Abtak Media Google News

લોકસભાની ચૂંટણીમાં સતત ત્રીજી વખત તમામ ર6 બેઠકો જીતવા અને સંગઠન માળખાને વધુ મજબૂત બનાવવા બે દિવસ સુધી કરાશે મહામંથન

ગુજરાત પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલની અઘ્યક્ષતામાં આજથી સુરેન્દ્રનગરની સુખસાગર ડેરી ખાતે પ્રદેશ ભાજપની બે દિવસીય કારોબારી બેઠકનો આરંભ થઇ ચૂકયો છે. વર્ષ 2024માં યોજનારી લોકસભાની સામાન્ય ચુંટણીમાં રાજયમાં સતત ત્રીજી વખત લોકસભાની તમામ ર6 બેઠકો પર તોતીંગ લીડ સાથે કમળ ખીલે તે માટે મહામંથન કરવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં ભાજપના સંગઠન માળખાને વધુ મજબુત બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. ભાજપની રાષ્ટ્રીય કારોબારીમાં થયેલા ઠરાવોને અનુમોદના આપવામાં આવશે 650 થી વધુ આગેવાનો સુરેન્દ્રનગરમાં ઉમટી પડયા છે.

ઐતિહાસિક જીત થયા બાદ હદે લોકસભાની ચુંટણીમાં પણ ગુજરાતમાં સતત ત્રીજી વખત તમામ ર6 બેઠકો પર ભાજપના ઉમેદવારો તોતીંગ લીડ સાથે વિજેતા બને તેના પર વધુ ભાર મુકવામાં આવ્યો હતો. આ ઉપરાંત સંગઠન માળખાને વધુ મજબુત બનાવવા પર ઘ્યાન કેન્દ્રીય કરવામાં આવશે. આગામી દિવસોમાં સંગઠન માળખામાં પણ કેટલાક  મહત્વ પૂર્ણ ફેરયાર કરવામાં આવે તેવી સંભાવના જણાય રહી છે.

કારોબારી બેઠકમાં ભાગ લેવા આવેલા રાજયના તમામ 33 જીલ્લા, 8 મહાનગરો, રપ0 તાલુકાના ભાજપના હોદેદારો અને આગેવાનો હોટલમાં ઉતારા આપવાના બદલે કાર્યકરોના ઘેર ઉતારા આપવામાં આવ્યા હતા. રાજકોટમાંથી પણ અપેક્ષીતોએ કારોબારી બેઠકમાં હાજરી આપી હતી. કારોબારી બેઠકમાં લેવામાં આવેલા વિવિધ નિર્ણયોની આવતીકાલે જાહેર કરવામાં આવશે. ભાજપે લોકસભાની ચુંટણીની તૈયારી આરંભી દીધી છે. વિવિધ કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવશે.

ત્યારે 1980 પછી પ્રથમ વખત શહેરી વિસ્તારમાં ભાજપે પ્રદેશ કારોબારી બેઠકનું આયોજન કર્યું છે ત્યારે પ્રથમ વખત સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ભાજપની પ્રદેશ કારોબારી યોજાઈ રહી છે 2024 ની ચૂંટણીનો પાયો આ પ્રદેશ કારોબારીની પ્રથમ બેઠક ગણી શકાય કારણ કે મુખ્યમંત્રી તેમ જ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને રાજકીય નેતાઓ અને ખાસ કરી ધારાસભ્યો અને સંગઠનમાં જોડાયેલા નેતાઓ પણ આ પ્રદેશ કારોબારીની બેઠકમાં વહેલી સવારથી સુરેન્દ્રનગર ખાતે પધાર્યા છે.

ત્યારે 2024 ની લોકસભાની ચૂંટણીનો પાયો સુરેન્દ્રનગર ખાતેથી ભાજપ નાખતું હોય તેવું સ્પષ્ટ રીતે વર્તાઈ રહ્યું છે ત્યારે ખાસ ટાઉનહોલ ખાતે ભાજપના જે દિગ્ગજ નેતાઓ છે મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ છે તેમના વચ્ચે પણ બેઠક યોજવાની છે અને ખાસ કરીને જે નિર્ણયો કરવાના છે તે અંગે વિવિધ પ્રકારે ચર્ચા કરવાના છે તેને બે દિવસ માટે સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રદેશ કારોબારીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે આજે વહેલી સવારથી સુરેન્દ્રનગરના મોંઘેરા મહેમાન નેતાઓ અને દિગ્ગજ મંત્રીઓ બન્યા છે.

