Abtak Media Google News

વી.વી.પી. એન્જિનિયરીંગ કોલેજ ખાતે કરવામાં આવ્યું આયોજન: આશરે 400 જેટલા યુવક-યુવતીએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું

જૈન જાગૃતિ સેન્ટર રાજકોટ દ્વારા જીવનસાથે જૈન યુવક-યુવતિ પરિચય  મેળાનું 1ર ફેબ્રુઆરીના રોજ આઠમી વખત વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજ કાલાવડ રોડ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં અપરિણીત યુવક અને યુવતિઓ જોડાયા હતા. આ પરિચય મેળામાં યુવક તેમજ યુવતિને કોઇપણ પસંદગી પાત્ર બે પાત્ર સાથે પરિવારની ટેબલ મીટીંગ કરાવવામાં આવી હતી.

Advertisement

આજના સમયમાં જયારે યુવક-યુવતિના લગ્ન માતા-પિતા માટે ચિંતાનો વિષય બની ગયા છે. અને હવે વડીલોની મઘ્યસ્થી રહી નથી. ત્યારે આ પ્રકારના મેળાવડા યુવક અને યુવતિ માટે તેમના માતા-પિતા તથા સમાજના લોકો માટે ખુબ જ પ્રેરણાદાયક અને આર્શીવાદ રુપ છે. જેમાં ગુજરાત રાજકોટ ઉપરાંત અન્ય શહેરોથી પણ ખુબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

Screenshot 3 19 પરિચય મેળામાં 400 થી વધુ એન્ટ્રી મળી: દિવ્યેશ દોશી (પ્રામુખ રાજકોટ જૈન જાગૃતિ સેન્ટર)

જૈન જાગૃતિ સેન્ટર રાજકોટના પ્રમુખ દિવ્યેશભાઇ દોશી એ ‘અબતક’ સાથેની વાતચીત કરતા જણાવ્યું હતું કે આ પરિચય મેળામાં 400 થી વધુ એન્ટ્રી મળી છે. અમને ખુબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આજના આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉ5સ્થિત રહ્યા છે. આ ઉપરાંત અમારા સેન્ટ્રલ બોર્ડના ચેરમેન તથા વાઇસ ચેરમેન તમામ વિશેષ ઉ5સ્થિત રહ્યા છે.

Screenshot 4 17 સુંદર આયોજન બદલ જૈન જાગૃતિ સેન્ટર રાજકોટને અભિનંદન: કિશોરભાઇ શેઠ

જૈન જાગૃતિ સેન્ટ્રલ બોર્ડના ચેરમેન કિશોરભાઇ શેઠએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આટલા ખુબ જ સુંદર આયોજન બદલ રાજકોટ જૈન જાગૃતિ સેન્ટરને ખુબ ખુબ અભિનંદન આપું છુ.

લગભગ 400 યુવક યુવતિઓએ આ પરિચય મેળામાં ભાગ લીધો છે તેને પણ અભિનંદન પાઠવું છું.

Screenshot 5 24 પરિચય મેળામાં યુવક-યુવતિને સામ સામે મળવાનો મોકો મળે: પ્રદિપ બાવીશી

જૈન જાગૃતિ  સેન્ટરમાં ભાગ લીધેલા પ્રદિપ બાવીશી એ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ ખુબ જ સુંદર આયોજન કર્યુ છે.

જેમાં યુવક અને યુવતિે સામ સામે મળવાનો મોકો મળ્યો છે આ આયોજન બદલ જૈન જાગૃતિ સેન્ટરનો આભાર વ્યકત કરું છું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.