Abtak Media Google News

કેટલાક માનવ જન્મથી પોતાના કાર્યોથી મહાન માનવ બની જતા હોય છે. રાજકોટ અને સૌરાષ્ટ્રમાં શિક્ષણ તથા સામાજીક કાર્યોના ગુરુ તરીકે ઓળખાતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલનાયક લાભુભાઈ ત્રિવેદીની ૨૬મી પુણ્યતિથી નિમિતે જે.જે.કુંડલિયા આર્ટસ, કોમર્સ એન્ડ બીબીએ કોલેજમાં પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisement

આ પ્રસંગે કોલેજના પ્રિન્સીપાલ ડો.યજ્ઞેશભાઈ જોષીએ તેમને વંદન કરતા જણાવ્યું કે, લાભુભાઈએ ૫૧ શૈક્ષણિક અને સામાજીક સંસ્થાઓની સ્થાપના કરી હતી. જે આજે એક મોટા વટવૃક્ષ તરીકે સેવા કરી રહી છે. પોતે ડોકટરના દિકરા તથા ગર્ભશ્રીમંત હોવા છતાં સેવાનો ભેખ ધારણ કર્યો હતો. આજે પણ આજ વિચારધારાથી તેમના દિકરી ડો.અલ્પનાબેન ત્રિવેદી સેવા આપે છે.

કોલેજના તમામ સ્ટાફ પરીવારે લાભુભાઈ સાથેના તેમના સંસ્મરણો અને અનુભવો વાગોળ્યા હતા અને તેમને યાદ કર્યા હતા. વિદ્યાર્થીઓના આંદોલન તે પણ પ્રોત્સાહન આપી તેઓની નેતાગીરી ખીલવી હતી. તેમની શિક્ષણ સંસ્થાઓની દેન આજે પણ લોકો યાદ કરે છે અને વંદન કરે છે. બહોળી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓ અને સ્ટાફ પરીવારે હાજરી આપી તેઓને શ્રદ્ધાંજલી આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.