કાલે મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખનો ભવ્ય રોડ શો

આજથી સુરેન્દ્રનગર જિલ્લામાં કારોબારીની બેઠક શરૂ થઈ ચૂકી છે પ્રદેશ કારોબારીની બેઠકનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વિવિધ પ્રકારના સંગઠનના નિર્ણયો તેમજ 2024 ની વિધાનસભાની ચૂંટણી અંતર્ગત કરવાની કામગીરીઓ તેમજ વિવિધ પ્રકારના તે પ્રશ્નો છે તેનો નિરાકરણ કેવી રીતે આવે તે તમામ પ્રકારની ચર્ચા પ્રદેશ કારોબારી બેઠકમાં ભાજપના દિગ્ગજ નેતાઓ કરવાના છે ત્યારે પ્રેસિડેટ હોટલ ખાતે બેઠક યોજાઈ બાદ કાર્યકર્તાઓ એકા બીજાને મળવાના છે અને કાલે વહેલી સવારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા શહેરી વિસ્તારમાં ભવ્ય રોડ સોનું આયોજન કરવામાં આવ્યું છે કાર્યકર્તાઓનો ઉત્સાહ સાતમા આસમાને જોવા મળી રહ્યો છે કારણ કે સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રથમ વખત પ્રદેશ કારોબારીની બેઠક આજથી શરૂ થઈ ચૂકી છે.

મંત્રીઓ અને નેતાઓ કાર્યકર્તાઓના ઘેર ઉતર્યા

ખાસ કરી આજથી સુરેન્દ્રનગર જિલ્લામાં બે દિવસ માટે પ્રદેશ કારોબારી બેઠકનું ભાજપ પ્રક્ષ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે મુખ્યમંત્રી સહિતના જે દિગ્ગજ નેતાઓ છે તે સુરેન્દ્રનગરની બે દિવસની મુલાકાતે પધાર્યા હતા.  રૂમ પહેલાથી જ બુક થઈ ગયા છે ત્યારે હાલની પરિસ્થિતિ મુજબ સુરેન્દ્રનગર જિલ્લામાં એટલી મોટી હોટલો કે એટલા મોટા રેસ્ટોરન્ટો કે એટલા મોટા ગેસ્ટ હાઉસ આવેલા નથી કે જ્યાં 650 જેટલા લોકોનો સમાવેશ થઈ શકે તે માટે હવે જે દિગ્ગજ નેતાઓ ધારાસભ્યો અને મંત્રીઓ આવવાના છે ત્યારે ગેસ્ટ હાઉસ અને હોટલો પેક થઈ ગઈ હોવાના કારણે તમામ જે કાર્યકર્તાઓ નેતાઓ અને મંત્રીઓ છે તે કાર્યકર્તાઓના ઘેર સુરેન્દ્રનગરમાં રહેશે.

650 જેટલા નેતાઓનું  સુરેન્દ્રનગર આગમન

ખાસ કરીને પ્રદેશ કારોબારી બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ તથા જે મંત્રીમંડળની આંખુ મંત્રી મંડળ આવવાનું છે. આ ઉપરાંત સંગઠનમાંથી પણ દિગ્ગજ કાર્યકર્તાઓ સુરેન્દ્રનગર જિલ્લાની મુલાકાતે બે દિવસ આવવાના છે અને પ્રદેશ ભાજપની જે કારોબારી છે તેમાં જોડાવાના છે ત્યારે 650 જેટલા મુખ્ય નેતાઓનું આજે વહેલી સવારથી આગમન થવા લાગ્યું કે તમામ પ્રકારની તૈયારીઓ માટે સુરેન્દ્રનગર જિલ્લાના કાર્યકર્તાઓ અને સંગઠન સજ બન્યું છે પ્રથમ વખત સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં કારોબારીનું આયોજન કરવામાં આવ્યું છે તેથી શહેરની વિસ્તાર રોશનીથી ઝગમગી ઉઠ્યું છે સાંજના સમયે સુરેન્દ્રનગરના હેરિટેજ સ્થળો ઉપર લેસર શો નું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમ પણ આયોજન કરાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.