Abtak Media Google News

ભરોસાની ભાજપ સરકારના નારા સામે મંત્રીઓ જનપ્રતિનિધિઓનો વ્યાપકજન સંપર્ક

 

Advertisement

સુરેન્દ્રનગર પંથકમાં ગુજરાત ગૌરવ યાત્રાને વ્યાપક જનસમર્થન મળી રહ્યું છે શનિવારે સુરેન્દ્રનગર  પંથકમાં શરુ થયેલ ગૌરવ યાત્રામાં કેન્દ્રીય મંત્રીઓ સહીતના જનપ્રતિનિધિઓ જોડાયા છે.

ભાજપ પક્ષ દ્વારા ચૂંટણી પ્રચારનો શ્રી ગણેશ કરવામાં આવ્યો છે સમગ્ર ગુજરાત રાજ્યમાં ગુજરાત ગૌરવ યાત્રા થી ભાજપે પ્રચાર પ્રસારનો દોર યથાવત કરી દેવામાં આવ્યો છે અને લોકોની વચ્ચે ભાજપના કાર્યકર્તાઓ નેતાઓ મંત્રીઓ જઈ રહ્યા છે અને રેલી તેમજ સભા સંબોધન કરી રહ્યા છે ત્યારે સમગ્ર ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ પક્ષ દ્વારા પણ તડામાર તૈયારીઓ શરૂ કરી અને ગુજરાત ગૌરવ યાત્રા કાઢવામાં આવી છે. ત્યારે આજે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા ખાતેથી સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ગૌરવ યાત્રાનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે.

ત્યારે આ ગૌરવ યાત્રામાં રેલી યોજવામાં આવી છે અને ત્યારબાદ મંત્રી પુરુષોત્તમ રૂપાલા અનુરાગસિંહ ઠાકોર કુવરજીભાઈ બાવળીયા દ્વારા સભા સંબોધન કરવામાં આવ્યું છે અને સુરેન્દ્રનગર જિલ્લામાં ગુજરાત ગૌરવ યાત્રાનો ઉત્સાહભેર પ્રારંભ કરવામાં આવ્યું છે અને ભાજપ એ વિધાનસભાની ચૂંટણીના જિલ્લામાં પ્રચાર પ્રસારના શ્રી ગણેશ કરી દીધા છે ત્યારે હવે વિધાનસભાની ચૂંટણીનો સમય ગાળો પાકી રહ્યો છે ત્યારે તળાવમાં તૈયારીઓના ભાગ સ્વરૂપે ગુજરાત ગૌરવ યાત્રા કાઢવામાં આવી છે અને મંત્રીઓને પણ આ યાત્રામાં જોડવામાં આવ્યા છે.

ત્યારે આ કાર્યક્રમ દરમિયાન પૂર્વ મંત્રી આઈ.કે જાડેજા જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશભાઈ મકવાણા મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ તેમજ મહામંત્રી જયેશભાઈ પટેલ તેમજ ભાજપના આગેવાન ચંદ્રેશભાઇ પટેલ અને ભાજપના દિગજ નેતાઓ અને કાર્યકર્તાઓ પણ આ ગૌરવ યાત્રામાં જોડાયા છે અને ગૌરવ યાત્રાની તમામ પ્રકારની વ્યવસ્થાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે.

સમગ્ર ગુજરાત રાજ્યમાં ગૌરવ યાત્રા સાથે ભાજપ એ ચૂંટણીના શ્રી ગણેશ કર્યા છે ત્યારે આજે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા માં પણ યાત્રા આવી પહોંચી છે ત્યારે મંત્રી પરષોત્તમભાઈ રૂપાલા અનુરાગ સિંહ ઠાકોર તેમજ કુવરજીભાઈ બાવળીયા અને પૂર્વ મંત્રી આઈ કે જાડેજા ની ઉપસ્થિતિમાં ગૌરવ યાત્રાનો પ્રારંભ કરવા માં આવ્યો છે. અને લોકોની જન્મમેદની પણ આ સભામાં જોવા મળી છે ભરોસાની સરકાર ભાજપ સરકારના નારા સાથે ધાંગધ્રામાં ગુજરાત ગૌરવ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે મોટી સંખ્યામાં લોકો પણ આ ગૌરવ યાત્રામાં જોડાયા છે.

1665813077003

સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ સંગઠન દ્વારા ગૌરવ યાત્રા સુરેન્દ્રનગર જિલ્લામાં આવતી હોવાના પગલે છેલ્લા એક સપ્તાહથી તૈયારીઓ શરૂ કરવામાં આવતી હતી સભા રેલી તેમજ ગૌરવ યાત્રાનો પ્રારંભ તેમજ વિવિધ પ્રકારના આયોજનો લોકોને સભામાં બેસવાની વ્યવસ્થા જેવા તમામ પ્રકારના કામો સુરેન્દ્રનગર ભાજપ સંગઠન દ્વારા છેલ્લા એક સપ્તાહથી કરવામાં આવી રહ્યા હતા ત્યારે જિલ્લા પ્રમુખ જગદીશભાઈ મકવાણા મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ તથા તેમની ટીમ દ્વારા છેલ્લા અઠવાડિયાથી તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી. અને ગૌરવ યાત્રા દરમિયાન તમામ પ્રકારની વ્યવસ્થા જિલ્લાના સંગઠન દ્વારા ઉપલબ્ધ કરવામાં આવી છે અને વ્યવસ્થિત રીતે ગૌરવ યાત્રા નો પ્રારંભ કરવામાં આવ્યો છે.

આજે ધાંગધ્રા ખાતે ગુજરાત ગૌરવ યાત્રા આવી પહોંચી છે મંત્રીઓ અને આગેવાનો પણ ભાજપની ગૌરવ યાત્રામાં જોડાયા છે અને લોકોનો પ્રતિસાદ પણ મળી રહ્યો છે ભાજપ સરકાર ભરોસાની સરકારના નારા સાથે બે દિવસની ગૌરવ યાત્રાનો સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રારંભ કરવામાં આવ્યો છે પાંચ વિધાનસભાની બેઠકો ઉપર આ ગૌરવ યાત્રા ફરવાની છે ત્યારે આજે વહેલી સવારે ધાંગધ્રામાં આવી પહોંચી છે દસાડા ચોટીલા લીંબડી સાયલા વઢવાણ ખાતે સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ સભા સંબોધન મંત્રીઓ દ્વારા કરવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.