Abtak Media Google News

આજે રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્ર અને આંધ્ર પ્રદેશ વચ્ચે મેચનો પ્રારંભ થયો છે. જેમાં સૌરાષ્ટ્ર ટીમના સુકાની જયદેવ ઉનડકટ પોતાની કરિયરમાં 100મી ફર્સ્ટ ક્લાસ મેચ રમી રહ્યા છે અને વધુ એક સિદ્ધિ પ્રાપ્ત કરી છે. મેચમાં ટોસ બાદ બીસીસીઆઈના સેક્ર્ટરી નિરંજન શાહ, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના ચેરમેન જયદેવ શાહ, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના વાઇસ ચેરમેન કરણ શાહે મોમેન્ટો આપીને જયદેવ ઉનડકટનું 100મી મેચ રમવા બદલ અભિવાદન કર્યું.

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના ચેરમેન સહિતના હોદેદારોએ જયદેવ ઉનડકટનું મોમેન્ટો આપી સન્માન કર્યું

તાજેતરમાં જયદેવ ઉનડકટે રણજી ટ્રોફીમાં ઈતિહાસ રચી દીધો છે. તેણે દિલ્હી સામેની પહેલી જ ઓવરમાં હેટ્રિક લીધી હતી. તે ફર્સ્ટ ક્લાસ ટૂર્નામેન્ટ રણજીની પ્રથમ ઓવરમાં હેટ્રિક લેનારો પ્રથમ બોલર બની ગયો છે. રણજી ટ્રોફી 2022-23ની મેચમાં સૌરાષ્ટ્ર અને દિલ્હી આમને-સામને હતી. સૌરાષ્ટ્રના સુકાની ઉનડકટે પ્રથમ ઓવરના ત્રીજા, ચોથા અને પાંચમા બોલમાં સતત ત્રણ વિકેટ ઝડપી હતી.

1H5A3857

મેચમાં દિલ્હીએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે, તેની શરૂઆત ખરાબ થઈ છે. હેટ્રિક પછી, દિલ્હીની ટીમ સંપૂર્ણપણે પાણીમાં બેસી ગઈ હતી અને 53 રનના સ્કોર સુધી પહોંચતા જ તેણે પોતાની 8 વિકેટ ગુમાવી દીધી હતી. ઉનડકટે બાંગ્લાદેશ સામે ઢાકા ટેસ્ટ મેચ રમી હતી. જેમાં તેણે 12 વર્ષની રાહ જોયા બાદ ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમ વિકેટ મેળવી હતી. ઉનડકટે 16 ડિસેમ્બર 2010ના રોજ સાઉથ આફ્રિકા સામે સેન્ચુરિયન ટેસ્ટમાં પ્રવેશ કર્યો હતો.

1H5A3842

જયદેવ ઉનડકટ સૌરાષ્ટ્રની ટીમમાંથી ડોમેસ્ટિક ક્રિકેટ રમે છે અને તાજેતરમાં જ તેમની ટીમે વિજય હઝારે ટ્રોફી જીતી હતી. તેમણે પોતાની પ્રથમ અને અંતિમ ટેસ્ટ મેચ વર્ષ 2010માં દક્ષિણ આફ્રિકા સામે રમી હતી. ત્યાર બાદથી તેઓ સાત વનડે અને 10 ટી20 રમી ચૂક્યાં છે.

 

આંધ્રપ્રદેશના 136/2 ધર્મેન્દ્રસિંહે બે વિકેટ ઝડપી

1H5A3852

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન ના ખંઢેરી સ્થિત સ્ટેડિયમ ખાતે આજથી યજમાન સૌરાષ્ટ્ર અને મહેમાન આંધ્રપ્રદેશ વચ્ચે ચાર દિવસીય રણજી ટ્રોફીની એલીટ-બી ગ્રુપની મેચ રમાઈ રહી છે. આજે પ્રથમ દિવસે આંધ્રપ્રદેશે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરતા બે વિકેટ ગુમાવી 136 રન બનાવી લીધા છે. સૌરાષ્ટ્ર તરફથી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ બે વિકેટ ઝડપી હતી.સૌરાષ્ટ્રની ટીમ વિજયી ચોગ્ગો ફટકારવા સજ્જ બની ગઇ છે. ચેતેશ્ર્વર પુજારા, જયદેવ ઉનડકટ અને હનુમા વિહારી જેવા ટેસ્ટ સ્ટારની બેટીંગ-બોલીંગ માણવાનો મોકો સૌરાષ્ટ્રના ક્રિકેટરસીકોને મળવાનો છે. સૌરાષ્ટ્ર અત્યાર સુધીમાં કુલ પાંચ મેચ રમી છે. જેમાં આસામ અને મહારાષ્ટ્ર સામેની મેચ ડ્રો જવા પામી હતી. પ્રથમ દાવની લીડના આધારે સૌરાષ્ટ્રને વધુ પોઇન્ટ મળ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.