખ વ્યક્ત કરતા કરીને પથ્થરબાજો પ્રત્યે ગુસ્સો પ્રદર્શિત કર્યો.

તેમણે ટ્વિટ કરીને કહ્યું, “અમે એક પર્યટક વાહન પર પથ્થર ફેંક્યો જેમાં તે જઇ રહ્યો હતો અને તેનું મોત થઇ ગયું. અમે એક મહેમાનને પથ્થર માર્યો જેનાથી તેનું મોત થઇ ગયું.”ઉમરે કહ્યું, “ચેન્નાઈના રહેવાસી આ યુવા પર્યટકનું મારા ચૂંટણી ક્ષેત્રમાં મોત થયું. જ્યારે હું આ ગુંડાઓ અને તેમની વિચારધારાનું સમર્થન નથી કરતો.”

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.